Book Title: Namaskar Mahamantra Tattvachandrika
Author(s): Abhaysagar
Publisher: Shri Manubhai Shah Rajkot

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વયંસિકા છે એમ જ્યારે તેઓશ્રીને શ્રી નવકારના ટી. વી.માં દેખાયું ત્યારે તે વિષયને શકય તેટલો સીધો-સાદો-સરળ બનાવવા પ્રયત્ન કર્યો. પત્રમાળાના વિભાગ ૨-૩ વ્યાવસાયિક રીતે M.B.B.S. થયેલ ડૉ. જિતુભાઈ પી. શાહ અને ડૉ મનુભાઈ એસ શાહને ઉદ્દેશીને લખેલી છે, પત્રમાળાના બીજા વિભાગમાં પૂજ્યશ્રીએ ‘જિન-ભકિત’ એ ‘શકિતદાયક’ અને મુકિતનું પ્રબળ કારણ છે, તથા આરાધનાના માર્ગે શ્રદ્ધાભકિત હૃદય એ બુદ્ધિ-મન કરતાં મહત્ત્વનાં છે એવું દૃઢતાપૂર્વક જણાવ્યું છે. ૩ જેમાંની વિભાગ-૩ પત્રમાળામાં ક્રિયાયોગ ઉપર વિવેચના કરી છે. આજના કાળમાં ભણેલા લોકોમાં સામાન્ય રીતે ક્રિયા તરફ અરુચિવાળું વલણ હોય છે. ક્રિયાને જડ યંત્રવત્ ગણે છે. અને પુસ્તકવાંચન, જ્ઞાનની વાતો, અધ્યાત્મની વાતોના વાણી-વિલાસને પ્રાધાન્ય આપે છે અને ઘણું બધું મેળવ્યાનો આત્મસંતોષ લેવામાં આવે છે. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીએ પત્રમાળામાં વારંવાર એ જણાવ્યું છે કે, પૂર્વના મહાજ્ઞાની પુરુષોએ જે કાંઈ વિધિ- વિધાન-ક્રિયાયોગ બતાવ્યાં છે તે જ ‘રાજમાર્ગ’ છે. અને તે જ આત્માનો ક્રમશ: વિકાસનો માર્ગ છે. હકીકતમાં પોતાની ભૂમિકાનું જ્ઞાન ‘ન’ હોવાથી કોઈક આત્મા ગમે તે ભૂમિકાની વાતો ગમે ત્યાં બંધ બેસાડે છે અને તેથી ગૂંચવાડામાં ફસાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા અને લખાણો દ્વારા જણાવતા કે જો ક્રિયાયોગના માર્ગે વિધિવત્ ચાલવામાં આવે તો આત્માની અનુભૂતિ અવશ્ય થાય. પૂજ્યશ્રીએ જણાવેલ કે જિનશાસનની એક-એક ક્રિયા ખૂબ જીવંત – પ્રાણવંત છે અને શકિતશાળી છે, સાથે સહેતુક પણ છે. છતાં પણ જડતાવશ તેની સાથેનો સંપર્ક બરાબર થતો નથી. પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ એટલે “આર્ય સંસ્કૃતિના પરમ ચાહક” અને “પ્રાચીન પરંપરાના પરમ ઉપાસક' જેમણે શાસ્ત્રમાં કયાંય લખ્યું નથી કે નિષેધ નથી એમ કહીને પ્રાચીન પરંપરાનો છેદ ઉડાડયો નથી, પણ તેને બળવત્તર, પુષ્ટ બનાવવા માટે પરમ પ્રયાસ આદર્યો હતો. આ લખાણ વાંચતાં વાચકને એમ થશે જ કે શ્રીનમસ્કાર મહામંત્ર તેમના અણુએ અણુમાં વસ્યો હતો. જિન-શાસનનાં પ્રાચીન મૂલ્યોની પરમ વફાદારી જ તેમના જીવનનું લક્ષ્ય હતી. જિનાજ્ઞાના ઉત્કૃષ્ટ પાલનરૂપ જિનભક્તિ એ તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. પ્રસ્તુત પુસ્તકમાં ડગલે ને પગલે જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપી કરુણા વરસાવનાર પૂજ્ય ગુરુદેવશ્રીના વડીલ અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવેશ પૂજ્ય શ્રી સૂર્યોદયસાગર સૂ મ૰ સા તથા પૂ આ શ્રી અશોક સા૰ સૂરિ મ૰ સા, પૂર્વ પં. શ્રી નિરુપમ સા૰ મ૰ સા, પૂર્વ પં જિનચન્દ્ર સા મ૰ સા૰ તથા પૂર્વ પં. શ્રી હેમચન્દ્ર સા૰ મ૰ સા૰ નો ખાસ આભાર માનીએ છીએ. . આ પત્રમાળાને મુદ્રિત કરવામાં મૂળ પ્રેરક સ્રોતસમા પૂ. ગુરુદેવશ્રીનાં સંસારી જન્મદાત્રી અને વાત્સલ્યામૃત વરસાવનાર “પૂ સાધ્વીજી સદ્ગુણાશ્રીજી મ૰ સા''ને તો કેમ ભૂલી શકાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 384