Book Title: Namaskar Mahamantra Tattvachandrika Author(s): Abhaysagar Publisher: Shri Manubhai Shah Rajkot View full book textPage 9
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્પયદ્ગિકા આ પત્રમાળામાં આરાધનાની પૂર્વભૂમિકા કેવી હોય, કેવી રીતે ઘડવી જોઈએ તે અંગેનું વિશદ વિવેચન કર્યું છે. સામાન્ય રીતે આવું વિવેચન અન્યત્ર ખૂબ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. . શરૂઆતમાં ઉત્સાહથી ડગ મંડાય છે. પણ સમય જતાં લક્ષ્યની જાગૃતિ ‘ન’ રહેવાથી ‘“આરંભે શૂરા' જેવો ઘાટ ઘડાય છે. એવા અવસરે પાયાની ભૂમિકા નક્કર હોય તો આરાધનાની ગાડી ખૂબ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને નિયત સ્થાન (પંચમ ગતિ) સુધી પહોંચી શકે છે. આથી આ પત્રમાળામાં બાળજીવોને ઉદ્દેશીને શ્રદ્ધા-ભકિતનાં ‘બીજ’ ખૂબ ઊંડાં જાય તેવી વાતો લખેલી છે. બાળજીવો પ્રમાદ અને અનાદિકાળના સંસ્કારોને વશ થઈ પાયાનાં આચરણોમાં ઢીલા હોવાથી સ્વદ્રવ્યથી અષ્ટ પ્રકારી પૂજા, આચારશુદ્ધિ, આદિ કેટલીક પાયાની વાતોના ઘડતર માટે પત્રમાળામાં તેનો ઉલ્લેખ કરાયો છે. આરાધકે તે બાબતોની કયારેય ઉપેક્ષા ના કરવી જોઈએ એવું પૂજ્યશ્રી જણાવતા. આ પત્રમાળામાં પૂ ગુરુદેવના જીવનની કેટલીક અપ્રગટ દૈવીઘટનાઓ આલેખાયેલી છે, જે પૂજ્ય ગુરુદેવશ્રીએ પોતાના જીવનકાળ દરમ્યાન પ્રાય: જાહેર કરેલી નહિ. આથી તે પ્રગટ કરવા અંગે વિમાસણ હતી, ઉપરાંત બાળજીવોની કેટલીક વ્યકિતગત બાબતો હતી, તે કેવી રીતે રજૂ કરવી તે એક મુશ્કેલ બાબત હતી પણ તે બાબતો અધ્યાપક શ્રી રતિભાઈ ચી. દોશીની વિચક્ષણ બુદ્ધિ દ્વારા મળેલ સમાધાનથી સરળ બની. જ્યારે આ પત્રો ટપાલ દ્વારા મળતા અને તે પહેલી વાર વાંચતા ત્યારે પૂજ્યશ્રીના અટપટા અક્ષરોના કારણે પત્રો ઉકેલવામાં ઘણો સમય જતો અને તેથી એકધારો રસાસ્વાદ માણી શકાયેલ નહિ. “વસ્તુને શું જાણે વ્યાકરણી'' તેવી સ્થિતિ થઈ, પણ જ્યારે આ પત્રમાળા પુસ્તકારૂઢ કરવા અંગે વિચારણા થઈ અને તે પત્રો એકસામટા એકસાથે વાંચવાનો અવસર મળ્યો ત્યારે આંખમાંથી આંસુ સર્યાં. પૂજ્યશ્રીની સતત વહેતી કરુણાના ઘોધનો સ્પર્શ થયો. રોમાંચ અનુભવ્યો અને દર્દ થયું. આ ક્ષણો આટલી મોડી કેમ આવી ? તે સમયે અમે તદ્દન કોરા કેમ રહ્યા ? પૂજ્ય ગુરુદેવશ્રીએ મૌખિક સમજાવેલ શ્રી નવકારની આરાધના અંગેની બાબતો ૧૦૮ નંબરમાં પત્ર રૂપે લીધેલ છે. પોતાના જીવનમાં કેટલાક વિશિષ્ટ પ્રસંગો તેઓએ ખૂબ જ પ્રેરણા અને આરાધનામાં જોમ-ઉત્સાહ પ્રગટે તે હેતુથી જણાવેલ છે અને વાંચતાં જ ખ્યાલ આવે કે તે પત્રોમાં પોતાની બડાઈ સ્વપ્રશંસાનો હેતુ ન હતો. બલ્કે તેમાંથી તેમની નિખાલસતા, સરળતા જ પ્રગટ થાય છે. સાથે એવું પણ અનુભવાય છે કે શ્રી નવકારની આરાધનાના બળે અહમ્ પ્રાય: ઓગળી ગયો હોય તે પછીની આ અવસ્થા છે. જેથી સર્વસ્થળે ‘શ્રી નવકારની કૃપા’’ પ્રધાન કરી છે. .. પૂજ્ય ગુરુદેવશ્રીને શ્રી નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધનાના બળે આરાધનામાં બિરાજમાન હોય ત્યારે બનતા કે બનનારા બનાવો કયારેક ચિત્રપટની જેમ સ્પષ્ટ દેખાતા. એવા ઘણા પ્રસંગોએ સ્પષ્ટ અનુભવ થયેલ જેથી તે બનાવો નવકારના ટી. વી. માં દેખાય એમ બાળઆરાધકોને માટે ઉલ્લેખ કરતા. પૂજ્યશ્રીએ આ પત્રમાળા શરૂ કરેલ પણ તે વાંચનાર માટે ભારે છે, થોડી અઘરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 384