Book Title: Murtipooja Author(s): Khubchand Keshavlal Master Publisher: Gyan Pracharak Mandal Sirohi View full book textPage 6
________________ લેખકનું નિવેદન . મુમુક્ષુ જેનું અંતિમ ધ્યેય જન્મ મરણના મહાન દુઃખને અંત કરી મોક્ષ પ્રાપ્ત કરવાનું જ હોય છે. આ પવિત્ર ઉદ્દેશની સીદ્ધિને માટે અન્યાન્ય સાધનામાં વિશ્વવન્દ, જગપૂજ્ય, મહાન ઉપકારી, વીતરાગ દેવની નર્વિકાર, શાન્તમુદ્રા, ધ્યાના વસ્થિત મૂર્તિ એક મુખ્ય સાધન છે. આ નિમિત્તથી સાધારણ પરીસ્થીતિમાં સ્થિત વ્યક્તિઓથી માંડી ઉચ્ચ અધ્યાત્મ કેટીમાં રમણ કરવાવાળા ભવ્યાત્માઓએ પોતાનું આત્મશ્રેય સાધ્યું છે. પરમયોગીવર શ્રી આનંદઘનજી મહારાજ જેવાએ પણુ દ્રવ્ય અને ભાવથી મૂર્તિપૂજાને મહિમા ખૂબ ગમે છે. | ભૂતકાલમાં અખિલ સંસાર મૂર્તિપૂજક હતું. અને આજે પણ કોઈને કોઈ પ્રકારે મૂર્તિને સત્કાર સંસાર ભરમાં થઈ રહ્યો છે, વળી ભવિષ્યકાળે પણ જ્યાં સુધી સૃષ્ટિનું અસ્તિત્ત્વ છે ત્યાં સુધી બરાબર મૂર્તિની સત્તા સ્થાપિત રહેવાની જ. મહાપુરૂષોએ કથિત હકિત વ્યાજબી છે કે પ્રવસત્તાનું ન તો ક્યારે ય પણ ઉત્પન્ન છે યા ન કયારે ય પણ નાશ છે. તેનું અસ્તિત્ત્વ તે સદાને માટે શાશ્વતજ છે. વિદ્વાનેએ કહ્યું છે કે જેટલે જ્ઞાની પુરૂષ ઉપકાર કરી શકતા નથી તેનાથી પણ અધિક અજ્ઞાની પુરૂષ અપકાર કરી શકે છે. કેમકે સંસારમાં જેટલી સત્ય યુક્તિઓ છે તેના કરતાં અનંતગુણી કુયુક્તિઓ છે. જ્યારે જ્ઞાનીઓ સુયુક્તિઓથી કામ લે છે ત્યારે અજ્ઞાની કુયુક્તિએને પ્રયોગ કરી જીવોને ઠગવાનો પ્રયત્ન કરે છે. અને તેથી જ સંસારમાં સમ્યગ્દષ્ટિ જેથી અનંતગણું મિથ્યાદ્રષ્ટિ છે. તેમ છતાં પણ શાનીઓને જ્ઞાનરૂપી સૂર્ય અજ્ઞાનીના અંધકારને નાશ કરી પોતાના જાજવલ્યમાન કિરણોના પ્રકાશને ભવ્ય પ્રાણીઓના હૃદય સુધી પહચાડી દે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 274