Book Title: Murtipooja Author(s): Khubchand Keshavlal Master Publisher: Gyan Pracharak Mandal Sirohi View full book textPage 9
________________ પ્રકરણ બીજામાં મૂર્તિ વિરોધની ઉત્પતીને સંક્ષિપ્ત ઈતિહાસ તથા શ્રીમાન લેકશાહના મૂળ સિદ્ધાંતને ઉલ્લેખ તેમના સમકાલીન લેખકોની કૃતિઓના અનુસારે દર્શાવ્યો છે. જે કૃતિઓ હસ્તલેખિત આજે પણ પાટણ આદિના જ્ઞાન ભંડારેમાં મૌજુદ છે. - પ્રકરણ ત્રીજામાં જૈનાગ અંગે સ્પષ્ટતા કરવા પૂર્વક તેમાં ફેરફારે કેણે ક્યાં છે? અને ડે. ગાંધીએ પંચાંગીમાં નવું ઘુસાડી દેવાને જૈનાચાર્યો ઉપર કરેલ આક્ષેપને ખુલાસો જણાવી કણે કેવી રીતે ઘુસાડી દીધું છે તે સ્પષ્ટપણે જણાવ્યું છે. પ્રકરણ ચોથામાં આજે જગતના દરેક ધર્મરાધકે પ્રત્યક્ષ યા પરોક્ષપણે કેવી રીતે મૂર્તિ પૂજાને અનુસરી રહ્યા છે, અને તેમાં સ્થાનકવાસીઓની પ્રત્યક્ષ ગુરુમૂર્તિની પૂજા મારવાડના ગેરી ગામમાં આવેલ હર્ષચંદ્રજીની પાષાણમય પ્રતિમાના તથા ભરતપુરમાં આર્યજી દ્ધાંજીની પાદુકાના ફેટા દ્વારા દર્શાવી છે. આ ફોટાઓ મુનિ જ્ઞાન સુંદરજીની લેખિત મૂર્તિપૂજાના પ્રાચિન ઇતિહાસમાંથી લેવામાં આવ્યા છે. તથા તે હકિત મુનિ જ્ઞાનસુંદરજીને પત્રથી પુછાવતાં તેઓશ્રીએ મને જણુંવ્યું છે કે તે મૂર્તિ મારી પ્રત્યક્ષ જોએલી છે અને તેથી જ તેમણે તે મકાન તથા મૂર્તિને ફેટો લેવરાવી મૂર્તિ પૂજાના પ્રાચિન ઈતિહાસ નામે પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. તથા તેજ પ્રકરણમાં લંકા મતની ઉત્પત્તી થયા બાદ અત્યાર સુધીમાં તે મતને વસીરાવી સગી મુનિપણું અંગીકાર કરવાવાળા હજારે મુનીરાજે પૈકી કેટલાક વિદ્વાન આચાર્યોના ફોટા તેમના સંક્ષિપ્ત પરિચય પૂર્વક આપવામાં આવ્યા છે. બાકી તો પ્રસ્તુત પુસ્તકમાં મૂર્તિ પૂજા અંગે ઘણુ હકિકતે દર્શાવવામાં આવી છે તે વાંચકને સાયંત વાંચી જવાથી માલુમ પડશે. આ પુસ્તક ડો. એન. કે. ગાંધીના અવલોકનની સમાલોચના રૂપે હઈ તેમણે કરેલ વિષય ખંડનના જ ખુલાસા કરવામાં આવ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274