Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 2
________________ શ્રાવક-શિકII/ ૧. પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વન કરવો. ૨. ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો. ૩. મહિનામાં છ પૌષધ વ્રત અંગીકાર કરવાના લક્ષ્ય, તેની શરૂઆત ભલે મહિનામાં બે પૌષધવ્રતથી થાય, પરંતુ છ પૌષધવ્રત અંગીકાર કરવાનું લક્ષ્ય રાખવું. ૪. ઘરના પ્રત્યેક સદસ્યો-માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બને તેવા સમ્યગૂ પ્રયત્નો કરવા. પ. સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ, વિશિષ્ટ સાધનાનું લક્ષ રાખવું. ૬. મોતની ઘડી સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું. ૭. દુસહ્ય પરિસ્થિતિ અને સંકટના સમયે ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં દિઢ શ્રદ્ધા જાળવી રાખવી. ૮. ચમત્કારોમાં ફસાવું નહિ. ૯. કોઈપણ ધર્મી વ્યકિત પર સંકટ આવે તો પણ ધર્મ-શાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણવિવેક રાખવો. કોઈ પ્રકારના નિરાશા ભર્યા વાક્યો ન બોલવા. ચમત્કાર થવો તે કોઈ પણ ધર્મનું જરૂરી ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. ૧૦. જીવનમાં પૂર્ણ ધાર્મિક સંવર, તપોમયજીવન જીવવાની વય મર્યાદા નક્કી કરી લેવી. ૧૧. ગુણાનુરાગી બનવું, દોષો જોવાથી અળગા રહેવું. ૧૨. ગુણવિકાસ, તપ વિકાસ, જ્ઞાન વિકાસ, સાથે વિનયવિવેકમાં પણ વૃદ્ધિ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 276