Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 5
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૪૩ કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયેગીપણા વિશે દરેક મહાપુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે. આ પ્રમાણે કેઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફત્તેહ મેળવે. અર્થા–“મુહૂર્ત પર્યત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાર્થને વિચારને મૂકી દે અને કઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કેઈપણ આકા૨૫ણે પરિણમેલું હેતું નથી, પણ તરંગ વિનાના સરોવરની માફક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વ૫કાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે, અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટે પછી પિતાપણે (સ્વપણે) સ્વસ્વરૂપે રહે છે. આ સ્વ૫ વખતની પણ ઉત્તમ અવસ્થાને “લય’ અવસ્થા કહેવામાં આવે છે. આ “લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્ત્વજ્ઞાન –આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ બાબત આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે – " यावत् प्रयत्नलेशो, यावत्संकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्त्वज्ञानस्य तु का कथा ॥" “જ્યાં સુધી મન-વચન-કાયાને લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ પણ સંકલ્પવાળી કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તે તત્વજ્ઞાનની વાત જ શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17