Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 15
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૫૩ છે, કેમકે સંતોષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે. મનથી થતી ક્રિયા અને વિરતિ-આભેચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેરછાએ વિરમવું. આ ઉભય શિક્ષાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતાં હોઈએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચારો કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરે, પણ મેટા ખડકેની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનનો સ્પર્શ કરે અને બીજી વાર તેને ત્યાગ કરો, વળી ગમે તે જાતિને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજે વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. - જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમજ મનની અમૂલ્ય યંત્રરચનાને નિપ્રયજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણ ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત્ નાશ પામે છે. વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી?–વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય સરળ નથી. વિચારક્રિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂણ દઢ ન થાય ત્યાં સુધી થોડો થોડો વખત તે અભ્યાસ ચાલુ રાખો. પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિને વ્યય થાય છે. જ્યારે અભ્યાસ પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17