Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૩૯ મનના ભેદ અને તેને વશ કરવાના સરળ ઉપાયે [યોગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય યુગમાં પ્રવેશ થઈ શકતો નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદ બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબત ઉપયોગી જણાઈ છે, તે તે બાબતોને સંગ્રહ યોગશાસ્ત્ર વિગેરે ગ્રન્થમાંથી લઈને જણાવવામાં આવેલ છે.] મનના ભેદે–૧. વિક્ષિપ્ત, ૨. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન. વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતિનાં મને હોય છે અને તેમને વિષય વિપને ગ્રહણ કરવાને છે.” વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપો આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે તે મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય, પણ હિંમત રાખીને તે પિતાને અભ્યાસ આગળ વધારશે તે ઘણું ચપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી વિક્ષિત' દશા ઓળંગ્યા પછી યાતાયાત દશા છે. યાતાયાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17