Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ - ૧૪૨] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાળા સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રબળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ. એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયોગી સૂચના“મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પોની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળો નહીં. આ બે વાતે બુદ્ધિ તિક્ષણ કરી વારંવાર સ્મરણમાં રાખવી.” અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતો અને અભ્યાસ દઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત વિકલ્પ ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે અર્થાત સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે-બાહ્યના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા વિષયાંતર ન જ થાય. એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પિતાની સમગ્ર શક્તિ એક જ માગે વહન કરાવાય છે. નદીના અનેક જૂદા જૂદા વહન થતાં પ્રવાહ પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે અને તેથી પ્રવાહના મૂળ બળના જેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રબળ મન થોડા વખતમાં જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17