Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૧૫ર]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા કરતું હોય, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારો આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેઓને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યના મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે. પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણું જીર્ણ થાય છે. પરિશ્રમ અધિક લાગતું ન હોય તે જેમ યંત્રને હાનિ થતી નથી પણ ઊલટું પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યંત્રને મેટી હાનિ પહોંચે છે. આવી વિકળતાવાળા વિચારનું કારણ તપાસતાં જણાશે કે-તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શોક કે તેવા જ કઈ કારણથી પીડાતા હોય છે. આવા મનુષ્યએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્મના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષવૃત્તિ હૃદયમાં સ્થાપન કરવી કે કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાતો બને છે.” અકસ્માત કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણું ભાગ્યમાં નથી-કર્મમાં નથી, તેવી હાનિ આપણને કેઈ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્મથી આપણું સન્મુખ આવે તે ભેગવવાને સજ્જ થવું, શાંતિથી તેને સ્વીકાર કરવો તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થઈ જશે. આવા વિચારોને નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17