Page #1
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૩૯ મનના ભેદ અને તેને વશ કરવાના
સરળ ઉપાયે [યોગને સર્વ આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂક્યા સિવાય યુગમાં પ્રવેશ થઈ શકતો નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદ બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબત ઉપયોગી જણાઈ છે, તે તે બાબતોને સંગ્રહ યોગશાસ્ત્ર વિગેરે ગ્રન્થમાંથી લઈને જણાવવામાં આવેલ છે.]
મનના ભેદે–૧. વિક્ષિપ્ત, ૨. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન.
વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતિનાં મને હોય છે અને તેમને વિષય વિપને ગ્રહણ કરવાને છે.”
વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપો આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે તે મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય, પણ હિંમત રાખીને તે પિતાને અભ્યાસ આગળ વધારશે તે ઘણું ચપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી વિક્ષિત' દશા ઓળંગ્યા પછી યાતાયાત દશા છે. યાતાયાત
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાળા એટલે જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય અર્થાત્ વિકલ્પ આવી જાય, વળી સમજાવીને ચા ઉપગથી સ્થિર કરાય, વળી ચાલ્યું જાય, આ “યાતાયાત” અવસ્થા છે. પહેલી કરતાં બીજી શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને લેશ રહેલો છે, કારણ કે-જેટલી વાર સ્થિર રહે તેટલી વાર તે આનંદ મેળવે છે.
શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે તથા “સુલીન” નામની ચેથી અવસ્થા નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ તેવા જ તેના ગુણે છે અને તે જ બે મનને ગ્રહણ કરવાને-આદરવાને વિષય છે, એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે. ”
વિવેચન-જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ, ત્રીજી મનની અવસ્થામાં બીજી કરતાં સ્થિરતા વિશેષ હેવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા ચેથી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે.
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના મવડે અભ્યાસની પ્રબળતાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનની ગ્યતા પ્રાપ્ત થાય છે.
ગીએ મન, વચન અને કાયાની ચંચળતાને ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો અને રસના ભરેલા વાસણની માફક આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ.”
Page #3
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસ ચહ
[ ૧૪૧.
વિવેચન–રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માર્ક) આત્માને નિશ્ચલ ધારી રાખવા. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઇએ. વાસણમાં આધારમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચન-કાયાને જરા પણ ક્ષેાભ ન થાય એ માટે અહુ જ પ્રયત્ન કરવા, કેમકે-મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલા છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા ‘ એકાગ્રતા કર્યાં સિવાય અધ થઈ શકતી નથી અને એકાગ્રતા કરવામાં પણ ક્રમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં ‘લય’ અને ‘તત્ત્વજ્ઞાન”ની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખવા અને મન-વચન-કાયામાં ક્ષેાલ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી.
.
એકાગ્રતા-મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેાઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દૃઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે.
પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કોઈ પણ જાતિની ક્રિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યાં વિના ખીજે કાઈ ઉપાય જ નથી. તે
Page #4
--------------------------------------------------------------------------
________________
-
૧૪૨]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાળા સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રબળ પ્રયત્ન પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ.
એકાગ્રતા કરવાની રીતિ અને ઉપયોગી સૂચના“મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પોની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળો નહીં. આ બે વાતે બુદ્ધિ તિક્ષણ કરી વારંવાર સ્મરણમાં રાખવી.” અભ્યાસ ચાલતી વખતે તે એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતો અને અભ્યાસ દઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત વિકલ્પ ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે અર્થાત સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે-બાહ્યના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા વિષયાંતર ન જ થાય. એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પિતાની સમગ્ર શક્તિ એક જ માગે વહન કરાવાય છે. નદીના અનેક જૂદા જૂદા વહન થતાં પ્રવાહ પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે અને તેથી પ્રવાહના મૂળ બળના જેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રબળ મન થોડા વખતમાં જે
Page #5
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૪૩ કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જુદા જુદા વહન થતા મનના પ્રવાહ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયેગીપણા વિશે દરેક મહાપુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે.
આ પ્રમાણે કેઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફત્તેહ મેળવે. અર્થા–“મુહૂર્ત પર્યત પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાર્થને વિચારને મૂકી દે અને કઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કેઈપણ આકા૨૫ણે પરિણમેલું હેતું નથી, પણ તરંગ વિનાના સરોવરની માફક શાંત અવસ્થામાં રહે છે. આ અવસ્થા સ્વ૫કાળથી વધારે વખત રહેતી નથી. આ અવસરે મન શાંત થાય છે, અર્થાત્ મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટે પછી પિતાપણે (સ્વપણે) સ્વસ્વરૂપે રહે છે.
આ સ્વ૫ વખતની પણ ઉત્તમ અવસ્થાને “લય’ અવસ્થા કહેવામાં આવે છે. આ “લય અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં તત્ત્વજ્ઞાન –આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ બાબત આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે –
" यावत् प्रयत्नलेशो, यावत्संकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्त्वज्ञानस्य तु का कथा ॥"
“જ્યાં સુધી મન-વચન-કાયાને લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કોઈ પણ સંકલ્પવાળી કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તે તત્વજ્ઞાનની વાત જ શી
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
શ્રી જી. અ. જેન ગ્રન્થમાળા
કરવી ?” (અર્થાત્ જ્યાં સુધી સકલ્પવિકલ્પની સ્થિતિ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન જ થાય.)
આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ બતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જરા વિસ્તારથી કહેવામાં આવે છે.
આકૃતિ ઉપર એકાગ્રતા-કેાઈ પણ પૂજ્યપુરુષ ઉપર ભક્તિવાળા માણસા સહેલાઈથી એકાગ્રતા કરી શકે છે. ધારા કે-તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહી પાસે આવેલા વૈભારગિર પહાડની ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઇ ઊભેલા છે. આ સ્થલે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહેાના ધેાષ અને તેમની આજુબાજુના હરીઆળીવાળા શાંત અને રમણીય પ્રદેશ,-આ સ તમારા માસિક વિચારોથી ા. આ પના મનને શરૂઆતમાં ખૂશી રાખનાર છે. પછી શ્રી મહાવીર પ્રભુની પગથી તે મસ્તક સુધી સ` આકૃતિ ચિતરા. જેમ ચિતારા ચિતરતા હાય તેમ હળવે હળવે તે આકૃતિનું ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખે અને અનુભવે.
આ આકૃતિ સ્પષ્ટપણે તમે દેખતા હૈ। તેટલી પ્રબળ ૫નાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને સ્થિર કરી રાખા. મુહૂત્તપર્યંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે.
આ પૂજ્ય ભગવાનના શરીરને તમે નહીં દેખેલું હાવાથી તમે કલ્પી ન શકતા હા, તેા તેમની પ્રતિમા-મૂતિ ઉપર એકાગ્રતા કરો.
Page #7
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૧૫ આ તે એક દૃષ્ટાંત છે. આ જ રીતિએ તેમના સમવસરણને ચિતાર ખડે કરી તે ઉપર એકાગ્રતા કરશે. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરે. આ જ પ્રમાણે વીશેય શ્રી તીર્થકરદે અને તમારા પરમ ઉપકારી કઈ પણ ગુરુ-ગી મહાત્મા હેય તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરે. ગમે તેવાં ઉત્તમ અવલંબને લઈને એકાગ્રતા કરવી, એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનું છે જ નહિ.
સદગુણ ઉપર એકાગ્રતા-સદ્ગુણ ઉપર એકાગ્રતા થઈ શકે છે. કેઈ એક સગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિ દ્વારા તેનું મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચે સગુણ પિતે કલ્પી શકાય તેવો ક૫. તેની સામાન્ય રીતે અસર જ્યારે મન ઉપર થાય ત્યારે તેના તાત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવું. છેવટે આ સગુણની એકાગ્રતા સ્વાભાવિક તેના પિતાના ઉપર થાય છે અર્થાત્ પિતે તે તે ગુણરૂપ બની રહે છે.
સૂચના-આ ભક્તિવાળું કે સગુણવાળું અવલંબન મનમાંથી જતું રહેશે અથવા તેમાંથી મન નીકળી જશે. એક વાર નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં, તે અવલંબન વારંવાર મનમાં ઠસાવવું-ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વારંવાર મન લયથી ખસી જશે, પણ એ વાત છેડે વખત તે લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કેહું જેના ઉપર એકાગ્રતા કરવાનો વિચાર કરતે હવે તેને
*૧૦.
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા મૂકી કેવળ કઈ જુદી જ વસ્તુને વિચાર કરું છું. આમ વારંવાર થશે, પણ ધૈર્યતાથી મનને પાછું તે ધ્યેય—એકાગ્રતા માટેના અવલંબન ઉપર ચટાડવું. આ ક્રિયા મહેનત આપનાર લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકે જ નથી, કારણ કે-એકાગ્રતા સિવાય આત્મમાર્ગમાં આગળ વધાશે જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે.
જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિચાર ઉપર ભ્રમણ કરતું હોય, ત્યારે તે જે માગે થઈને ગયું હેય અર્થાત્ જે કમે એક પછી એક વિચાર કરતું આડે રસ્તે ગયું હોય, તે જ રસ્તે ઉલ્કમે અર્થાત્ છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછું ચાલતા અવલંબનમાં ચૂંટાડવું. આ ક્રિયા ઘણી ઉપયોગી અને મનને બેધ તથા પરિશ્રમ આપનાર છે, તેમજ આ ક્રિયાથી વારંવાર ચાલ્યા જતા મનેઅશ્વને કાબૂમાં રાખવાની શક્તિમાં વધારે થાય છે.
અનેક વિચારકમ-“આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠીન પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચારે કરવા.” આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે-જૂદા જુદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા પડે છે અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતિના વિચાર ઉપર મન સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરતાં આ રસ્તે ઘણું સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક
Page #9
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
પારમાયિક લેખસંગ્રહ
[ ૧૪૭ પહોંચી શકે છે, માટે શરૂઆતમાં સાધકોએ આ રસ્તો લે.
વિચાર કરનારને સૂચના-મનને સુશિક્ષિત કરનારા મનુષ્યોએ મનમાં જે વિચારો આવે તેના સંબંધમાં દૃઢ સાવધાનતા રાખવી જોઈએ.
- નિરંતર એવો દૃઢ નિર્ણય કરે કે “મારે અસદ્દ વિચારે બીહુલ મનમાં દાખલ થવા દેવા નથી.” કદાચ તે પસી જાય તો તત્કાળ કાઢી નાંખવા, તેમજ તે ખરાબ વિચારના સ્થાને તેનાથી વિપરીત સારા વિચારોને તરત જ
સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કેથેડા વખત પછી પોતાની મેળે જ સારા વિચારે કરશે અને અસદુ વિચારે દૂર થશે, માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરવો. આપણા મનમાં આવતા વિચારેની જે આપણે પિતે તપાસ કરીશું, તે ખાત્રી થશે કે-જે વિચારેને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ તે જ પ્રકારના તે વિચારે છે.
“પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકૂળ જે વિચારે હેય તેનું મન આકર્ષણ કરે છે, માટે જ આપણે નિર્ણય કરવો જોઈએ કે આવા જ વિચારો મારે કરવા અને આવા વિચાર ન જ કરવા.”
એકાગ્રતાને જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે, તેથી આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા તે કામ મન પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તેને આવી ટેવ પડાવવી જ પડશે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
અશુદ્ધ વિચારો સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યાને અનેક વર્ષોં વ્યતીત કરવા પડે છે, પરંતુ શુદ્ધ વિચારાને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારાને અવકાશ રહેતા નથી : તેમજ અશુદ્ધ વિચારાને પ્રત્યુત્તર નહિ આપનાર મન જેમ જેમ પાતા તરફ્ આકર્ષાતું જાય છે, તેમ તેમ મનુષ્ય ખરામ વિચારીને નહિ સ્વીકારવાને ચૈાગ્ય બનતા જાય છે. સારા વિચાર કરવાના અભ્યાસ રાખવાથી, ખરાખ વિચારી ન કરવાની દૃઢતાવાળા અને સારા વિચારે સ્વીકાર કરવાના સામર્થ્યવાળા આપણે બનીએ છીએ. અસદ્ વિચારાને સ્થાને સદ્ભવિચાશ આ પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે–તમને કોઈ મનુષ્યના સંખ`ધી અપ્રિય વિચાર આન્ગેા, તે તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં કાઈ જૂદા જ સદ્ગુણુ હાય અથત્રા તેણે કાંઈ સારુ કાર્ય કર્યું હાય તેના વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે. કદાચ તમારું મન ચિંતાથી વ્યગ્ર હાય, તે તે ઠેકાણે તે ચિંતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરા, અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીય વાન્ મહાત્માના વિચાર। સ્થાપન કરે, જેથી ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે.
કદાચ તમને શરીરાદિ ઉપર રાગ-સ્નેહ થતા હોય, તે વસ્તુની ઉત્પત્તિનું મૂળ અને તેનું અંતિમ પરિણામઆ એ વિચારે –તપાસેા. તે વિચાર સ્થાપન કરતાં રાગને મદ્રલે વિરાગ થશે. કદાચ કાઈ અમુક પ્રકારના ખરામ
તે
Page #11
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૧૪૯
વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ્મ માંઢે કરી રાખવું અને તે પદ કે સૂત્રનું વારવાર મતમાં પુનરાવર્તન કરવું–ગણવું-ખેલવું. આમ નિર'તર કરવાથી ઘેાડા જ દિવસે પછી તે ખરાબ વિચારા આવતા અધ પડશે.
પ્રાત:કાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે।. ઉત્તમ શિક્ષાવાળા પઢો કે ભજનાનું ધીમે ધીમે પડન કરો. પઠન કરતી વખતે મનને! તમામ પ્રવાહ પ્રબળતાથી તેમાં વહન કરાવા અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદે એલે. તેનાથી અંતઃક રણને દૃઢ વાસિત કરી અને ત્યાર પછી જ ખીજું કાઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂ મન કેઈ કામમાં રાકાયેલું હોય, ત્યારે તે પદોનું પુનરાવર્તન તમારૂ મન કર્યો કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેોટા ભાગમાં પણ વાસિત થઈ રહેશે.
વિચારશક્તિ ખીલવવાની ક્રિયા-વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસે તરફથી આવી ફરિયાદ આવે છે કે-અમે સારા વિચાર કરવા બેસીએ છીએ, પણ કાંઈ સારા વિચાર આવતા નથી, અથવા ખરાબ વિચારા વગર તેડ્યા આવી પહોંચે છે.
તેઓએ સમજવું જોઈ એ કે-દૃઢ આગ્રહપૂર્વક નિર’તર અભ્યાસથી જ વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારે પછી સારા હાય કે નઠારા હાય, પણ સારા વિચારથી
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૫૦ ]
શ્રી જી. એ. જેન થસ્થમાલા સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે.
વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દઢતાને આધાર રહે છે.
મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરે અને પોતાની માનસિક શક્તિઓ સુધારવાનો નિશ્ચય લક્ષમાં રાખો. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હેય, એવા કોઈ વિષયના સંબંધમાં કઈ ઉત્તમ પુરુષે લખેલું અને તેમાં નવીન પ્રબળ વિચાર દાખલ થયા હોય તેવું પુસ્તક લેવું. તેમાંથી ડાં વાકયે હળવે હળવે વાંચવાં. પછી વાચેલ વાક્ય ઉપર દૃઢતાથી–આસક્ત ચિત્તથી વિચાર કરે. જેટલા વખતમાં તે વાક્યો વાંચ્યાં હોય તેથી બમણું વખત સુધી વિચાર કરે.
વાંચવાનું કારણ નવા વિચાર મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રબળ કરવાનું છે. શરૂઆતમાં અહીં ઘડી (બાર મીનીટ) વાંચવાનું બસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે.
કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બળમાં સ્પષ્ટ વધારો થયેલે માલુમ
Page #13
--------------------------------------------------------------------------
________________
પરાધિક લેખસંગ્રહ
[ ૧૫૧ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચારે કરી શકે છે.
આ સર્વ વિચારની ઉત્પત્તિનું મૂળ આપણે આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારે દ્વારા બહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે--અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિતા દેખાય છે તે સત્તાશક્તિની ન્યૂનતાને લીધે નહિ, પણ સાધનની અગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધન મેળવી પ્રયત્ન કરનાર વિજ્યી નિવડશે.”
પિતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષેભ થાય તેવાં નિમિત્તોને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારંવાર સ્મરણમાં રાખવી કે–અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરી છે. એક દિવસને અભ્યાસ ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી.
મનની અસ્તવ્યસ્ત સ્થિતિ અને તેના નાશને ઉપાય-જે માણસે વિચારશક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણા અસ્તવ્યસ્ત વિચારે છેય છે. કોઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારંવાર તેઓ જેમ-તેમ વિના પ્રજને જેવા–તેવા વિચારો કર્યા કરે છે અને પ્રેર્ય-પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડુંઅવળું વિના પ્રજને જેમ-તેમ ફર્યા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૫ર].
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા કરતું હોય, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારો આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેઓને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યના મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે. પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણું જીર્ણ થાય છે. પરિશ્રમ અધિક લાગતું ન હોય તે જેમ યંત્રને હાનિ થતી નથી પણ ઊલટું પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યંત્રને મેટી હાનિ પહોંચે છે. આવી વિકળતાવાળા વિચારનું કારણ તપાસતાં જણાશે કે-તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શોક કે તેવા જ કઈ કારણથી પીડાતા હોય છે. આવા મનુષ્યએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્મના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષવૃત્તિ હૃદયમાં સ્થાપન કરવી કે
કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાતો બને છે.” અકસ્માત કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણું ભાગ્યમાં નથી-કર્મમાં નથી, તેવી હાનિ આપણને કેઈ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કર્મથી આપણું સન્મુખ આવે તે ભેગવવાને સજ્જ થવું, શાંતિથી તેને સ્વીકાર કરવો તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી થઈ જશે. આવા વિચારોને નિત્ય અભ્યાસ રાખીએ તે મનની વિકળતા દૂર થઈ જાય
Page #15
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૫૩ છે, કેમકે સંતોષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.
મનથી થતી ક્રિયા અને વિરતિ-આભેચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેરછાએ વિરમવું. આ ઉભય શિક્ષાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે.
જ્યારે આપણે મનન કરતાં હોઈએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચારો કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરે, પણ મેટા ખડકેની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનનો સ્પર્શ કરે અને બીજી વાર તેને ત્યાગ કરો, વળી ગમે તે જાતિને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજે વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ.
- જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમજ મનની અમૂલ્ય યંત્રરચનાને નિપ્રયજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તે તેથી કાંઈ પણ ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત્ નાશ પામે છે.
વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી?–વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય સરળ નથી. વિચારક્રિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને અભ્યાસ સંપૂણ દઢ ન થાય ત્યાં સુધી થોડો થોડો વખત તે અભ્યાસ ચાલુ રાખો.
પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિને વ્યય થાય છે. જ્યારે અભ્યાસ પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
કા માં વ્યાવૃત હોય ત્યારે અન્ય વિચારને મૂકી દેવા અને જો મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તે તરત જ તેમાંથી પેાતાનું મન નિવૃત્ત કરવું-ખેંચી લેવું. કોઈ પણ વિચાર અલાત્કારે મનમાં આવે તે તેનાથી આગ્રહૅસહિત પાછું ફરવું, અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને સૂકી દેવાકાઢી નાંખવા. જરૂર જણાય તે શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની ( આકાશની ) પના કરવી. કેવળ શાંતતા તથા અધકારના અનુભવ કરવાના યત્ન કરવા. આ પ્રમાણે જો આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તેા નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે.
ખાદ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવું, એ ઉત્તમ ભૂમિકાના પ્રાર’ભની નિશાની યા પ્રસ્તાવના કરવા જેવું છે. મનને શાંતિ આપવાના સરળ મા-મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાના અનન્ય માર્ગ અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણા સહેલા માગ વિચારનું પરાવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિર'તર આગ્રહસહિત વિચાર કરતા હોય, તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઇએ, કે જે શ્રેણ ઉપર તે પેાતાનું મન વિશ્રાંતિ માટે પરાવન કરી શકે. જેમકે-દ્રવ્યાનુચેાગના વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે તે વિચારશ્રેણિ મૂકી દઈ થાડા વખત કથાનુયોગ ( મહાપુરૂષાનાં ચરિત્રા)ના વિચારની શ્રેણિને અગીકાર કરવી : અથવા ધ્યાનસમાપ્તિ કર્યાં પછી જેમ ખાર ભાવના સંબધી
Page #17
--------------------------------------------------------------------------
________________ પારમાથિ લેખસંગ્રહ [ 155 શ્રેણિ સાધકો અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી કોઈ જૂદા જ પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલા કે કંટાળેલા મનને સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચારશ્રેણિમાં વિશ્રાંતિ પામી શકશે. જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારના વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર પડે છે. જે તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તે શરીર જેમ પક્ષઘાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થાય છે, માટે વિચારક્રમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી અને છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી એકાગ્રતા દ્વારા “લય” અને “તત્ત્વજ્ઞાન” સુપ્રાપ્ત કરવાં. મનની એકાગ્રતા” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવામાં જે જે બાબતે ઉપયોગી જણાઈ છે, તે તે બાબતેની સામાન્ય સુચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવે છે. સાધકને એકાગ્રતા અને તત્વજ્ઞાન સુલભ થાય, તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચારશક્તિ ખીલવવી, અનેક સારા વિચાર કરવાને અભ્યાસ રાખવે, આકૃતિ ઉપર કે સગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી અને પછી નિર્વિચાર થવું. છેવટે મનની શાંત (ઉપશમ) “લય” અને “તત્ત્વજ્ઞાન” પ્રાપ્ત કરવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પૂરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે, તે આગળ શું કરવું તે તેઓને પિતાની મેળે સમજાશે.