SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] શ્રી જી. એ. જેન થસ્થમાલા સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે. વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દઢતાને આધાર રહે છે. મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાને અભ્યાસ કરે અને પોતાની માનસિક શક્તિઓ સુધારવાનો નિશ્ચય લક્ષમાં રાખો. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હેય, એવા કોઈ વિષયના સંબંધમાં કઈ ઉત્તમ પુરુષે લખેલું અને તેમાં નવીન પ્રબળ વિચાર દાખલ થયા હોય તેવું પુસ્તક લેવું. તેમાંથી ડાં વાકયે હળવે હળવે વાંચવાં. પછી વાચેલ વાક્ય ઉપર દૃઢતાથી–આસક્ત ચિત્તથી વિચાર કરે. જેટલા વખતમાં તે વાક્યો વાંચ્યાં હોય તેથી બમણું વખત સુધી વિચાર કરે. વાંચવાનું કારણ નવા વિચાર મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રબળ કરવાનું છે. શરૂઆતમાં અહીં ઘડી (બાર મીનીટ) વાંચવાનું બસ છે, કારણ કે વધારે વખત વાંચવાથી દઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે. કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બળમાં સ્પષ્ટ વધારો થયેલે માલુમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249596
Book TitleManna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size872 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy