SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ચહ [ ૧૪૧. વિવેચન–રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માર્ક) આત્માને નિશ્ચલ ધારી રાખવા. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઇએ. વાસણમાં આધારમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચન-કાયાને જરા પણ ક્ષેાભ ન થાય એ માટે અહુ જ પ્રયત્ન કરવા, કેમકે-મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલા છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા ‘ એકાગ્રતા કર્યાં સિવાય અધ થઈ શકતી નથી અને એકાગ્રતા કરવામાં પણ ક્રમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં ‘લય’ અને ‘તત્ત્વજ્ઞાન”ની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખવા અને મન-વચન-કાયામાં ક્ષેાલ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી. . એકાગ્રતા-મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કેાઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દૃઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે. પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કોઈ પણ જાતિની ક્રિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યાં વિના ખીજે કાઈ ઉપાય જ નથી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249596
Book TitleManna Bhedo ane Tene Vash Karvana Saral Upayo
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size872 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy