Book Title: Manna Bhedo ane Tene Vash Karvana Saral Upayo Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 8
________________ ૧૪૬ ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા મૂકી કેવળ કઈ જુદી જ વસ્તુને વિચાર કરું છું. આમ વારંવાર થશે, પણ ધૈર્યતાથી મનને પાછું તે ધ્યેય—એકાગ્રતા માટેના અવલંબન ઉપર ચટાડવું. આ ક્રિયા મહેનત આપનાર લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકે જ નથી, કારણ કે-એકાગ્રતા સિવાય આત્મમાર્ગમાં આગળ વધાશે જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે. જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિચાર ઉપર ભ્રમણ કરતું હોય, ત્યારે તે જે માગે થઈને ગયું હેય અર્થાત્ જે કમે એક પછી એક વિચાર કરતું આડે રસ્તે ગયું હોય, તે જ રસ્તે ઉલ્કમે અર્થાત્ છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછું ચાલતા અવલંબનમાં ચૂંટાડવું. આ ક્રિયા ઘણી ઉપયોગી અને મનને બેધ તથા પરિશ્રમ આપનાર છે, તેમજ આ ક્રિયાથી વારંવાર ચાલ્યા જતા મનેઅશ્વને કાબૂમાં રાખવાની શક્તિમાં વધારે થાય છે. અનેક વિચારકમ-“આ એકાગ્રતાને અભ્યાસ જેઓને કઠીન પડે તેઓએ જુદી જુદી જાતના અનેક વિચારે કરવા.” આ પણ એકાગ્રતાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે-જૂદા જુદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા પડે છે અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતિના વિચાર ઉપર મન સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરતાં આ રસ્તે ઘણું સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17