Book Title: Mangalvada Sangraha
Author(s): Vairagyarativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 24
________________ २४ કાર્યોમાં વિઘ્ન ઊભું થયું. અવસરે મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ બાદશાહને આ વાત કરી. આ સાંભળીને બાદશાહને આંચકો લાગ્યો. પણ તરત જ તેણે ફરમાને લખી આપ્યું. ત્યારથી બાદશાહ અકબરના દેશમાં ‘જઝીયાવેરો' દૂર થયો આથી બધા જ લોકો ઉપદ્રવરહિત થયા (પ્રકાશ-૪ શ્લોક ૧૬ ૮થી ૧૭૩) બાદશાહ અકબર અચાનક મૃત્યુ પામ્યો તેની ગાદીએ ‘જહાંગીર’ શહેન શાહ થયો. ૨૪ (પ્રકાશ-૪ શ્લોક ૧૭૪થી ૧૮૧) ઉપા, શ્રી ભાનુ ચન્દ્રજી ગણી બાદશાહ અકબર સાથે ઘણો સમય રહ્યા હતા. ર૩ વર્ષ પછી તેઓ બાદશાહ જહાંગીરની અનુ જ્ઞા લઈને મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી સાથે ગુજરાતમાં અમદાવાદ આવ્યા.૨૫ ખંભાતમાં શ્રીવિજયસેનસૂરિજીને વંદન કરી તેમની આજ્ઞાથી અમદાવાદ ચાતુર્માસ કર્યું. ૨૬ ચોમાસામાં તે સ્થાનના સ્વામી ‘વિક્રમાર્ક' –એ સમવસરણમાં શ્રીજિનેશ્વરદેવની પૂજા રચી. અને અમારિ-પટહનો ઉઘોષ કર્યો.૨૭ ત્યારબાદનું ચોમાસું ‘મહેસાણા' કર્યું. ચોમાસા પછી પાટણ આવ્યા. પાટણમાં ખરતરગચ્છના આચાર્યોએ તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિજીની ઉન્નતિ જોઈ તે ટાળવા તેમને વાદ માટે નિમંત્રણ આપ્યું. વિજય દેવસૂરિજી એ મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીને વાદ માટે યોગ્ય માન્યા. મુનિશ્રી સિદ્ધિચન્દ્રજી એ વાદમાં જય પ્રાપ્ત કર્યો. ૨૮ (પ્રકાશ-૪ શ્લોક-૧૮૨થી ૧૯૫) પાટણમાં ‘લાલી’ નામની શ્રાવિકાએ કરેલા જિનબિમ્બ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આ છેલ્લી મુલાકાત હતી. ‘સૂરીશ્વર અને સમ્રા મુજબ મૃત્યુની છેલ્લી ઘડીમાં બાદશાહ અકબરે તેને રાજયચિહ્નો આપી ‘બાદશાહ' બનાવ્યો હતો. જુઓ પૃષ્ઠ-૩૬૮). ૨૪. વિ. સં. ૧૫૫૨ કાર્તક સુદ-૧૪ મંગળવારે બાદશાહ અકબર મૃત્યુ પામ્યો. ઇતિહાસ પ્રમાણે ઈ. સ. ૧૬૦૫, ૧૭મી ઑક્ટોબર. ૩૬ વર્ષની ઉંમરે સલીમ અકબરની ગાદીએ આવ્યો અને ‘નિરૂદ્દીન મોહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’ તરીકે પ્રસિદ્ધ થયો. વિ. સં. ૧૯૬૧માં મુનિશ્રી સિદ્ધિચન્દ્રજીની ઉંમર ૧૮ વર્ષની હોય. ૨૫. પૂર્વે કહ્યું તેમ ઉપા. શ્રી ભાનુ ચન્દ્રજીગણીને જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી એ બાદશાહ અકબર પાસે મોકલ્યા હતા. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજી વિ. સં. ૧૯૪૩માં ગુજરાત આવ્યા પછી તરત જ ઉપા. શ્રી ભાનુચન્દ્રજી બાદશાહ પાસે ગયા હોય તો વિ.સં. ૧૬૬૬માં ગુજરાત આવ્યા હોય તે સંભવ છે. વિ. સં. ૧૬ ૬૬ ૬૭નું ચાતુર્માસ અમદાવાદ કર્યું હશે. આ સમયે મુનિ શ્રી સિદ્ધિચન્દ્રજીની વય ૨૨ વર્ષની હશે. ૨૬. વિ. સં. ૧૬૬૬ના ચૈત્ર મહિને જહાંગીરે ઉપા.શ્રી ભાનુ ચન્દ્રજી ગણી તેમજ મુનિશ્રી સિદ્ધિચંદ્રજીને ઉદ્દેશીને ફરમાન મોકલ્યું હતું. ફરમાન અવતરણ–‘‘વિજયસેનસૂરિ અને વિજયદેવસૂરિ કે જેઓ ત્યાં (ગુજરાતમાં) છે, તેમના હાલની ખબરદારી કરી જ્યારે ભાનુચન્દ્ર અને સિદ્ધિચન્દ્ર ત્યાં આવી પહોંચે ત્યારે તેમની સાર સંભાળ રાખી, જે કામ કરવાનું તેઓ રજૂ કરે તેને પૂર્ણ કરી આપવું જોઈએ.” ૨૭. થોડા સમય માટે બાદશાહ જહાંગીરે તેને ગુજરાત સૂબા તરીકે મોકલ્યો હતો તેને પ૦૦૦ થોડા આપ્યા હતા. વિક્રમાર્ક એકબરનો પણ માનીતો હતો. ૨૮. તેમનું વિતોન્મત્તવાદ્રીનાગૂ વિશેષણ સાર્થક છે. (જુઓ તેમની કૃતિ ભક્તામરસ્તોત્રવૃત્તિ, શ્લોક-૨.) asta\mangal-t\3rd proof

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91