Book Title: Mangalmay Yog Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 6
________________ પ્રાયશ્ચિત્ત વડે પલટીને યોગમાં જોડી દીધા. સંસાર ભાવનો નિરોધ કરી, દોરડા પર જ યોગ સાધી લીધો. યોગનો આવો મહિમા જાણી મોક્ષાર્થી યોગ સાધના ચૂકતો નથી. જેનું મન તત્ત્વોપદેશના પ્રવાહથી ધોવાઈને નિર્મળ બન્યું છે, જગતના કંદોથી રહિત થયું છે, તેવા યોગી ઉચિત આચારનું પાલન કરનારા, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ યોગસ્વરૂપ રસાયણનું પાન કરીને પરમપદને પ્રાપ્ત કરે છે. દુષ્કર તપ તપે, કરોડો જાપ કરે કે ક્રિયાનું કષ્ટ કરે, પણ જો તે સાધક યોગ માર્ગે જતો નથી, અર્થાત્ પોતાની અંતરવૃત્તિને જ્ઞાનસ્વરૂપ પ્રત્યે જોડતો નથી તો તે યોગ રહિત સ્વર્ગનો અધિકારી બનશે. પરંતુ તેવા શુભયોગને ઉલ્લંઘીને જે શુદ્ધયોગમાં પ્રવર્તે છે તે અવશ્ય પંચમગતિનો પથિક બને છે. માટે તપ, જપ કે ક્રિયા સર્વે અનુષ્ઠાનો ઓઘસંજ્ઞાને બદલે યોગસ્વરૂપ થવા જોઈએ. આરાધના કરવાનું પ્રયોજન યોગમય હશે તો તે કષ્ટરૂપ નહીં બને પણ મંગલમય બનશે. યોગ સ્વયં આનંદ અને સુખમય છે. તેથી મંગલમય છે. જેમ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ નવકારમંત્ર છે, તેમ સર્વ સાધન કે સાધ્યમાં યોગ મંગલમય છે. મંગલમય યોગનો ભાવાનુવાદ – વિવેચન કરતાં અંતરંગ પરિણતિને યોગમાર્ગે વાળવાનો બોધ પ્રાપ્ત થયો છે. તેથી આશા છે કે જે કોઈ આ ગ્રંથને વાંચશે, વિચારશે, આચરશે તેને જરૂર યોગનો બોધ મંગળકારી થશે. માટે ગ્રંથ તમારા વરદ હસ્તમાં આવે ત્યારે તેને ખૂબ પ્રેમપૂર્વક દષ્ટિમાં લેજો. પછી હૃદયમાં ધારણ કરજો. ગ્રંથના ભાવાનુવાદમાં કંઈ પણ ક્ષતિ હોય તો તે માટે મિચ્છામિ : દુક્કડં. જે કોઈનો જે પ્રકારે સહયોગ મળ્યો છે તે માટે સૌનું અભિવાદન કરું છું. ગ્રંથનું અધ્યયન કરીને તમને સૌને જીવનનું પાથેય મળી રહે તો તેમાં ગ્રંથલેખનના આનંદમાં વૃદ્ધિ થશે. તમને આ ગ્રંથ મળે પછી તમારા અન્ય મિત્રોને પણ વંચાવજો, ઓછામાં ઓછા એવા પાંચ મિત્રો બનાવશો ? શુભેચ્છા સાથે સુનંદાબહેન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 222