________________
“બાહ્યથી શ્વેતાંબર હો, દિગંબર હો, બુદ્ધ હો કે અન્ય હો જેનું ચિત્ત સમભાવથી ભાવિત છે તે અવશ્ય (પરમાત્મસ્વરૂપ) મોક્ષને પામે છે.”
सर्वमोहक्षयात् साम्ये सर्वशुद्धे सयोगिनि(नः) ।
सर्वशुद्धात्मनस्त्वेष प्रभुः सर्वस्फुटीभवेत् ॥ ७ ॥ ભાવાર્થ : મોહના સર્વથા ક્ષયથી સામ્ય સર્વથા શુદ્ધતા થતાં જ સયોગી કેવળીરૂપ સર્વ શુદ્ધાત્માને આ પરમાત્મા સર્વથા સ્પષ્ટ થાય
વિવેચન : જીવને માટે બે વલણ છે. તે મોહવશ સંસારની દીર્ઘ યાત્રા કર્યા કરે કે મોક્ષ પામી સંસારનો ક્ષય કરે. જીવનો સ્વાભાવિક મોક્ષભાવ મોહરૂપી રાહુથી રસાયેલો છે. જો તે આ મોહનો ત્યાગ કરે તો મોક્ષભાવ પ્રગટ થાય.
મુખ્યત્વે આઠ પ્રકારનાં કર્મોમાં સવિશેષ બંધનકારી પ્રકૃતિ મોહનીયની છે. કોઈ મહિપુણ્યના યોગે જીવના કર્મનો ભાર હળવો થતાં મોહનીયની પ્રકૃતિ દબાય છે કે ઉપશમે છે ત્યારે જીવ સામ્યભાવની દિશામાં વળે છે. વળી તે મોહનીય કર્મની પ્રકૃતિનો ક્રમે કરીને સર્વથા ક્ષય થતાં સામ્ય-ભાવ-ગુણ પર લાગેલું કષાયનું આવરણ હટી જાય છે, ત્યારે સામ્યભાવની પૂર્ણ શુદ્ધિ થઈ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે સ્વયં શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. માટે સામ્યભાવ મૂળ ગુણ છે. તે ગુણોના પ્રભાવે ગમે તેવા મોહથી પીડા પામેલા જીવો શીઘ્રતાથી મોક્ષ પામે છે. અવ્યાબાધ-અપીડાકારી સુખને પામે છે.
સામ્ય એટલે મોક્ષપ્રાપ્તિના સમાન સામર્થ્યવાળા આત્માના જ્ઞાનદર્શન ચારિત્રરૂપ ગુણો છે. તેનું આરાધન તે સામાયિક છે, જેમાં સમતાનો લાભ છે. તે સમતાને ધારણ કરવાથી આત્મા રાગદ્વેષરહિત સમવૃત્તિવાળો થાય છે. જે સામ્યભાવની શુદ્ધિવાળો છે, તે સમસ્ત જીવરાશિ પ્રત્યે સ્વાત્મતુલ્ય દૃષ્ટિયુક્ત છે.
મંગલમય યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org