Book Title: Mangalmay Yog Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 7
________________ યોગધારા અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે આનંદમાં રહેવું આનંદમાં રહેવું રે. અનુભવી. ડગવું નહિ દુઃખ પચ્ચેથી, સમજી સહેવું રે, વાસનાનો વળગાડ ત્યજીને વૈરાગ્યે વહેવું રે. અનુભવી. આત્મવત્ અન્યને ગણી, દુઃખ ન દેવું રે, કર્માધીન સર્વે જીવો છે, પછી કોને કહેવું રે. અનુભવી. તત્ત્વ પામેલાને માઠી, ટાળવી ટેવું રે, લક્ષનું સ્થાન અનુભવેથી, લક્ષમાં લેવું રે. અનુભવી. સમદષ્ટિથી દેખાશે જગ, જેવું છે તેવું રે, સંતશિષ્ય અનુભવે, અનુભવથી એવું રે. અનુભવી. જેમ જેમ વિશિદ્ધાત્મા, દુઃખી જીવો જુએ બધા, તેમ તેમ સદા તે તો, બને વિરક્ત વિશ્વથી, તત્ત્વોપદેશ ધારાથી, ધોવાનું મન નિર્મળું, ઉચિતાચાર નિર્બદ્ધ, દેતો આનંદ સર્વને, સ્વસ્વરૂપે રહી યોગી, પીને યોગ રસાયણો, બધાયે ક્લેશથી શૂન્ય, પામતો પદ મોક્ષનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 222