Book Title: Mangalmay Yog Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 4
________________ પ્રાસંગિક પ્રસ્તુત ગ્રંથનું મૂળ નામ “યોગસાર છે. એ ગ્રંથ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી ઈ. સ. ૧૯૮૭માં પ્રકાશિત થયેલો. તેના આધાર પર વિદ્યમાન પૂ. શ્રી. ભદ્રગુપ્તસૂરિજીની પ્રેરણાથી “મંગલમય યોગ' ગ્રંથમાં તેનો ભાવાનુવાદ કર્યો છે. “યોગસાર' ગ્રંથના લેખકનું નામ ઉપલબ્ધ નથી. લેખનની મેળવણી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત અધ્યાત્મસાર સાથે અંશતઃ મળતી આવે છે એવું જણાય છે. જોકે ઉપાધ્યાજીએ જે કૃતિઓ રચી છે તેમાં અંતમાં “યશ” શબ્દ વડે ઉલ્લેખ મળે છે. તેથી સંભવ છે કે આ ગ્રંથના રચયિતા અન્ય હોઈ શકે. જૈન દર્શનમાં “યોગ' શબ્દનો અને તેના રહસ્યનો અત્યંત મહિમા હતો, છે, અને રહેશે. યોગ અસંખ્ય પ્રકારના છે. જેને ત્રિકરણયોગ કહેવામાં આવે છે. તે મન, વચન અને કાયા છે. પુલના સંયોગે આત્મામાં જે વિશેષ પરિણામ થાય છે ત્યારે મનની પ્રવૃત્તિને મનયોગ, વચનની પ્રવૃત્તિને વચનયોગ, અને કાયાની પ્રવૃત્તિને કાયયોગ કહેવામાં આવે છે. આ યોગ પ્રાયે શુભાશુભ આશ્રવનું કારણ બને છે. પરંતુ પારમાર્થિક યોગ એ અંતરની શુભ પરિણતિ છે. પ્રસ્તુત ગ્રંથમાં યોગનું જે રહસ્ય ઉદ્યાટિત કર્યું છે તે યોગ આત્મ પરિણામનું મોક્ષમાર્ગના હેતુમાં જોડાવું તે છે. પછી તે યોગ જ્ઞાન, ધ્યાન, ક્રિયા, ભક્તિ, ઈત્યાદિ અનેક પ્રકારે હોઈ શકે. પરંતુ તેનું અર્થઘટન એક જ હોય છે કે આત્મપરિણામ મોક્ષને પ્રયોજનભૂત હોય છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનયોગની મુખ્યતા ગ્રંથમાં જણાવી છે. સંસારી જીવન કર્મસહિત હોવાથી વ્યવહારમાં અનેક ભેદ અને વિચિત્રતા જોવામાં આવે છે. આત્મા જ્યારે જ્ઞાનયોગ પર આરૂઢ થાય છે. ત્યારે તેનું જીવન અભેદ બને છે. સૌપ્રથમ તો યોગી દેહ અને આત્માને ભિન્ન જાણી તેના ભેદજ્ઞાન વડે સ્વસ્વરૂપે અભેદ થાય છે. યોગી જંગલમાં હોય કે મહેલમાં, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 222