Book Title: Manav Dharma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ માનવધર્મ મારું નુકસાન કરે તો શું થાય ? માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું લોકોને આપવું અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. આપણને કો'ક ધોલ મારે તે નથી ગમતું, તો આપણે ધોલ ના આપવી જોઈએ બીજાને. આપણને કોઈ ગાળ દે તે આપણને નથી ગમતી. માટે બીજા કોઈને આપણે આપવી નહીં. માનવધર્મ એટલે આપણને જે ના રૂચે તે બીજાની પ્રત્યે કરવું નહીં. આપણને ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું, એનું નામ માનવધર્મ. એવું રાખું છું કે નથી રાખતો ? કોઈને હેરાન કરું છું ? નહીં, ત્યારે સારું ! મારે લીધે કોઈને અડચણ ના આવે' એવું રહ્યું એટલે તો કામ જ થઈ ગયું ને ! રસ્તામાંથી રૂપિયા જવા, તો... પછી કો'કના પંદર હજાર રૂપિયા, સો-સો રૂપિયાની નોટનું એક બંડલ આપણને રસ્તામાંથી જડ્યું તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુ:ખ થતું હશે ? એટલે આપણે જઈને પેપરમાં જાહેર ખબર આપવી જોઈએ કે, ‘ભાઈ, જાહેર ખબરના પૈસા આપી, માલસામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાવ.' બસ, આટલી જ રીતે માનવતા સમજવાની છે. કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે, એવું આપણે સમજી શકીએ ! આવી રીતે તેમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ. પણ અત્યારે આ માનવતા તો વિસારે પડી ગઈ છે ને ઊડી ગઈ છે ! તેના દુઃખ છેને આ બધા ! લોક તો એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. એ માનવતા ન કહેવાય. તે અત્યારે તો લોક કહે છે કે જે મળ્યું એ તો મફતનું જ છેને ! ત્યારે ભઈ તારું ખોવાયું તેય પેલાને મફતનું જ છે ને ! પ્રશ્નકર્તા: પણ મને આ પૈસા મળ્યા તો હવે બીજુ કંઈ નહીં, મારી માનવધર્મ પાસે નથી રાખવા પણ ગરીબમાં હું વહેંચી દઈશ, તો ? દાદાશ્રી : ના. ગરીબને નહીં, એ માણસને કેમ પહોંચે એવું એ તપાસ-બપાસ કરી અને એને ખબર આપીને તે પહોંચાડી દે, એમ છતાંય જો એ માણસનું ઠેકાણું ન પડે, પરદેશી હોય, તો પછી આપણે એ પૈસાનો ગમે તે સારો ઉપયોગ કરવો પણ આપણી પાસે ન રાખવા. અને તમે પાછું આપ્યું હશે તો તમારું પાછું આપનારા મળી આવશે. તમે જ પાછું ન આપો તો તમારું શી રીતે પાછું આવશે ?! એટલે ડેવલપમેન્ટ આપણું ફેરવવું જોઈએ. આવું ના ચાલે, આ માર્ગ જ ના કહેવાયને ?' આટલા આટલા રૂપિયા અહીં કમાવો છો તો ય સુખી નહીં, એ કઈ જાતનું ?! અત્યારે તમે બે હજાર કો'કના લાવ્યા અને પછી આપવાની સગવડ નથી ને મનમાં ભાવ થયો, ‘હવે આપણે ક્યાં આગળ એનું ખાતું પાડી આપીશું ? આપણે ના કહી દઈશું.’ એ ભાવ થયો ત્યારથી જ મનમાં વિચાર આવે કે મારી પાસે લઈ ગયો હોય અને કો'ક આવો ભાવ કરે તો મારી શું દશા થાય ? એટલે આપણે ભાવ બગડે નહીં એવી રીતે રહેવું, એનું નામ માનવધર્મ. કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટું જ્ઞાન. આટલું સાચવી લેજો. કંદમૂળ ના ખાતા હોય, પણ માનવતા ના સાચવતા આવડે તો નકામું છે. એવા તો લોકોનું દબાવીને કેટલાંય જાનવરમાં ગયા છે, હજી પાછા આવ્યા જ નથી. આ તો કાયદાનું રાજ છે, અહીં પોપાબાઈનું રાજ નથી. અહીં પોલ ચાલે નહીં, પોલમ્પોલ, પોપાબાઈનું રાજ હશે ? રાજમાં કાયદાનું રાજ કે પોપાબાઈનું રાજ ? પ્રશ્નકર્તા: સ્વભાવિક રાજ છે ! દાદાશ્રી : હા, સ્વભાવિક રાજ છે. ના, ચાલે નહીં. સમજ પડી, ભાઈ ? મને જેટલું દુઃખ થતું હશે, એવું એને થતું હશે કે નહીં ? આવો વિચાર આવે એ બધા માનવધર્મ, નહીં તો માનવધર્મ જ કેમ કહેવાય ?

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22