Book Title: Manav Dharma Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ માનવધર્મ માનવતાનો ધ્યેય ! પ્રશ્નકર્તા: મનુષ્ય જીવનનો ધ્યેય શું છે ? દાદાશ્રી : માનવતાના ફિફટી પરસેન્ટ આવવા જોઈએ. જે માનવધર્મ છે, એમાં ફિફટી પરસેન્ટેય માર્ક આવવા જોઈએ. એ માનવ જીવનનો ધ્યેય અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય, તેને નાઈન્ટી પરસેન્ટ માર્ક આવવા જોઈએ. માનવતાના ગુણો તો આવવા જોઈએને ? જો માનવતા જ નથી, તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો ? આ તો લાઈફ’ બધી ‘ક્યર’ થઈ ગઈ છે. શેના સારુ જીવે છે, તેનું ય ભાન નથી. મનુષ્યસાર શું ? જે ગતિમાં જવું હોય તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય. એ સંત સમાગમથી આવે ! પ્રશ્નકર્તા : હવે મનુષ્યનો જે ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું અનિવાર્ય છે અને કેટલા સમય સુધી ? દાદાશ્રી : માનવતામાં શું શું ગુણો છે અને કેવી રીતે એ પ્રાપ્ત થાય માનવધર્મ એ બધું જાણવું જોઈએ. જે માનવતાના ગુણો ધરાવતા હોય એવા સંત પુરુષ હોય ત્યાં જઈને તમારે બેસવું જોઈએ. આ છે ખરો માનવધર્મ ! અત્યારે કયો ધર્મ પાળું છું ? પ્રશ્નકર્તા : માનવધર્મ પાળું છું. દાદાશ્રી : માનવધર્મ કોને કહેવાય ? પ્રશ્નકર્તા : બસ, શાંતિ ! દાદાશ્રી : ના. શાંતિ તો માનવધર્મ પાળીએ એનું ફળ છે. પણ માનવધર્મ એટલે શું પાળું છું તું ? પ્રશ્નકર્તા : પાળવાનું કશું નહીં. કોઈ વાડો નહીં રાખવાનો, બસ. જ્ઞાતિ નહીં રાખવી, એનું નામ માનવધર્મ. દાદાશ્રી : ના, એનું નામ માનવધર્મ નહીં. પ્રશ્નકર્તા તો માનવધર્મ શું છે ? દાદાશ્રી : માનવધર્મ એટલે શું ? થોડી ઘણી વાત કરું. આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે પણ થોડી વાત કરીએ આપણે. ટૂંકમાં તો કોઈ મનુષ્યને આપણા નિમિત્તે દુ:ખ ના થાય, બીજા જાનવરની વાત જવા દો પણ મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ, એ માનવધર્મ છે. | બાકી, ખરી રીતે તો માનવધર્મ કોને કહેવાય છે ? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22