Book Title: Manav Dharma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation
Catalog link: https://jainqq.org/explore/008860/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાના કથિત માનવધર્મી માનવધશે તો જીવનમાં ! આ માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય? કો'કે મને ગાળ ભાંડી તે ઘડીએ હું એને ગાળ ભાંડું તે પહેલાં મારા મનમાં એમ થાય કે જે મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માનીને માંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે. એટલે આ પુસ્તક જ છપાવીને, બધી રક્લો કોલેજોમાં ચાલુ થઈ જવા જોઈએ. આખું પુસ્તકરૂપે વાંચ-સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ, તે ભૂલ છે આ બધી. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે. માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. દિકરી iPETIT'25મ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : દાદા ભગવાન ફાઉન્ડેશન વતી શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન - (૦૭૯) ૭૫૪૦૪૦૮, ૭૫૪૩૯૭૯ ટેલી/ફેક્સ - (૦૭૯) ૭૫૪૫૪૨૦ E-Mail: dimple @ad1.vsnl.net.in : સંપાદકને સ્વાધીન માનવધર્મ પ્રથમ આવૃતિ : ૧૦,૦૦૦ દ્વિતીય આવૃતિ: ૫૦૦૦, મે, ૨૦૦૦ નવે, ૨000 ભાવ મૂલ્ય : ‘પરમ વિનય’ અને ‘હું કંઈ જ જાણતો નથી' એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૩ રૂપિયા (રાહત દરે). લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ. સંકલન : ડૉ. નીરુબહેન અમીત મુદ્રક : મહાવિદેહ ફાઉન્ડેશન, (પ્રિન્ટીંગ ડીવીઝન) ધોબી ઘાટ, | દૂધેશ્વર, અમદાવાદ-૪ ફોન : પ૬૨૯૧૯૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ ત્રિમંત્ર દાદા ભગવાન કોણ ? પ્રગટયા ‘દાદા ભગવાત' ૧૯૫૮માં ! જૂન, ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન' સંપૂર્ણપણે પ્રગટ થયા! અને કુદરતે એ સમયે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્વર્ય! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું? વિવિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા! આમ કુદરતે, જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામનાં પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ! અક્રમમાર્ગતી અદ્ભૂત કુદરતતી ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો, શોર્ટ કટ, લિફટ માર્ગ અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! દાદા ભગવાન કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ’નો ફોડ પાડતા કહેતાં, ‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે, એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.'' હું કોણ છું ? અનંત અવતારથી ‘પોતે' પોતાથી જ ગુપ્ત રહેલો છે! પોતે કોણ છે એ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેથડ? હું કોણ? Page #4 -------------------------------------------------------------------------- ________________ મારૂં શું ? I એ વસ્તુ સ્વરૂપ છે ને My સંયોગ સ્વરૂપ છે.I એ ભગવાન ને My એ માયા. નામને My name કહીએ. Body ને My body. My mind, My speech, My ego, My intellect, My wife, My children, My money, My house કહેવાય. પણ I am house કહેવાય ? જગતમાં જે જે છે એ બધું My માં જાય છે, I માં શું આવે છે ? બીજું કંઈ જ નહિ. I એકલો જ છે, Absolute છે. અને તે I આપણે પોતે જ છીએ, રીયલ છીએ, પરમેનન્ટ છીએ ને My બધું પારકું છે, રીલેટીવ છે, ટેમ્પરરી છે. રીયલમાં આપણે જે છીએ તે જાણવાનું છે. I એ આત્મા છે, My એ સંસારની વળગણો છે. જગતકર્તાતી વાસ્તવિકતાઓ ! આ જગત કોણે બનાવ્યું? God is not creator of this world at all. Only scientific circumstancial evidences છે આ. ભગવાન જો ક્રીયેટર હોય, અને આ દુનિયા એ ચલાવતો હોય તો તે કાયમનો ઉપરી ઠરત. પછી મોક્ષ જેવી, કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ વાત છે. જે દુનિયા ચલાવે તેને માથે જવાબદારી. પછી આપણને કર્મ જેવું રહે જ નહીં ને ! જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ-અનંત છે. Eternal છે. એનો કોઈ કર્તા નથી કે ચલાવનાર નથી. It happens. બધું સ્વયંભૂ છે. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is in every creature whether visible or invisible, not in man made creation! ભગવાન બીજે કયાંય નથી, જીવમાત્રની મહીં રહેલા છે! કર્તા, વૈમિત્તિક કર્તા ! આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. પણ નૈમિતિક કર્તા છે. આ જગતમાં કોઈ જન્મ્યું નથી કે જેને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શક્તિ હતી કે નહિ! ભલભલા ડૉકટરને ય એનું અટકે ત્યારે બીજા ડૉકટરની મદદ લેવી પડે કે નહિ? જ્યાં બીજાની કિંચિત્ માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પૂરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શક્તિ ક્યાંય નથી. કેટલાં બધાં સંયોગો ભેગાં થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ એક સંયોગથી કોઈ કાર્ય ન બને! સાદી ચા બનાવવી હોય તો કેટલી બધી ચીજવસ્તુઓની જરૂર પડે? આમાં આપણે કેટલા કર્તા? એક નાની અમસ્તી દીવાસળી ના હોય તો? તપેલું ના હોય તો? સ્ટવ ના હોય તો? આપણે સ્વતંત્ર કર્તા હોઈએ તો કોઈ ચીજની જરૂર વગર જ કરી શકીએ. પણ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. બધાં નૈમિત્તિક કર્તા છે. જ્ઞાતીનાં લક્ષણો પ્રકાશ્યાં બાળપણથી જ...... પૂજ્યશ્રીનો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૭, વડોદરા પાસેના તરસાળી ગામમાં. પિતાશ્રી મૂળજીભાઈ અને માતા ઝવેરબા, પત્ની હીરાબા. બાળપણથી જ દીવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહી તો તેઓશ્રીએ ના પાડી! માતાએ કહ્યું કે ‘કંઠી બંધાવીશ નહીં તો નુગરો (ગુરૂ વિનાનો) કહેવાઈશ.’ પૂજ્યશ્રીએ કહ્યું, ‘મને જે જ્ઞાન આપે, તે મારા ગુરૂ. કંઠી બાંધવાથી થોડા ગુરૂ થઈ જાય?!’ તે તેમણે વૈષ્ણવની કંઠી ના બંધાવી તે ના જ બંધાવી. સ્કુલમાં લ.સા.અ. (L.C.M.) પ્રથમવાર શિક્ષકે શીખવ્યું કે આ બધી રકમોમાં નાનામાં નાની અવિભાજ્ય તથા બધામાં સમાયેલી હોય, તે રકમ ખોળી કાઢો. એ એનો લ.સા.અ. કહેવાશે. પૂજ્યશ્રીએ તરત જ ઊભા થઈને બોલ્યા, ‘માસ્તર, માસ્તર! આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા! બધામાં સમાયેલા, નાનામાં નાના ને અવિભાજ્ય તો ભગવાન જ છે ને! F તેરમે વરસે એક સંતે એમને આર્શિવાદ આપતાં કહ્યું, ‘જા બચ્ચા, ભગવાન તુમકો મોક્ષમેં લે જાયેગા.' ત્યારે એમણે કહ્યું, ‘ભગવાન મને મોક્ષે લઈ જાય એવો મોક્ષ મારે ના જોઈએ. ભગવાન મોક્ષે લઈ જાય એટલે માથે એ ઉપરી ઠર્યો. ઉપરી અને મોક્ષ બે વિરોધાભાસ છે!' પિતાશ્રી ને મોટા ભાઈ સાથે વાત કરતા સાંભળી ગયા કે અંબાલાલ મેટ્રીક પાસ થાય એટલે વિલાયત મોકલી સૂબો બનાવીશું. એટલે પોતે મેટ્રીકમાં જાણી-જોઈને નાપાસ થયા. કારણ કે નોકરી તો જીંદગીમાં કરવી નથી! માથે બોસ ના જોઈએ. પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો, ‘આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંડવાનું જ ને!' પૈણ Page #5 -------------------------------------------------------------------------- ________________ ચઢ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર! વીસમે વરસે બાબો જન્મ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, ‘શેની પાર્ટી?’ પૂજ્યશ્રીએ કહ્યું, ‘મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!' અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષનાં દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થૂળ દેહવિલય. સૂક્ષ્મદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીનો સિધ્ધાંત * વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા! આત્મજ્ઞાત પ્રાપ્તિની વર્તમાને પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ-દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે. સંપાદકીય મનુષ્યપણાનું જીવન તો બધા જીવી જ રહ્યા છે. જન્મ્યા, ભણ્યા, નોકરી કરી, પરણ્યા, બાપા બન્યા, દાદા બન્યા ને ઠાઠડીમાં ગયા. જીવનનો આ જ ક્રમ હશે ? આવી રીતે જીવન જીવવાનો હેતુ શો ? શા માટે જન્મ લેવો પડે છે ? જીવનમાં શું પ્રાપ્ત કરવાનું છે ? માનવદેહ મળ્યો તે પોતે માનવધર્મમાં હોવો જોઈએ. માનવતા સહિત હોવો જોઈએ, તો જીવન ધન્ય બન્યું કહેવાય. માનવતાની વ્યાખ્યા પોતાની જાત ઉપરથી જ નક્કી કરવાની છે. મને કોઈ દુ:ખ આપે તો મને નથી ગમતું, તો મારે કોઈને દુઃખ ન આપવું જોઈએ. આ સિદ્ધાંત જીવનનાં દરેક વ્યવહારમાં જેને ફીટ થઈ ગયો, તેનામાં પૂરી માનવતા આવી ગઈ. મનુષ્યપણું એ તો ચાર ગતિનું જંકશન છે. ત્યાંથી ચારે ય ગતિમાં જવાની છૂટ છે. પણ જેવાં કારણો સેવ્યાં હોય તે ગતિમાં જવું પડે. માનવધર્મમાં રહ્યા તો ફરી પાછો મનુષ્યપણું દેખશે અને માનવધર્મ પરવારી ગયા તો જાનવરમાં અવતાર આવી જાય. માનવધર્મથી આગળ સુપરહ્યૂમનના ધર્મમાં આવ્યો અને આખી જિંદગી પરોપકારમાં ગઈ, તો દેવગતિમાં અવતાર થાય અને મનુષ્યમાં આત્મજ્ઞાની પાસેથી આત્મધર્મ પ્રાપ્ત કરી લે તો ઠેઠ મોક્ષગતિ - પરમપદને પ્રાપ્ત કરી શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ તો માનવી પોતાના માનવધર્મમાં પ્રગતિ માંડે તેની સુંદર સમજણ સત્સંગ દ્વારા પ્રાપ્ત કરાવી છે. તે સર્વે પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે. જે આજના બાળકો-યુવાનોને પહોંચે તો જીવનની શરૂઆતથી માનવધર્મમાં આવી જાય તો આ મનુષ્યપણું સાર્થક થઈ ધન્ય બની જાય એ જ અભ્યર્થના ! - ડૉ. નીરુબહેન અમીન Page #6 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ માનવતાનો ધ્યેય ! પ્રશ્નકર્તા: મનુષ્ય જીવનનો ધ્યેય શું છે ? દાદાશ્રી : માનવતાના ફિફટી પરસેન્ટ આવવા જોઈએ. જે માનવધર્મ છે, એમાં ફિફટી પરસેન્ટેય માર્ક આવવા જોઈએ. એ માનવ જીવનનો ધ્યેય અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય, તેને નાઈન્ટી પરસેન્ટ માર્ક આવવા જોઈએ. માનવતાના ગુણો તો આવવા જોઈએને ? જો માનવતા જ નથી, તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો ? આ તો લાઈફ’ બધી ‘ક્યર’ થઈ ગઈ છે. શેના સારુ જીવે છે, તેનું ય ભાન નથી. મનુષ્યસાર શું ? જે ગતિમાં જવું હોય તે ગતિ મળે, અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષ થાય. એ સંત સમાગમથી આવે ! પ્રશ્નકર્તા : હવે મનુષ્યનો જે ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું અનિવાર્ય છે અને કેટલા સમય સુધી ? દાદાશ્રી : માનવતામાં શું શું ગુણો છે અને કેવી રીતે એ પ્રાપ્ત થાય માનવધર્મ એ બધું જાણવું જોઈએ. જે માનવતાના ગુણો ધરાવતા હોય એવા સંત પુરુષ હોય ત્યાં જઈને તમારે બેસવું જોઈએ. આ છે ખરો માનવધર્મ ! અત્યારે કયો ધર્મ પાળું છું ? પ્રશ્નકર્તા : માનવધર્મ પાળું છું. દાદાશ્રી : માનવધર્મ કોને કહેવાય ? પ્રશ્નકર્તા : બસ, શાંતિ ! દાદાશ્રી : ના. શાંતિ તો માનવધર્મ પાળીએ એનું ફળ છે. પણ માનવધર્મ એટલે શું પાળું છું તું ? પ્રશ્નકર્તા : પાળવાનું કશું નહીં. કોઈ વાડો નહીં રાખવાનો, બસ. જ્ઞાતિ નહીં રાખવી, એનું નામ માનવધર્મ. દાદાશ્રી : ના, એનું નામ માનવધર્મ નહીં. પ્રશ્નકર્તા તો માનવધર્મ શું છે ? દાદાશ્રી : માનવધર્મ એટલે શું ? થોડી ઘણી વાત કરું. આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે પણ થોડી વાત કરીએ આપણે. ટૂંકમાં તો કોઈ મનુષ્યને આપણા નિમિત્તે દુ:ખ ના થાય, બીજા જાનવરની વાત જવા દો પણ મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ, એ માનવધર્મ છે. | બાકી, ખરી રીતે તો માનવધર્મ કોને કહેવાય છે ? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ મારું નુકસાન કરે તો શું થાય ? માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું લોકોને આપવું અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. આપણને કો'ક ધોલ મારે તે નથી ગમતું, તો આપણે ધોલ ના આપવી જોઈએ બીજાને. આપણને કોઈ ગાળ દે તે આપણને નથી ગમતી. માટે બીજા કોઈને આપણે આપવી નહીં. માનવધર્મ એટલે આપણને જે ના રૂચે તે બીજાની પ્રત્યે કરવું નહીં. આપણને ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું, એનું નામ માનવધર્મ. એવું રાખું છું કે નથી રાખતો ? કોઈને હેરાન કરું છું ? નહીં, ત્યારે સારું ! મારે લીધે કોઈને અડચણ ના આવે' એવું રહ્યું એટલે તો કામ જ થઈ ગયું ને ! રસ્તામાંથી રૂપિયા જવા, તો... પછી કો'કના પંદર હજાર રૂપિયા, સો-સો રૂપિયાની નોટનું એક બંડલ આપણને રસ્તામાંથી જડ્યું તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુ:ખ થતું હશે ? એટલે આપણે જઈને પેપરમાં જાહેર ખબર આપવી જોઈએ કે, ‘ભાઈ, જાહેર ખબરના પૈસા આપી, માલસામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાવ.' બસ, આટલી જ રીતે માનવતા સમજવાની છે. કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે, એવું આપણે સમજી શકીએ ! આવી રીતે તેમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ. પણ અત્યારે આ માનવતા તો વિસારે પડી ગઈ છે ને ઊડી ગઈ છે ! તેના દુઃખ છેને આ બધા ! લોક તો એકલા પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. એ માનવતા ન કહેવાય. તે અત્યારે તો લોક કહે છે કે જે મળ્યું એ તો મફતનું જ છેને ! ત્યારે ભઈ તારું ખોવાયું તેય પેલાને મફતનું જ છે ને ! પ્રશ્નકર્તા: પણ મને આ પૈસા મળ્યા તો હવે બીજુ કંઈ નહીં, મારી માનવધર્મ પાસે નથી રાખવા પણ ગરીબમાં હું વહેંચી દઈશ, તો ? દાદાશ્રી : ના. ગરીબને નહીં, એ માણસને કેમ પહોંચે એવું એ તપાસ-બપાસ કરી અને એને ખબર આપીને તે પહોંચાડી દે, એમ છતાંય જો એ માણસનું ઠેકાણું ન પડે, પરદેશી હોય, તો પછી આપણે એ પૈસાનો ગમે તે સારો ઉપયોગ કરવો પણ આપણી પાસે ન રાખવા. અને તમે પાછું આપ્યું હશે તો તમારું પાછું આપનારા મળી આવશે. તમે જ પાછું ન આપો તો તમારું શી રીતે પાછું આવશે ?! એટલે ડેવલપમેન્ટ આપણું ફેરવવું જોઈએ. આવું ના ચાલે, આ માર્ગ જ ના કહેવાયને ?' આટલા આટલા રૂપિયા અહીં કમાવો છો તો ય સુખી નહીં, એ કઈ જાતનું ?! અત્યારે તમે બે હજાર કો'કના લાવ્યા અને પછી આપવાની સગવડ નથી ને મનમાં ભાવ થયો, ‘હવે આપણે ક્યાં આગળ એનું ખાતું પાડી આપીશું ? આપણે ના કહી દઈશું.’ એ ભાવ થયો ત્યારથી જ મનમાં વિચાર આવે કે મારી પાસે લઈ ગયો હોય અને કો'ક આવો ભાવ કરે તો મારી શું દશા થાય ? એટલે આપણે ભાવ બગડે નહીં એવી રીતે રહેવું, એનું નામ માનવધર્મ. કોઈને દુઃખ ના થાય એ મોટામાં મોટું જ્ઞાન. આટલું સાચવી લેજો. કંદમૂળ ના ખાતા હોય, પણ માનવતા ના સાચવતા આવડે તો નકામું છે. એવા તો લોકોનું દબાવીને કેટલાંય જાનવરમાં ગયા છે, હજી પાછા આવ્યા જ નથી. આ તો કાયદાનું રાજ છે, અહીં પોપાબાઈનું રાજ નથી. અહીં પોલ ચાલે નહીં, પોલમ્પોલ, પોપાબાઈનું રાજ હશે ? રાજમાં કાયદાનું રાજ કે પોપાબાઈનું રાજ ? પ્રશ્નકર્તા: સ્વભાવિક રાજ છે ! દાદાશ્રી : હા, સ્વભાવિક રાજ છે. ના, ચાલે નહીં. સમજ પડી, ભાઈ ? મને જેટલું દુઃખ થતું હશે, એવું એને થતું હશે કે નહીં ? આવો વિચાર આવે એ બધા માનવધર્મ, નહીં તો માનવધર્મ જ કેમ કહેવાય ? Page #8 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ઉછીતા પૈસા ન ચૂકવે તો ? અત્યારે દસ હજાર આપણને આપ્યા હોય અને પાછાં ના આપીએ, તે ઘડીએ આપણા મનમાં વિચાર થાય કે ‘મેં કોઈને આપ્યા હોય ને એ ના આપે તો મને કેટલું દુ:ખ થાય ?! માટે એને વહેલી તકે આપી દેવા.’ આપણા હાથમાં રાખવું નહીં. માનવધર્મ એટલે શું ? જે દુઃખ આપણને થાય છે તે દુઃખ એને થાય જ. પણ માનવધર્મ દરેકનો જુદો જુદો હોય. જેટલું ડેવલપમેન્ટ હોય એવો એનો માનવધર્મ હોય. માનવધર્મ એક પ્રકારનો ના હોય. કોઈને દુઃખ આપતી વખતે મનમાં એમ થાય કે મને દુઃખ આપે તો શું થાય ? એટલે દુઃખ આપવાનું બંધ કરી દે એ માનવતા. ઘરે મહેમાત આવે ત્યારે... કોઈને ઘેર મહેમાન થયા હોય તે સામાનો વિચાર કરવો જોઈએ કે આપણે ઘેર પંદર દિવસ મહેમાન રહે તો કેવું થાય ? સામાને બોજારૂપ ના થવું. બે દિવસ રહીને બહાનું કાઢીને હોટલમાં જતા રહેવું. લોકો પોતાના જ સુખમાં રહ્યા છે. બીજાને સુખ થાય તો મને સુખ થાય, એવી બધી વાત જ છૂટી જવા માંડી છે. બીજાના સુખે સુખી છું એવું બધું ઊડી ગયું આપણે ત્યાં અને પોતાના સુખમાં જ કે મને ચા મળી એટલે ચાલ્યું, કહેશે. તમારે બીજી જવાબદારીઓની જરૂર નથી. કંદમૂળ ખાવા નહીં એ તો તમારે ના જાણો તો ચાલશે. પણ આટલું જાણો તો બહુ થઈ ગયું. તમને જે દુઃખ થાય છે એવું દુઃખ કોઈને ના થાય એવી રીતે રહેવું. એને માનવધર્મ કહેવામાં આવે છે. એટલો જ ધર્મ પાળે તો બહુ થઈ ગયું. અત્યારે આવા કળિયુગમાં માનવધર્મ પાળતા હોય, તેને મોક્ષના માટે સિક્કો મારી આપવો પડે. હવે સારા કાળમાં માનવધર્મ પાળે તેને આટલું ના ચાલે. આ તો અત્યારે ઓછા ટકાએ પાસ કરી દેવાના. હું શું કહેવા માગું છું તે સમજાય છે ? એટલે પાપ શેમાં અને પાપ શેમાં નહીં ? તે સમજી જાવ. માનવધર્મ બીજે દ્રષ્ટિ બગાડી, ત્યાં માતવધર્મ ચૂક્યો ! પછી એથી આગળ માનવધર્મ એટલે શું કે સ્ત્રીને જોઈને આકર્ષણ થાય કે તરત જ વિચારે કે મારી બેનની ઉપર કોઈની નજર ખરાબ થાય તો શું થાય ? મને દુઃખ થાય. એમ વિચારે એનું નામ માનવધર્મ. માટે મારે ખરાબ નજરથી ન જોવું જોઈએ. એવો પસ્તાવો લે. એનું આવું ડેવલપમેન્ટ હોવું જોઈએ ને ! માનવતા એટલે શું ? પોતાની સ્ત્રી ઉપર કોઈ દ્રષ્ટિ બગાડે તો પોતાને ન ગમે, તો એવી સામાની સ્ત્રી પર દ્રષ્ટિ ન કરે, પોતાની છોડીઓ ઉપર કોઈ દ્રષ્ટિ બગાડે તો પોતાને ન ગમે, તો એવી સામાની છોડીઓ પર દ્રષ્ટિ ન કરે. કારણ કે પોતાને ખ્યાલ આવવો જ જોઈએ કે હું કો'કની છોકરી પર દ્રષ્ટિ કરું છું તો કો'ક મારી છોકરી પર કરશે જ. એવો ખ્યાલ રહેવો જ જોઈએ તો એ માનવધર્મ કહેવાય. માનવધર્મ એટલે જે આપણને ગમતું નથી, એ બીજા જોડે ન કરવું. આપણને પોતાને નથી પસંદ તે લોકો સાથે ક્યારેય પણ ન કરવું, એનું નામ માનવધર્મ, માનવધર્મ લિમિટેડ છે. લિમિટની બહાર નથી. પણ એટલું જ જો એ કરે તો ઘણું થઈ ગયું. આ પરસ્ત્રી હોય અને પોતાની સ્ત્રી હોય, તો ભગવાને કહ્યું કે ભઈ, તું પૈણ્યો છું એ જગતે એક્સેપ્ટ કર્યુ છે, તારા સાસરીવાળાએ એક્સેપ્ટ કર્યુ છે, તારા કુટુંબીઓ એક્સેપ્ટ કરે છે, ગામવાળા એક્સેપ્ટ કરે છે. સાથે લઈને સિનેમામાં જઈએ તો કોઈ આંગળીઓ કરે ? અને પારકીને લઈને જઈએ તો ? પ્રશ્નકર્તા : અમેરિકામાં એનો વાંધો નથી હોતો. દાદાશ્રી : અમેરિકામાં વાંધો નહીં, પણ હિન્દુસ્તાનને માટે વાંધો હોય છે ને ? આ વાત કરેક્ટ છે પણ ત્યાંના લોકો નહીં સમજે, પણ આપણે જે દેશમાં જન્મ્યા છીએ, ત્યાં વાંધો ઉઠાવે છે ને ! તે વાંધો એ જ ગુનો છે. અમેરિકામાં, ત્યાં વાંધો નથી ત્યારે. ત્યાં બહુ જાનવરમાં જવાનું હોતું નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ અહીં આગળ એંસી ટકા મનુષ્યો જાનવરમાં જવાના છે. અત્યારનાં એઈટી પરસન્ટ માણસ. કારણ કે મનુષ્યપણામાં આવી અને શું કરે છે ? ત્યારે કહે, ભેળસેળ કરે છે તે અણહક્કનું ભોગવી લે, અણહક્કનું લૂંટી લે, અણહક્કનું લઈ લેવાની ઈચ્છાઓ કરે, અણહક્કના વિચારો કરે અગર પરસ્ત્રીઓ ઉપર દ્રષ્ટિ બગાડે. પોતાની હક્કની સ્ત્રી ભોગવવાનો રાઈટ છે મનુષ્યને, પણ અણહક્કની પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ પણ ન બગાડાય, એનો પણ દંડ મળે છે. ખાલી દ્રષ્ટિ બગાડી તેનો જ દંડ એનું ય પણ જાનવરપણું મળે છે. કારણ કે પાશવતા થઈ. માનવતા હોવી જોઈએ. ૭ માનવધર્મ એટલે શું ? હક્કનું ભોગવવું, એનું નામ માનવધર્મ. એવું આપ સ્વીકારો છો કે નહીં ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : અને અણહક્કનું તે ? પ્રશ્નકર્તા : નહીં સ્વીકારવું જોઈએ. જાનવર યોનિમાં જવાના એની કંઈ સાબિતી ખરી ? દાદાશ્રી : હા, સાબિતી સાથે છે. સાબિતી વગર એમ ને એમ ગણ્યું ના મરાય. મનુષ્યપણું ક્યાં સુધી રહે ? અણહક્કનું કિંચિત્માત્ર ન ભોગવે ત્યાં સુધી મનુષ્યપણું છે. પોતાના હક્કનું ખાય તે મનુષ્ય થાય. અણહક્કનું ખાય તે જાનવર થાય. હક્કનું બીજાને આપી દેશો તો દેવગતિ થાય અને અણહક્કનું મારીને લેશો તો નર્કગતિમાં જાય. માતવતાનો અર્થ માનવતા એટલે મારું હું ભોગવું ને તારું તું ભોગવ. મારે ભાગે આવ્યું તે મારું ને તારે ભાગે આવ્યું તે તારું. પરાયામાં દ્રષ્ટિ ના કરે એ માનવતાનો અર્થ. પછી પાશવતા એટલે મારું એ ય મારું અને તારું એ ય માનવધર્મ મારું ! અને દૈવીગુણ કોને કહેવાય ? તારું એ તારું અને મારું એ ય તારું. પરોપકારી હોય એ પોતાનું હોય, તે ય બીજાને આપી દે. એવા દૈવીગુણવાળા હોય કે ના હોય ? આપને માનવતા બહુ જોવામાં આવે છે બધે ? ८ પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ જોવામાં આવે ને કોઈ જગ્યાએ જોવામાં ના ય આવે. દાદાશ્રી : કોઈ મનુષ્યમાં પાશવતા જોવામાં આવે છે ? એ શીંગડા ઉગામે ત્યારે આપણે ના સમજીએ કે આ પાડો છે, તે શીગડાં મારવા આવે છે ! ત્યારે આપણે ખસી જવું જોઈએ. આ પાડો તો રાજાનેય ન છોડે. સામો જો રાજા આવતો હોય તો ય પણ ભેંસના ભઈ તો એમ છે તે મલકાતા જ હેંડતા હોય ! રાજાને ફરવું પડે, પણ એ ના ફરે. આ છે માતવતાથી ય ઊંચો ગુણ ! પછી માનવતાથી ઉપર ‘સુપર હ્યુમન’ કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનું નુકસાન કરો તો ય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને ‘હેલ્પ’ કરે ! તમે ફરી એમને નુકસાન કરો તો ય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે. એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવું કે આ ભાઈ ‘સુપર હ્યુમન’ છે. એ દૈવીગુણ કહેવાય. એવાં તો કો’ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીંને ! કારણ કે લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે ! માનવતાનાં ધર્મની વિરુદ્ધ કોઈ પણ ધર્મનું આચરણ કરે, જો પાશવી ધર્મનું આચરણ કરે તો પશુમાં જાય. જો રાક્ષસી ધર્મનું આચરણ કરે તો રાક્ષસમાં જાય, એટલે નર્કગતિમાં જાય અને જો સુપર હ્યુમન ધર્મનું આચરણ કરે તો દેવગતિમાં જાય. એવું આપને સમજાયું ? હું શું કહેવા માગું છું તે ? જેટલું જાણે તેટલો ધર્મ શીખવાડે ! અહીં આગળ સંત પુરુષો અને જ્ઞાની પુરુષો જ જન્મ લે છે અને તે લોકોને લાભ આપે છે. પોતે તર્યા હોય અને બીજાને તારવાનો લાભ આપે Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માનવધર્મ ભાડે ને પછી આપણે એમને ગાળ ભાંડીએ, કોઈ માણસ આપણને માર મારે અને પછી આપણે એને માર મારીએ તો પશુ જ થઈ ગયા પછી. માનવધર્મ રહ્યો જ ક્યાં ? એટલે ધર્મ એવા હોવા જોઈએ કે કોઈને દુઃખ ના થાય. માનવધર્મ છે. પોતે જેવા થયા હોય એવું કરી આપે. પોતે જેવા થયા હોય, માનવધર્મ પાળતો હોય તો માનવધર્મ શીખવાડે. આથી આગળનો છે તે દૈવધર્મ શીખવાડે. એટલે અતિમાનવનો ધર્મ શું છે એ જાણતા હોય તો અતિમાનવનો ધર્મ શીખવાડે. એટલે જે જે ધર્મ જાણે તે શીખવાડે. અને આ બધા અવલંબનથી મુક્તપણાનું જ્ઞાન જાણતા હોય, એ મુક્ત થયેલા હોય તે મુક્તપણાનું પણ જ્ઞાન આપે. આવો છે પાશવતાનો ધર્મ ! પ્રશ્નકર્તા : સાચો ધર્મ તે માનવધર્મ છે. હવે એમાં ખાસ જાણવું છે કે ખરો માનવધર્મ એટલે કોઈને પણ દુઃખુ ના થાય. એ મોટામાં મોટો એનો પાયો જ છે. પૈસો હોય, લક્ષ્મી હોય, સત્તા હોય, વૈભવ હોય એ બધાનો દુપયોગ ના કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. આ બધા માનવધર્મના પ્રિન્સિપાલ છે એમ મારું માનવું છે, તો આપની પાસે જાણવા માગું છું કે આ બરોબર છે ? દાદાશ્રી : સાચો માનવધર્મ એ જ છે કે કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર દુઃખ ના આપવું જોઈએ. કોઈ દુ:ખ આપે તો સામો પાશવતા કરે છે પણ આપણે પાશવતા નહીં કરવી જોઈએ, જો માનવ રહેવું હોય તો. અને માનવધર્મ સારી રીતે પાળે તો મોક્ષમાં જવાની વાર જ નથી, માનવધર્મ જ જો સમજી જાય તો બહુ થઈ ગયું. બીજો કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં. માનવધર્મ એટલે પાશવતા નહીં, એનું નામ માનવધર્મ. આપણને કોઈ ગાળ ભાંડે તો એ પાશવતા કરે છે પણ આપણે પાશવતા ન કરી શકીએ. આપણે મનુષ્યના પ્રમાણમાં સમતા રાખીએ. અને એને કહીએ કે ભાઈ, મારો શો ગુનો છે ? તું મને બતાડ તો મારો ગુનો કાઢી નાખું.’ માનવધર્મ એવો હોવો જોઈએ કે કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ ના થાય. કો'કનાથી આપણને દુઃખ થાય તો તે એનો પાશવી ધર્મ છે. તે આપણે સામે એના બદલે પાશવીધર્મ ના કરી શકાય. પાશવીની સામે પાશવી નહીં થવું. એનું નામ માનવધર્મ. આપને સમજમાં આવે છે? ટીટ ફોર ટેટ ના ચાલે, માનવધર્મમાં. માનવધર્મ કોઈ માણસ આપણને ગાળ હવે કહેવાય ઈન્સાન અને ઈન્સાનિયત તો ચાલી ગયેલી હોય. ત્યાર પછી એને શું કામનું તે ? જે તલમાં તેલ જ ના હોય, એ તલ કામના શું? એને તલ કહેવાય જ કેમ કરીને ? એની ઈન્સાનિયત તો ચાલી ગયેલી હોય છે. ઈન્સાનિયત જોઈએ પહેલી. ત્યારે, સિનેમાવાળા ગાય છે ને, ‘કિતના બદલ ગયા ઈન્સાન....” ત્યારે મૂઆ, રહ્યું શું છે ? ઈન્સાન બદલ ગયા તો મૂડી ખોવાઈ ગઈ આખી. હવે શાનો વેપાર કરીશ, મૂઆ ? અંડરહેન્ડ જોડે ફરજ બજાવતા... પ્રશ્નકર્તા: આપણા હાથ નીચે કોઈ કામ કરતાં હોય, છોકરો હોય કે ઓફિસમાં હોય કે ગમે તે હોય, એ પોતાની ફરજ ચૂકતા હોય તે ઘડીએ આપણે તેને સાચી સલાહ આપીએ. હવે એનાથી પેલાને દુઃખ તો થાય તો તે ઘડીએ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય તેમ લાગે છે. એટલે શું કરવું ત્યાં ? દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં સુધી વાંધો નહીં. એની ઉપર તમારો પાશવતાનો ઈરાદો હોય, તે ન હોવો જોઈએ. અને વિરોધાભાસ ઉત્પન્ન થાય તો પછી આપણે એની પાસે માફી માંગવી. એટલે એ ભૂલ સ્વીકાર કરી લો. માનવધર્મ પૂરો હોવો જોઈએ. નોકરથી નુકસાન થાય ત્યારે ! મતભેદ શેને માટે પડે છે આ લોકોને ? પ્રશ્નકર્તા : મતભેદ પડવાનું કારણ સ્વાર્થ છે. દાદાશ્રી : સ્વાર્થ તો એનું નામ કહેવાય કે ઝઘડો ન કરે. સ્વાર્થમાં હંમેશાં સુખ હોય. Page #11 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૧૨ પ્રશ્નકર્તા પણ આધ્યાત્મિક સ્વાર્થ હોય તો એમાં સુખ હોય, ભૌતિક સ્વાર્થ હોય તો એમાં દુઃખ જ હોયને ! દાદાશ્રી : હા, પણ ભૌતિક સ્વાર્થે ય ડાહ્યો હોય. પોતાનું સુખ જે છે તે જતું ના રહે, ઓછું ના થાય. વધે એવું રાખે. આ તો કકળાટ કરીને ભૌતિક સુખ જતું રહે છે. વાઈફના હાથમાંથી પ્યાલા પડી ગયા, એમાં વીસેક ડોલરનું નુકસાન થાય એવું થયું તો તરત જ એના મનમાં એમ અકળામણ થાય કે વીસ ડોલરનું નુકસાન કર્યું. અલ્યા મૂઆ, હોય નુકસાન કર્યું, આ તો પડી ગયા એના હાથમાંથી, તારા હાથમાંથી પડી જાય તો શું ન્યાય કરું ? એવી રીતે ન્યાય આપણે કરવો જોઈએ. પણ ત્યાં આપણે શું ન્યાય કરીએ, કે આણે નુકસાન કર્યું. પણ એ કંઈ બહારનો માણસ છે અને બહારનો હોય તોય પણ નોકર હોય તોય આવું ના કરાય. કારણ કે એ શા કાયદાથી પડી જાય છે એ પાડે છે કે પડી જાય છે, એનો વિચાર નહીં કરવો જોઈએ ? નોકર પાડે ખરો જાણી જોઈને ? એટલે ધર્મ શું પાળવાનો છે ? કોઈ પણ નુકસાન કરે, કોઈ પણ આપણો વેરવી દેખાય તે વેરવી ખરેખર વેરવી નથી, નુકસાન કોઈ કરી શકે એમ છે નહીં. માટે એના તરફ વૈષ નહીં રાખવાનો. હા, પછી આપણા ઘરના માણસ હોય, નોકરથી પ્યાલા પડી જાય, તો નોકર નથી પાડતો એ. એ પાડનાર બીજું છે. માટે નોકર તરફ બહુ ક્રોધ ના કરવો. ધીમે રહીને કહેવું કે ભઈ, ધીમે રહીને આતે રહીને ચાલ. તારા પગે દઝાયો નથી એટલું પૂછવું. આ તો આપણા દસ-બાર પ્યાલા ફૂટી ગયા એટલે મહીં કઢાપો-અજંપો ચાલુ જ થઈ ગયો હોય. અને આ બધા બેઠા હોય ત્યાં સુધી તો કઢાપો ના કરે, મહીં અજંપો કર્યા કરે. બધા ગયા પછી પેલાને ‘આપી’ દે. આવું કરવાની જરૂર નથી. બહુ મોટામાં મોટો ગુનો આ છે, કોણ કરે છે. એ જાણતો નથી. આંખે દેખાય છે, એ નિમિતને જ બચકાં ભરે છે જગત. મેં આવડા આવડા નાના-નાના છોકરાને કહેલું કે જા, આ કપ બહાર નાખી આવ, તો આ ખભા ચઢાવે, હોય નાખવાનું. કોઈ નુકસાન માનવધર્મ જ ન કરે. એક છોકરાને મેં કહ્યું, આ દાદાના બૂટ છે એ બહાર નાખી આવ, તો ખભા ચઢાવે. ના નખાય, સરસ સમજણ છે. એટલે એ તો કોઈ નાખે નહીં. નોકરેય તોડે નહીં. આ તો મૂર્ખ લોકો, નોકરોને હેરાન કરી નાખે છે. અલ્યા, તું નોકર થઈશને તો તને ખબર પડશે ત્યારે. એટલે આપણે એવું ન કરીએ તો આપણો કોઈ વખત નોકર થવાનો વખત આવે તો આપણને શેઠ સારો મળી આવે. પોતાને બીજાની જગ્યાએ રાખવો, એનું નામ માનવધર્મ. બીજો ધર્મ તો વળી અધ્યાત્મ એ તો એથી આગળ રહ્યો. પણ આટલો માનવધર્મ આવડવો જોઈએ. જેટલું ચારિત્રબળ, તેટલું વર્તાવે ! પ્રશ્નકર્તા : પણ આ વસ્તુ જાણવા છતાં ઘણી વખત આપણને એ રહેતું નથી એનું શું કારણ? દાદાશ્રી : ના, એટલે આ જ્ઞાન જાણેલું જ નથી. સાચું જ્ઞાન જાણ્યું નથી. જ્ઞાન જે જાણ્યું છે ને તે પેપર્સ થ્રે જાણ્યું છે. અગર કોઈ ક્વોલિફાઈડ ગુરુ પાસેથી જાણ્યું નથી. ક્વોલિફાઈડ ગુરુ એટલે શું કે જે જે જણાવે તે આપણને મહીં એક્ઝક્ટ થઈ જાય. પછી હું બીડી પીતો હોઉં, તે તમને કહું કે ‘બીડી છોડી દો !' એ કશું વળે નહીં. એ તો ચારિત્રબળ જોઈએ. એની પાછળ ગુરુ સંપૂર્ણ ચારિત્રબળવાળા હોય તો જ આપણને પળાય. નહીં તો એમ ને એમ તો પળાય નહીં. આપણા બાળકને કહીએ કે “આ શીશીમાં પોઈઝન છે. જો દેખાય છે સફેદ. તું અડીશ નહીં.” પણ પેલો બાળક શું કહે, ‘પણ પોઈઝન એટલે શું ?” ત્યારે આપણે કહીએ, ‘પોઈઝન એટલે મરી જવાય.” ત્યારે એ ફરી પૂછે કે “મરી જવું એટલે શું ?” ત્યારે આપણે કહીએ, પેણે આગળ કાલે બાંધીને લઈ જતા'તા, તું કહેતો'તો કે “ના લઈ જશો, ના લઈ જશો.’ તે મરી ગયા એટલે લઈ જાય પછી. એટલે એને સમજાયું પછી ના અડે. જ્ઞાન સમજેલું હોવું જોઈએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૧૩ ૧૪ એક ફેરો કહી દીધું, ‘ભઈ, આ પોઈઝન છે ! એટલે એ જ્ઞાન તમને હાજર જ રહેવું જોઈએ અને જે જ્ઞાન હાજર ના રહેતું હોય એ જ્ઞાન જ નથી, એ અજ્ઞાન જ છે. અહીંથી અમદાવાદનું જ્ઞાન, તમને નકશો ને એ બધું તમને આપી દીધું અને પછી એ પ્રમાણે જો ના નીકળે તો એ ખોટો જ નકશો, એક્કેક્ટ જ આવવું જોઈએ. ચાર ગતિમાં ભટકવાતા કારણો.. પ્રશ્નકર્તા મનુષ્યના કર્તવ્ય સંબંધી આપ કંઈક બે શબ્દ કહો. દાદાશ્રી : મનુષ્યના કર્તવ્યમાં, જેણે પાછું મનુષ્ય જ રહેવું હોય તો એની લિમિટ બતાવું. ઊંચે ના જવું હોય કે નીચે ના જવું હોય, ઊંચે છે તે દેવગતિ છે અને નીચે છે તે જાનવરગતિ છે ને એનાથી નીચે નર્કગતિ છે. બધી બહુ જાતની ગતિઓ છે. તે તમારે મનુષ્ય પૂરતું જ કહો છો ? પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો મનુષ્ય તરીકેના જ કર્તવ્યો બજાવવા પડશે ને ? દાદાશ્રી : મનુષ્યના કર્તવ્ય બજાવે છે તેથી તો મનુષ્ય થયા. આપણે એમાં પાસ થયા તો હવે શેમાં પાસ થવું છે ? જગત બે રીતે છે. એક તો મનુષ્ય જન્મમાં આવી પછી ક્રેડીટ ભેગી કરે છે, તો ઊંચી ગતિમાં જાય છે. ડેબીટ ભેગી કરે છે તો નીચે જાય છે અને જો ક્રેડીટ-ડેબીટ બેઉનો વેપાર બંધ કરી દે તો મુક્તિમાં જાય, આ પાંચ જગ્યાઓ ખુલ્લી છે. ચાર ગતિઓ છે. દેવગતિ ખૂબ ક્રેડીટમાં, કેડીટ વધારે ને ડેબીટ ઓછી એ મનુષ્યગતિ. ડેબીટ વધારે ને ક્રેડીટ ઓછી એ જાનવરની ગતિ અને સંપૂર્ણ ડેબીટ એ નર્કગતિ. આ ચાર ગતિઓ અને પાંચમી છે તે મોક્ષની ગતિ. આ ચારેય ગતિઓ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે અને પાંચમી ગતિ તો હિન્દુસ્તાનના મનુષ્યો જ પ્રાપ્ત કરી શકે છે. સ્પેશિયલ ફોર ઈન્ડીયા. બીજા લોકોના માટે એ નથી. હવે એને મનુષ્ય થવું હોય તો એણે વડીલોની, મા-બાપની સેવા માનવધર્મ કરવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, લોકોની જોડે ઓબ્લાઈઝીંગ નિચર રાખવો જોઈએ. અને વ્યવહાર છે તે દશ આપો ને દશ લ્યો પાછા, દશ આપોને દશ લ્યો. વ્યવહાર ચોખ્ખો રાખો એટલે સામાની સાથે કશું લેણું-દેણું ના રહે એવી રીતે વ્યવહાર સાચવો, સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર. માનવતામાં તો, કોકને માર મારતી વખતે અથવા તો પહેલા ખ્યાલ આવે, માનવતા હોય તો ખ્યાલ આવવો જ જોઈએ કે મને મારે તો શું થાય ? એ ખ્યાલ પહેલો આવવો જોઈએ તો માનવતા, માનવધર્મ રહી શકે, નહીં તો રહી શકે નહીં. એટલે એ ખ્યાલ રહીને બધું જ કામ કરવામાં આવે તો ફરી મનુષ્યપણું થાય. મનુષ્યપણું ફરી મળવું તે ય મુશ્કેલ છે. નહીં તો જેને ખ્યાલ નથી આનો, આને શું પરિણામ આવશે તેનો ખ્યાલ ના હોય એ માણસ જ ના કહેવાય. ઊઘાડી આંખે ઊંધે એ અજાગૃતિ, એને માણસ કહેવાય નહીં. આખો દહાડો અણહક્કના જ વિચાર કરે, ભેળસેળ કરે, તે બધું જાનવરમાં જાય, અહીંથી મનુષ્યમાંથી સીધો જાનવરમાં ત્યાં જઈને ભોગવે. અને પોતાનું સુખ બીજાને આપી દે, પોતાના હક્કનું સુખ બીજાને આપી દે તો સુપરહ્યુમન એટલે દેવગતિમાં જાય. પોતાનું સુખ જે ભોગવવાનું છે, પોતાને માટે નિર્માણ થયેલું, તે પોતાને જરૂર છે છતાં બીજાને આપી દે એ છે તે સુપરહ્યુમન એટલે દેવગતિમાં જાય અને જે અનર્થ નુકસાન કરે છે, એને કંઈ ફાયદો ના હોય, પોતાને કંઈ ફાયદો ના હોય ને નુકસાન સામાનું બહુ કરે એ નર્કગતિમાં જાય. આ લોકો તો અણહક્કનું ભોગવે છે. એ તો પોતાના ફાયદા માટે ભોગવે છે. માટે જાનવરમાં જાય છે. પણ જેને કોઈ પણ કારણ સિવાય વગર કારણે લોકોના ઘર બાળી મેલે ને બીજું કરે ને તોફાન કરે એ બધા નર્કગતિના અધિકારી અને જીવો મારી નાખે અગર તો તળાવમાં ઝેર નાખે, કુવામાં ગમે તે નાખે એ બધા ! બધી જવાબદારી પોત પોતાની છે. એક એક વાળ પૂરતી જવાબદારી જગતમાં છે ! ત્યાં કુદરતને ઘેર એક વાળ પૂરતો અન્યાય છે નહીં. અહીં મનુષ્યમાં અન્યાય હોય વખતે, પણ કુદરતને ઘેર તો બિલકુલ ન્યાયસર છે. ક્યારેય Page #13 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૧૫ પણ અન્યાય થયો જ નથી. એટલું બધું ન્યાયમાં રહે છે એ અને જે થઈ રહ્યું છે તે ન્યાય જ થાય છે. એવું જો જાણવામાં આવે એનું નામ જ્ઞાન અને જે થઈ રહ્યું છે એ ખોટું થયું, આ ખોટું થયું, આ સારું થયું એ બધું બોલે છે એ અજ્ઞાન કહેવાય. જે થઈ રહ્યું છે એ કરેક્ટ જ છે. અંડરહેન્ડ જોડે માતવધર્મ ! પોતાની જોડે કોઈ ગુસ્સે થયેલો હોય તે સહન થતું નથી અને આખો દહાડો બધા ઉપર ગુસ્સો કર્યા કરે છે. ત્યારે એ કેવી અક્કલ ?! એ માનવધર્મ ના કહેવાય. પોતાની જોડે સહેજેય ગુસ્સો થયો હોય એ સહન કરી શકતો નથી, એ માણસ આખો દહાડો બધા જોડે ગુસ્સો કર્યા કરે છે, તો પેલા દબાયેલા છે એટલે જ ને ? તો દબાયેલાને મારવું એ તો બહુ મોટો ગુનો કહેવાય. ઉપરીને મારવાનું. ભગવાનને કે ઉપરીને. કારણ કે ઉપરી છે, શક્તિશાળી છે. આ તો અન્ડરહેન્ડને શક્તિ છે નહીં. એટલે આખી જીંદગી મારે. અંડરહેન્ડ એટલે ગમે એવો ગુનેગાર હોય તોય મેં એને બચાવેલો. પણ ઉપરી તો, ગમે તેવો સારો હોય તોય મારે ઉપરી પોષાય નહીં અને મારે કોઈના ઉપરી થવું નથી. સારો હોય તો આપણને વાંધો નથી. પણ એનો અર્થ એ કાયમ એવો રહે નહીં ને ! એક જ ફેરો આપણને આધાશીશી ચઢે એવું બોલે, ઉપરી કોનું નામ કહેવાય કે અંડરહેન્ડને સાચવે ! તો ખરો ઉપરી તે. હું ખરો ઉપરી ખોળું છું. મારો ઉપરી થા, પણ ખરો ઉપરી થા. ડફળાવવા માટે અમે કંઈ જગ્યા નથી બા, તું ડફગાવું, અમે એના હારુ જન્મ્યા છીએ ? એવું તે શું આપી દેવાનો ? અને તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં. બધાને માનભેર રાખશો. કો'ક માણસથી શો ય લાભ થઈ જાય ! દરેક કોમમાં માનવધર્મ ! પ્રશ્નકર્તા : આ મનુષ્યોની ગતિ ચૌદ લાખ યોનિઓ, લેયર્સ છે બધા. પણ આ ખરી રીતે માનવ જાતિ તરીકે જોઈએ કે બાયોલોજીકલી તો કોઈનામાં ૧૬ માનવધર્મ કોઈ ફેરફાર દેખાય નહીં, બધા સરખા જ. પણ આમાં એમ સમજાય છે કે બાયોલોજીકલ ફેરફાર ન હોય પણ જે માનસ છે.... દાદાશ્રી : એ ડેવલપમેન્ટ છે. તેના ભેદ આટલા બધા છે. પ્રશ્નકર્તા : અલગ અલગ લેયર્સ હોવા છતાં પણ બાયોલોજીકલી બધા સરખા જ છે. તો પછી એનો કંઈક કોમન ધર્મ હોઈ શકે ને ? દાદાશ્રી : કોમન ધર્મ તો માનવધર્મ, એ પોતાની સમજણ પ્રમાણે માનવધર્મ બજાવી શકે. દરેક પોતાની સમજણ પ્રમાણે માનવધર્મ બજાવે પણ સમજણપૂર્વક માનવધર્મ બજાવતા હોય, એ ઉત્તમમાં ઉત્તમ કહેવાય. માનવધર્મ તો બહુ હાઈક્લાસ છે પણ માનવધર્મમાં આવે ને તો ! પણ લોકોમાં માનવધર્મ રહ્યો જ ક્યાં છે ? માનવધર્મ તો બહુ સુંદર છે પણ એ ડેવલપમેન્ટ પ્રમાણે હોય. અમેરિકનનો માનવધર્મ જુદો, આપણો માનવધર્મ જુદો. પ્રશ્નકર્તા : એમાંય ફેર આવે, દાદા ? કેવી રીતે ફેર આવે ? દાદાશ્રી : બહુ ફેર. આપણી મમતા અને એની મમતામાં ફેર હોય. એટલે ફાધર-મધર ઉપર આપણી જે મમતા હોય છે એટલી એને ના હોય. એટલે મમતા ઓછી હોવાથી એના ભાવમાં ફેર એટલો ઓછો હોય. પ્રશ્નકર્તા: જેટલી મમતા ઓછી હોય એટલો ભાવમાં ફેર પડી જાય ! દાદાશ્રી : એના પ્રમાણમાં જ માનવધર્મ હોય. એટલે એ આપણા જેવો માનવધર્મ ના હોય. એમનો માનવધર્મ તો, એ લોકો માનવધર્મમાં જ છે. લગભગ એંસી ટકા તો માનવધર્મમાં જ છે. આ એકલા આપણા લોકો જ નથી. બીજા બધા ય એના પ્રમાણમાં માનવધર્મમાં છે. માનવતાના પ્રકાર જુદા જુદા ! પ્રશ્નકર્તા : માનવ સમૂહ જે છે, એની જે સમજ છે, પછી જૈનો હોય, Page #14 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ક્રિશ્ચિયનો હોય, વૈષ્ણવ હોય, એ તો બધે એકસરખા જ હોય ને ? દાદાશ્રી : એવું છે ને, જેવું ડેવલપમેન્ટ થયેલું હોય, એવી એની સમજ હોય. માનવતા, જ્ઞાનીની માનવતા, એ ય મનુષ્ય છે ને ? જ્ઞાનીની માનવતા, અજ્ઞાનીની માનવતા, પાપીની માનવતા, પુણ્યશાળીની માનવતા, બધાની માનવતા જુદી. મનુષ્ય એક જ પ્રકારનો. જ્ઞાની પુરુષની માનવતા એ જુદી જાતની હોય. અજ્ઞાનીની માનવતા જુદી જાતની હોય. માનવતા બધામાં હોય, અજ્ઞાનીમાં ય માનવતા હોય છે. આ અડેવલપ હોયને તે તમે જાવ, તો એની માનવતા હોય, પણ એ માનવતા જુદી જાતની, અડેવલપ હોય અને આ ડેવલપ હોય. અને પાપીની માનવતા, પાપી એટલે સામો ચોર મળે, ચોર આવતા હોય ને આપણે ભેગા થયા, એની માનવતા કેવી, ‘ખડે રહો', આપણે જાણીએ કે ઓહોહો, તારી માનવતા અમે જો શીખ્યા, આની માનવતા આપણે જોઈ ગયાને ? એ કહેશે, દે દો. ત્યારે કહીએ, ‘લે ભઈ, બા, પહેલામાં પહેલી તકે’ અમને ભેગો થયો, એ તારી પુણ્ય છે ને ! - તે એક માણસ મુંબઈમાં છે તે એવા ગભરાટવાળા, તે મને કહે છે, ‘હવે તો આ ટેક્ષીઓમાં ફરાય નહીં.” મેં કહ્યું, “શું થયું, ભઈ ? આટલી દસ હજાર ટેક્ષીઓ છે ને ના ફરાય, એવું શું આવ્યું ? સરકારનો કાયદો આવ્યો ?” ત્યારે કહે છે, “ના, લુંટી લે છે. ટેક્ષીમાંથી મારી-ઠોકીને લુંટી લે છે.’ ‘અલ્યા, મૂઆ, આવા ગાંડા ક્યાં સુધી કાઢશો તમે લોકો ?” લૂંટવું એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે ? રોજ ચાર જણ લૂંટાતા હોય, તેથી એ ઈનામ તમને લાગશે, એ શી રીતે તેમને ખાત્રી થઈ ગઈ ? એ ઈનામ તો પહેલા નંબરવાળાને કો'ક દા'ડો ઈનામ લાગે, કંઈ રોજ ઈનામ લાગતા હશે ? આ ક્રિશ્ચિયનો ય કોઈ ગાંઠે નહીં. તમે ગમે એટલું કહો ને કે તમે પુનર્જન્મ સમજતા નથી, તો ય એ ગાંઠે નહીં. એ આપણાથી બોલાય જ નહીં. અને એ માનવધર્મની વિરુદ્ધ છે. કશું બોલવાથી સામાને સ્ટેજ પણ દુઃખ થાય, એ માનવધર્મની વિરુદ્ધ છે. તમારે એમને એન્કરેજ કરવું જોઈએ. માનવધર્મ આમ ચૂક્યા માનવધર્મ ! માનવધર્મ મુખ્ય વસ્તુ છે. માનવધર્મ સરખા નથી હોતા. કારણ કે માનવધર્મ જેને કરણી કહેવામાં આવે છે, તે કરણી છે તે એક યુરોપીયન છે તે, તમારી જોડે માનવધર્મ બજાવે, તમે એની જોડે માનવધર્મ બજાવો એ બેમાં બહુ ડિફરન્સ. કારણ કે એની પાછળ એની ભાવના શું ? અને તમારી ભાવના શું ? કારણ કે તમે ડેવલપ છો, અધ્યાત્મમાં જ્યાં ‘ડેવલપ’ થયેલું છે, તે દેશનાં. એટલે આપણા સંસ્કાર બહુ ઊંચી જાતના છે. જો માનવધર્મમાં આવ્યો હોય તો, આપણા સંસ્કાર તો એટલા બધા ઊંચા છે કે સંસ્કાર તો પાર વગરના છે, પણ માનવધર્મ ચૂકી ગયા છે. આ લોકો. કારણ કે લોભ ને લાલચને માટે આ બધા. આપણે અહીં ક્રોધ, માન, માયા, લોભ ‘ફુલ્લી ડેવલપ’ હોય છે. એટલે આ માનવધર્મ ચૂકી ગયા છે. આ લોકો, પણ મોક્ષના અધિકારી ખરા આ લોકો. કારણ કે મોક્ષનો અધિકારી તો અહીં ડેવલપ થયો ને ત્યારથી થયો, પેલા લોકો મોક્ષના અધિકારી ના કહેવાય. એ ધર્મના અધિકારી, મોક્ષના અધિકારી નહીં. માનવતાની વિશેષ સમજ ! પ્રશ્નકર્તા : જુદી જુદી માનવતાના લક્ષણ વિશે જરા વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : માનવતાની ગ્રેડ જુદી જુદી હોય. દરેક દેશમાં માનવતા છે ને, તેના ડેવલપમેન્ટના આધારે બધાં ગ્રેડ હોય. માનવતા એટલે પોતાનો ગ્રેડ નક્કી કરવાનો હોય કે આપણે માનવતા લાવવી હોય તો મને જે ફાવતું હોય તો એ સામાના પ્રત્યે હું કરું. મને જે અનુકૂળ આવતું હોય, એ બીજાને માટે એવી જ રીતે અનુકૂળતા બતાવવી, એનું નામ માનવતા કહેવાય. એ સહુ સહુની માનવતા જુદી જુદી હોય. એટલે માનવતા દરેકની સરખી ના હોય, એના ગ્રેડેશન પ્રમાણે એ હોય ! એટલે પોતાને જે અનુકૂળ આવ્યું એવું જ બધા પ્રત્યે અનુકૂળ રાખવું જોઈએ કે મને દુઃખ થાય છે, તો એને દુ:ખ કેમ ના થાય ? આપણું કોઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૨૦ માનવધર્મ ચોરી જાય તો આપણને દુઃખ થાય છે, તો કોઈનું ચોરી કરતી વખતે આપણને વિચાર આવવો જોઈએ કે ના, કોઈકને દુઃખ થાય એવું કેમ થાય ! પછી કોઈક આપણી સાથે જૂઠું બોલતો હોય તો આપણને દુઃખ થાય છે તો આપણે પણ એવું વિચારવું જોઈએ. દરેક દેશનાં, દરેકે દરેક માણસનાં, માનવતાનાં ગ્રેડેશન જુદા જુદા હોય છે. માનવતા એટલે પોતાને જે ગમે છે એવું જ બીજા જોડે વર્તન કરવું. આ ટૂંકી વ્યાખ્યા સારી છે. પણ દરેક દેશના લોકોને જુદી જુદી જાતનું જોઈએ. પોતાને અનુકૂળ ના આવ્યું હોય, એવું બીજા પ્રત્યે અવળું વર્તન નહીં કરવાનું. પોતાને અનુકુળ આવે એવું જ વર્તન બીજા જોડે કરવાનું. તમારે ઘેર હું આવું તો તમે ‘આવો, બેસો' એવું બોલો, તો મને ગમતું હોય તો મારે ઘેર કોઈ આવે તો મારે એને માટે “આવો, બેસો’ એમ બોલવું જોઈએ, એનું નામ માનવતા. પછી આપણે ઘેર કોઈ આવે ત્યારે આપણે એવું બોલીએ નહીં ને એની પાસે આશા રાખીએ, એ માનવતા ના કહેવાય. આપણે કોઈકને ઘેર ગયા હોય અને જમવાની આશા રાખીએ, પછી આપણે મહેમાન થઈને આવ્યા છીએ ને કેવો સારો ખોરાક લીધો, તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે ત્યાં મહેમાન આવે ત્યારે સારો ખોરાક, જેવું જોઈતું હોય તેવું કરવું, એ માનવતા. પોતાની ઉપરથી બધું વર્તન ફેરવવું એ માનવતા ! એ દરેકની જુદી જુદી હોય, હિન્દુઓની જુદી હોય, મુસલમાનની જુદી હોય, ક્રિશ્ચિયનોની જુદી હોય, બધાની જુદી હોય, જૈનોની માનવતા એ જુદી હોય. આમ પોતાને ઈન્સલ્ટ ગમતું નથી અને લોકોને ઈન્સલ્ટ આપવામાં શુરો હોય છે, એને માનવતા કેમ કહેવાય ?! એટલે બધી બાબતમાં વિચાર કરીને બધું આપે, એનું નામ માનવતા કહેવાય. ટૂંકમાં, માનવતાની દરેકની રીત જુદી હોય. એ ભાગમાં હું કોઈને દુઃખ ના આપું એ માનવતાની બાઉન્ડ્રી અને એ બાઉન્ડ્રી દરેકની જુદી જુદી હોય પાછી. માનવતા એટલે એક જ પ્રમાણ એવું નથી. મને જેમાં દુ:ખ લાગે, એ દુઃખ હું કોઈને ન આપું. મને એવું દુઃખ કરે તો શું થાય ? માટે એ દુ:ખ કોઈને ના આપું. એ જેટલું ‘ડેવલપમેન્ટ’ હોય એવું જ એ કર્યા કરે. મળે આપીને સુખ ! પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે કોઈનું દિલ ના દુખાવું જોઈએ એવી રીતે જીવવું, એ બધા માનવતાના ધર્મ જાણીએ છીએ. દાદાશ્રી : એ તો માનવતાના ધર્મો છે, પણ આત્માનો સ્વાભાવિક ધર્મ જાણીએને તો પછી કાયમનું સુખ વર્તે. આ માનવધર્મમાં તો કેવું છે ? માનવધર્મ એટલે આપણે સામાને સુખ આપીએ એટલે આપણને સુખ મળ્યા કરે. વ્યવહાર જો આપણે સુખ આપવાનો રાખીએ તો વ્યવહારમાં આપણને સુખ પ્રાપ્ત થાય ને દુ:ખ આપવાનો વ્યવહાર રાખીએ તો વ્યવહારમાં દુ:ખ પ્રાપ્ત થાય. માટે આપણને જો સુખ જોઈતું હોય તો વ્યવહારમાં બધાને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. પ્રશ્નકર્તા : બધાયને સુખ આપવાની શક્તિ મળે, એવી પ્રાર્થના કરવાનીને ?! દાદાશ્રી : હા, એવી પ્રાર્થના કરાયને ! જીવન વ્યવહારમાં એકઝેક્ટ માનવધર્મ ! પ્રશ્નકર્તા: હવે જેને માણસની મૂળ આવશ્યક્તાઓ કહે છે એ ખોરાક, પાણી, આરામ, સંડાસની વ્યવસ્થા અને આશરો પ્રત્યેક માણસને મળે એ માટેના પ્રયત્નો કરવા એ માનવધર્મ ગણાય ? દાદાશ્રી : માનવધર્મ તો વસ્તુ જ જુદી કહેવાય. માનવધર્મ તો એટલે સુધી પહોંચે છે કે આ દુનિયામાં જે લક્ષ્મીની જે વહેંચણ છે એ કુદરતી રીતે વહેંચણ છે, એમાં હવે મારા ભાગનું હશે તે તમારે આપવું પડશે. એટલે મારે લોભ કરવાની જરૂર જ નહીં. એટલે લોભ ન રહે, એનું નામ માનવધર્મ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૨ માનવધર્મ ૨૧ કહેવાય. પણ એટલું બધું તો ના રહી શકે, પણ માણસ અમુક પ્રમાણનું પાળે તોય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા: તો એનો અર્થ એ થયો કે જેમ જેમ કષાયરહિત થવું એ માનવધર્મ થયો. દાદાશ્રી : ના, એમ કહીએ તો પછી એ વીતરાગધર્મમાં આવી ગયો. પણ આ માનવધર્મ એટલે તો બસ આટલું ટૂંકું, બૈરી સાથે રહો, છોકરા સાથે રહો, ફલાણા રહો, તન્મયાકાર થાવ, પૈણાવો બધુંય. આમાં કષાય રહિત થવાનો સવાલ જ નથી, પણ તમને જે દુઃખ થાય એવું બીજાને થશે એવું માનીને તમે ચાલો. પ્રશ્નકર્તા : હા, પણ એમાં એ જ થયું ને, કે સમજો કે આપણને ભૂખ લાગે છે. ભુખ એક જાતનું દુ:ખ છે. એના માટે આપણી પાસે સાધન છે. આપણે ખાઈએ છીએ, કરીએ છીએ. જેની પાસે એ સાધન નથી એને આપવું. એ આપણને જે દુઃખ થાય છે તે બીજાને દુઃખ ન થાય એવું કરવું એ પણ એક માનવતા ખરી ? દાદાશ્રી : ના. એ માનવતા નથી. એ તમે જે માનો છોને, એ આપણી આખી ઘોર હત્યા થઈ રહી છે. કુદરતનો નિયમ એવો છે કે ગમે તેને એનો ખોરાક પહોંચાડી દે છે. એક પણ ગામ એવું હિન્દુસ્તાનમાં નથી કે જયાં આગળ કોઈ માણસને કોઈ ખાવાનું આપવા જતું હોય, કપડાં આપવા જતું હોય. એવું કશું છે નહીં. એ તો આ શહેરોમાં જ છે તે આ એક જાતનું ઊભું કર્યું છે તે એ લોકોએ વેપારી રીત કરી કે એ લોકો પૈસા લેવા. અડચણ તો ક્યાં હોય છે ? સામાન્ય પ્રજામાં, જે માગી શકતાં નથી, બોલી શકતાં નથી, કહી શકતાં નથી ત્યાં અડચણ છે. બીજે બધે આમાં શાની અડચણ છે ? આ તો ખોટું લઈ બેઠા છે અમથા ! પ્રશ્નકર્તા : એવાં કોણ? દાદાશ્રી : આપણો બધો સામાન્ય વર્ગ એ જ રહ્યો છે. ત્યાં જાવ, એમને પૂછો, કે ભઈ, તમને શું અડચણ છે? બાકી આમને, આ જેને તમે માનવધર્મ કહો છો ને, કે આમને માટે દાન આપવું જોઈએ, એ તો દારુ પીને મઝા કરે છે લોકો. પ્રશ્નકર્તા : એ બરોબર. પણ આપે જે કહ્યું ને કે સામાન્ય માણસોને જરૂરિયાત છે. તો ત્યાં આપવું એ ધર્મ થયોને ? દાદાશ્રી : હા, પણ એમાં માનવધર્મને લેવાદેવા શું ? માનવધર્મ એટલે શું ? કે મને જે દુઃખ થયું એ બીજાને પણ થાય, માટે આ દુઃખ ન થાય એવી રીતે વર્તન કરવું જોઈએ. પ્રશ્નકર્તા : એવું જ થયું ને ? કોઈને કપડાં ન હોય... દાદશ્રી નહીં. એ તો દયાળુનાં લક્ષણ હોય. બીજા બધા દયા કેમ કરી શકે ? એ તો જે પૈસાવાળો હોય તે કરે. પ્રશ્નકર્તા : સામાન્ય માણસને બરોબર મળી રહે, આવશ્યકતાઓ. પૂરેપૂરી મળી રહે, એટલા માટે સામાજિક સ્તર ઉપર અપાવવાનો પ્રયત્ન કરવો એ સારો ? સામાજિક સ્તર ઉપર એટલે આપણે સરકારને પ્રેસર લાવીએ કે તમે આમ કરો, આ લોકોને આપો. એ કરવું માનવધર્મમાં આવે ? દાદાશ્રી : ના. એ બધું ખોટું ઈગોઈઝમ છે, આ બધા લોકોનું. આ સમાજ સેવા કરે, એટલે તો લોકોની સેવા કરું છું, એમ કહેવાય. અગર દયા કરું છું, લાગણી કરું છું એમ કહેવાય. પણ માનવધર્મ તો બધાને સ્પર્શ. મારું ઘડિયાળ ખોવાયું એટલે હું જાણું કે કોઈ માનવધર્મવાળો હશે તો મારું પાછું આવશે. અને આ બધી સેવા કર્યા કરતા હોય તે કુસેવા કરી રહ્યા છે. એક ભાઈને મેં કહ્યું, આ શું કરી રહ્યા છો ? તે આ લોકોને શું લેવા આપી રહ્યા છો ? અપાતું હશે આવું? મોટા સેવા કરવા નીકળ્યા ! સેવક આવ્યા ! શું જોઈને સેવા કરવા નીકળ્યા છો ? લોકોના પૈસા ગેરમાર્ગે જાય અને લોકો પણ આપી આવે. પ્રશ્નકર્તા પણ આજે એને જ માનવધર્મ કહેવામાં આવે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૨૩ દાદાશ્રી : મનુષ્યોને ખલાસ કરી નાખો છો, તમે જીવવાયે નથી દેતા. એટલે એ ભઈને ખૂબ વઢ્યો. કઈ જાતના માણસ છો ? કોણે શીખવાડ્યું તમને આવું ? લોકોની પાસેથી પૈસા લાવવા અને આમ એને ગરીબ લાગે, એને બોલાવીને આપવું. અલ્યા એનું થર્મોમીટર ક્યું ? આ ગરીબ લાગ્યો માટે એને આપવા ને આ ન લાગ્યો, એને ના આપવા ? પેલું તે કઠણ બોલતાં ન આવડ્યું, બોલતાં સારું ન આવડ્યું, એને ના આપ્યા અને પેલાં બોલતાં સારું આવડયું તેને આપ્યા. થર્મોમીટરવાળો આવ્યો ! પછી, મને બીજો રસ્તો બતાવો, કહે છે. મેં કહ્યું, આ માણસ શરીરે મજબૂત છે તો એકસો-દોઢસો રૂપિયાની લારી લાવી આપવી, આપણા ખર્ચે અને વીસ રૂપિયા આપીએ, લે આ શાકભાજી લઈ આવ અને વેચવા માંડ. અને લારીના ભાડાના બે-ચાર દિવસે રોજ છે તે પાંચ ભરી જવા. પ્રશ્નકર્તા ઃ મફત નહીં આપવું. એને ઉત્પાદક કરવાના સાધન આપવા. દાદાશ્રી : હા, નહીં તો આ તો બેકાર બનાવો છો તમે. આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ બેકારી નથી, એ બેકારી તમે ફેલાવી છે. આ આપણી ગવર્મેન્ટે ફેલાવી છે. આ બધું કરીને, આ તો વોટ લેવા માટે આ બધું તોફાન છે. અને માનવધર્મ સેફસાઈડ જ બતાવે છે. પ્રશ્નકર્તા : આ વાત સાચી છે કે આપણે દયા કરીએ એટલે પેલામાં એક જાતની એવી ભાવના ઊભી થાય કે એ બીજાની ઉપર જીવે છે. દાદાશ્રી : પેલાને ખાવાનું-પીવાનું મળ્યું ને, એટલે એમાંથી કો’ક દારુ રાખતો હોય તેને ત્યાં જઈને બેસે. ખાઈ, પી અને મઝા કરે. પ્રશ્નકર્તા : તે પીએ છે દાદા, એનો ઉપયોગ થાય છે એવી રીતે. દાદાશ્રી : જો આમ જ હોયને, એવું છે ને સુધારાય નહીં, તો બગાડાય નહીં, જો સુધારી શકતા ના હોય તો બગાડશો નહીં. એટલે શું ? કે એ બીજાની પાસેથી કપડાં લઈ ત્યાં એવાં લોકોને કપડાં આપે છે તે પછી આ માનવધર્મ આપણા લોકો કપડાં આપીને વાસણો લે છે. એને બદલે લોકોને ધંધે ચઢાવી આપવા. ૨૪ બાકી જે કપડાં આપે, એને ખાવાનું આપે એ માનવધર્મ હોય. અલ્યા મૂઆ, ના અપાય. એને ધંધે ચઢાવો. પ્રશ્નકર્તા : આપ જે કહો છો એ વાત તો બધા ય સ્વીકારે છે અને પેલું તો ખાલી દાન આપ્યું ને પંગુ બનાવ્યા. દાદાશ્રી : એનું જ આ પંગુપણું છે. એટલા બધાં દયાળુ લોકો, તે આવી દયા કરવાની જરૂર નથી. એને રીતસર એક લારી લઈ આપો દોઢસો રૂપિયાની અને શાકભાજી આપો, એક દહાડો વેચી આવે, બીજે દહાડે વેચી આવે. ચાલું થઈ ગયું. આવા બધા બહુ રસ્તા છે. માતવધર્મતી તિશાતી ! પ્રશ્નકર્તા : અમે ઘણાં મિત્રોમાં દાદાની આ વાત કરીએ, તો કહે છે, અમે માનવધર્મ પાળીએ એટલે બસ છે, એમ વાત કરીને બેસી જાય. દાદાશ્રી : હા, માનવધર્મ પાળે તો આપણે એને ભગવાન કહીએ. માનવધર્મ એટલે તો જમી આવ્યો, ન્હાયો, ચા પીધી, એને છે તે માનવધર્મ ના કહેવાય. પ્રશ્નકર્તા : નહીં. માનવધર્મમાં લોકો શું કહે કે એકબીજાને મદદ કરવી, કોઈનું સારું કરવું, માનવીને હેલ્પફુલ થવું એ માનવધર્મ લોકો સમજે. દાદાશ્રી : ના હોય એ માનવધર્મ. જાનવરોય મામા-માસીને મદદ કરવામાં સમજે છે બિચારા. માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય ? એ પહેલો વિચાર ના આવે તો એ માનવધર્મમાં છે નહીં. કો’કે મને ગાળ ભાંડી તે ઘડીએ હું એને ગાળ ભાંડું તે પહેલાં મારા મનમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ ૨૫ એમ થાય કે ‘જો મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માની તે માંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી-ફર્સ્ટ નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે. બિગિનિંગ માનવધર્મની અહીંથી જ હોવી જોઈએ ને ! બિગિનિંગ જ ના હોય તો એ માનવધર્મ સમજ્યો જ નથી. પ્રશ્નકર્તા ઃ મને દુઃખ થાય એવું બીજાને દુઃખ થાય એ જે ભાવ છે એ ભાવ જેમ ડેવલપ થાય, એમ પછી માનવ-માનવ પ્રત્યેની એકતા એ વધુ ને વધુ ડેવલપ થયા કરેને ? દાદાશ્રી : એ તો થયા કરે, આખા માનવધર્મનો ઉત્કર્ષ થાય. પ્રશ્નકર્તા : હા, એ સહજ રીતે ઉત્કર્ષ થયા કરે. દાદાશ્રી : સહજ રીતે થયા કરે. પાપ ઘટાડો, તે સાચો માતવધર્મ ! અને માનવધર્મથી તો ઘણાં પ્રશ્ન ઉકેલી જાય અને માનવધર્મ લેવલમાં હોવો જોઈએ. લોક ટીકા કરે, એ માનવધર્મ કહેવાય જ નહીં. મોક્ષની જરૂર નથી કેટલાંક માણસોને, પણ માનવધર્મની તો બધાને જરૂર છે ને ! માનવધર્મમાં આવે તો નર્યા ઘણાં પાપ ઓછાં થઈ જાય. એ સમજણપૂર્વક હોવો ઘટે ! પ્રશ્નકર્તા : માનવધર્મમાં બીજા પ્રત્યેની આપણી અપેક્ષા હોય કે એણે પણ આમ જ વર્તવું, તો એ અત્યાચાર બની જાય છે ઘણી વખત. દાદાશ્રી : નહીં, દરેકે માનવધર્મમાં રહેવું જોઈએ. એણે આમ વર્તવું જોઈએ, એનો કોઈ કાયદો જ નથી હોતો. માનવધર્મ એનું નામ કે પોતે સમજીને માનવધર્મ પાળતા શીખે. પ્રશ્નકર્તા ઃ પોતે સમજીને હા, પણ આ તો બીજાને કહે કે તમારે આમ વર્તવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. માનવધર્મ દાદાશ્રી : એવું કહેવાનો કોને અધિકાર છે ? કંઈ ગવર્નર છે ? પણ એવું કહી ના શકાય. પ્રશ્નકર્તા : હા, એટલે એ અત્યાચાર બની જાય છે. દાદાશ્રી : અત્યાચાર જ કહેવાયને ! ખુલ્લો અત્યાચાર આમાં આવું કરે, તમે ફરજ નહીં પાડી શકો કોઈને, તમે અત્યારે એને સમજાવી શકો કે ભઈ, આમ કરો તો તમને લાભદાયી થશે, તમે સુખી થશો. ફરજ તો પડાય જ નહીંને કોઈને. ૨૬ આમ મતખો ઉજાળવો... આ તો કંઈ મનુષ્યપણું કહેવાય ? આખો દા'ડો ખઈને ફર્યા અને બે જણને ટૈડકાવીને આવ્યા અને રાતે ઊંઘી ગયા. એને મનુષ્યપણું કહેવાતું હશે ? મનખો લજવાય, મનુષ્યપણું તો સાંજે સો માણસને ઠંડક આપીને આવ્યા હોય, પાંચ-પચ્ચીસ માણસને, પાંચ માણસને યે ઠંડક આપીને આવ્યા હોય, એ મનુષ્યપણું કહેવાય ! આ તો મનખો લજવ્યો. પુસ્તકો પહોંચાડો સ્કૂલો-કોલેજમાં ! આ તો શું ય માની બેઠા ? અમે માનવ છીએ. અમારે માનવધર્મ પાળવાનો છે. મેં કહ્યું, હા, પાળજો, બા. અણસમજણપૂર્વક બહુ દહાડા પાળ્યા. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે, બાકી માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. પ્રશ્નકર્તા : પણ એ માનવધર્મ તો દાદા, ડેફિનેશન જ જુદી જાતની કરે છે ને માણસો. માનવધર્મ એક્ઝેક્ટલી સમજે જ છે જુદી રીતે. દાદાશ્રી : હા, એનું કોઈ પુસ્તક જ નથી સારું, પેલાં કેટલાંક સંતો ને એ તે બધા લખે, પણ તે એને પૂરી સમજમાં આવતું નથી. એટલે એવું હોવું જોઈએ કે આખું પુસ્તકરૂપે, વાંચે, સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ તે ભૂલ છે આ બધી. એ માનવધર્મનું પુસ્તક બનાવી અને સ્કૂલમાં અમુક ઉંમરના છોકરાઓને શીખવાડવું જોઈએ. Page #19 -------------------------------------------------------------------------- ________________ માનવધર્મ જાગૃતિની જરૂર જુદી વસ્તુ છે ને આ સાયકોલોજી ઈફેક્ટ જુદી વસ્તુ છે. સ્કૂલમાં આવું શીખે એટલે એને યાદ આવે જ. કોઈકનું પડી ગયેલું જડે એને, તો તરત યાદ આવે કે ભઈ, મારું પડી ગયું હોય તો શું થાય ? એટલે બીજાને કેટલું દુઃખ થતું હશે, બસ આ સાયકોલોજી ઈફેક્ટ. આમાં જાગૃતિની જરૂર નથી એટલે પુસ્તક જ છપાવીને પુસ્તક જ બધી સ્કૂલ-કોલેજમાં ચાલુ થઈ જવા જોઈએ અમુક ઉંમરના છોકરાઓને માટે. અને માનવધર્મ પાળે તો પુણ્ય કરવાની જરૂર જ નથી. પુર્વે જ છે એની. એ માનવધર્મના તો પુસ્તકો લખવા જોઈએ. કે માનવધર્મ એટલે શું ? એવાં પુસ્તકો લખાય, જે પુસ્તકો લોકોના વાંચવામાં આવે ભવિષ્યમાંય. પ્રશ્નકર્તા : એ તો આ ભાઈ છાપામાં લેખ લખશે ને ? દાદાશ્રી : ના, એ તો ચાલે નહીં. લેખ લખેલા તે તો પસ્તીમાં જતા રહે છે. પણ પુસ્તકો છપાવવા જોઈએ. કો'કને ત્યાં એક પડી રહ્યા હોને, ફરી છપાવનારો નીકળી આવે, તેથી આપણે કહીએ છીએને, બબ્બે હજાર પુસ્તકો લઈ અને આપ્તવાણીઓ બધી વેચ વેચ કર્યા કરો. એકાદ રહી ગઈ હશેને, તો લોકોનું કામ થશે અને આ બીજું બધું પસ્તીમાં જતું રહેશે. લેખ લખે છે ને, એમાં સોના જેવો લેખ હોય છે એ પણ બીજે દહાડે પસ્તીમાં આપી દે આપણા હિન્દુસ્તાનના લોક ! મહીં સારું પાનું હોય તે ફાડી લેવાનું નહીં. એટલું પેલામાં (પસ્તીમાં) વજન ઓછું થશે ને ? એટલે આ જો માનવધર્મ ઉપર પુસ્તક લખાય.... પ્રશ્નકર્તા : દાદાની વાણી માનવધર્મ ઉપર ઘણી હશે. દાદાશ્રી : ઘણી, ઘણી, બહુ બહુ નીકળેલી, પણ આપણે કાઢવાનું કહીશું નીરુબેનને. નીરુબેનને કહોને. એ વાણી કાઢશે ને પુસ્તક બનાવે. આ માનવતા એ મોક્ષ નહીં. માનવતામાં આવ્યા પછી મોક્ષ થવાની તૈયારીઓ થાય. નહીં તો મોક્ષ થશે એ સહેલી વાત નથી. - જય સચ્ચિદાનંદ Page #20 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર વિધિ જ પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૪૦) # પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘ૐ પરમેષ્ટિ ભગવંતો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. # પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘પંચ પરમેષ્ટિ ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. * પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન ‘તીર્થકર સાહેબો’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મક ‘વીતરાગ શાસન દેવ-દેવીઓ'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.(૫) * ‘નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવીઓ'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) * ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) ‘શ્રીકૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. & ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ “શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રક દાદા ભગવાન'ના સર્વે “સમક્તિધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. * આખા બ્રહ્માંડના જીવમાત્રના ‘રિયલ’ સ્વરૂપને અત્યંત - ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. # ‘રિયલ’ સ્વરૂપ એ ભગવત્ સ્વરૂપ છે જેથી આખા જગતને ‘ભગવત્ સ્વરૂપે’ દર્શન કરું છું. નક ‘રિયલ’ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રદ ‘રિયલ’ સ્વરૂપ એ તત્ત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્ત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. (વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને પરમ પૂજ્ય શ્રી ‘દાદા ભગવાનના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ નમસ્કાર પહોંચે છે. કૌસમાં લખેલી સંખ્યા હોય તેટલા વખત દિવસમાં એકવાર વાંચવું) તવ ક્લમો (દરરોજ ત્રણ વખત બોલવી) ૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સાવાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને ચાલ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, ચાવાદ વતન અને સાર્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૩. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ૪. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૫. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ને બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. ૬. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરૂષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષયવિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ૭. હે દાદા ભગવાન ! મને કોઈ પણ રસમાં લબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. Page #21 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ૮. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯. હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (આટલું તમારે ‘‘દાદા” પાસે માંગવાનું.) આ દરરોજ મિકેનિકલી વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે ** દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાથું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો... હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા) ૧. આપ્તવાણી - ૧ થી ૧૨ ૧૭. બન્યું તે ન્યાય (ગુ, અં., હિં.) ૨. આપ્તસૂત્ર ૧૮. એડજસ્ટ એવરીવ્હેર (ગુ, અં, હિં.) ૩. હું કોણ છું? ૧૯. અથડામણ ટાળો (ગુ, અંગ, હિં.) ૪. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) ૨૦. મૃત્યુ સમયે, પહેલાં અને પછી ૫. નિજદોષ દર્શનથી, નિર્દોષ ૨૧. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી ૬. કર્મનું વિજ્ઞાન ૨૨. પૈસાનો વ્યવહાર (ગ્રં., સં.) ૭. ચિંતા ૨૩. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.) ૮. ક્રોધ ૨૪. મા-બાપ છોકરાંનો વ્યવહાર (ાં, સં.) ૯. પ્રેમ ૨૫. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (ગ્રં, સં.) ૧૦. અહિંસા ૨૬. વાણીનો સિદ્ધાંત (ગ્રં., સં.) ૧૧. ચમત્કાર ૨૭. દાન ૧૨. પાપ-પુણ્ય ૨૮. ત્રિમંત્ર ૧૩. ગુરુ-શિષ્ય ૨૯. દ્રા ભવાની માત્મવિજ્ઞાન ૧૪. વાણી, વ્યવહારમાં... ૩૦. Who aml? ૧૫. સત્ય-અસત્યના રહસ્યો ૩૧. Ultimate Knowledge ૧૬. ભોગવે તેની ભૂલ (ગુ, અં,હિં.) ૩૨. The essence of all religion 33. Generation Gap (‘દાદાવાણી’ મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે) આત્મજ્ઞાની પુરુષ ‘એ. એમ. પટેલ'ની મહીં પ્રગટ થયેલા “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” (દરરોજ ઓછામાં ઓછું ૧૦ મિનિટથી ૫૦ મિનિટ સુધી મોટેથી બોલવું) Page #22 -------------------------------------------------------------------------- ________________ ટાઈટલ માટે છેલ્લે પાને) માનવધર્મ અપનાવો જીવનમાં ! માનવધર્મ એટલે દરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય ? કોકે મને ગાળ ભાંડી તે ઘડીએ હું એને ગાળ ભાંડું તે પહેલાં મારા મનમાં એમ થાય કે “જો મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે!” એમ માની તેમાંડવાળ કરે તો નિવેડો આવે. માનવધર્મની પહેલી-ફર્સ્ટ નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે. એટલે આ પુસ્તક જ છપાવીને, બધી સ્કૂલો-કોલેજોમાં ચાલુ થઈ જવા જોઈએ. આખું પુસ્તકરૂપે વાંચ-સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ, તે ભૂલ છે આ બધી. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે. માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. પ્રાપ્તિસ્થાન મુંબઈ : પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 Mobile : 9820-153953 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ, 5, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન : (079) ૭પ૪૪૦૮, 7543979. ફેક્સ : 7545420 E-Mail: dimple add.vsnl.net.in. વડોદરા : શ્રી ધીરજભાઈ પટેલ, ‘જ્ઞાનાંજન', સી-૧૭, પલ્લવ પાર્ક સોસાયટી, વી.આઈ.પી. રોડ, કારેલીબાગ, વડોદરા. ફોન : (0265) 4416 27 રાજકોટ : શ્રી રૂપેશ મહેતા, એ-૩, નંદનવન એપાર્ટમેન્ટ, ગુજરાત સમાચાર પ્રેસની સામે, રાજકોટ. ફોન : (0281) 234597 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોન : (0261) 244964 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606. Tel.: (785) 271-0869 Fax : (785) 271-8641 E-mail : bamin@kscable.com, shuddha @kscable.com Dr. Shirish Patel, 2659 Raven Circle, Corona, CA 91720 Tel.: (909) 734-4715. Fax : (909) 734-4411 U.K. : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel: 20 8245-1751 Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow. Tel.: 20 8204-0746 Fax: 20 8907-4885 E-mail: rameshpatel@636kenton.freeserve.co.uk Canada : Mr. Suryakant N. Patel, 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel. : (416) 247-8309 : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219, Nairobi, Kenya, Tel : (R) (254 25 744943 (O) 554836 Fax : 545237 Africa Internet website : www.dadashri.org