________________
માનવધર્મ ક્રિશ્ચિયનો હોય, વૈષ્ણવ હોય, એ તો બધે એકસરખા જ હોય ને ?
દાદાશ્રી : એવું છે ને, જેવું ડેવલપમેન્ટ થયેલું હોય, એવી એની સમજ હોય. માનવતા, જ્ઞાનીની માનવતા, એ ય મનુષ્ય છે ને ? જ્ઞાનીની માનવતા, અજ્ઞાનીની માનવતા, પાપીની માનવતા, પુણ્યશાળીની માનવતા, બધાની માનવતા જુદી. મનુષ્ય એક જ પ્રકારનો.
જ્ઞાની પુરુષની માનવતા એ જુદી જાતની હોય. અજ્ઞાનીની માનવતા જુદી જાતની હોય. માનવતા બધામાં હોય, અજ્ઞાનીમાં ય માનવતા હોય છે. આ અડેવલપ હોયને તે તમે જાવ, તો એની માનવતા હોય, પણ એ માનવતા જુદી જાતની, અડેવલપ હોય અને આ ડેવલપ હોય. અને પાપીની માનવતા, પાપી એટલે સામો ચોર મળે, ચોર આવતા હોય ને આપણે ભેગા થયા, એની માનવતા કેવી, ‘ખડે રહો', આપણે જાણીએ કે ઓહોહો, તારી માનવતા અમે જો શીખ્યા, આની માનવતા આપણે જોઈ ગયાને ? એ કહેશે, દે દો. ત્યારે કહીએ, ‘લે ભઈ, બા, પહેલામાં પહેલી તકે’ અમને ભેગો થયો, એ તારી પુણ્ય છે ને !
- તે એક માણસ મુંબઈમાં છે તે એવા ગભરાટવાળા, તે મને કહે છે, ‘હવે તો આ ટેક્ષીઓમાં ફરાય નહીં.” મેં કહ્યું, “શું થયું, ભઈ ? આટલી દસ હજાર ટેક્ષીઓ છે ને ના ફરાય, એવું શું આવ્યું ? સરકારનો કાયદો આવ્યો ?” ત્યારે કહે છે, “ના, લુંટી લે છે. ટેક્ષીમાંથી મારી-ઠોકીને લુંટી લે છે.’ ‘અલ્યા, મૂઆ, આવા ગાંડા ક્યાં સુધી કાઢશો તમે લોકો ?” લૂંટવું એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે ? રોજ ચાર જણ લૂંટાતા હોય, તેથી એ ઈનામ તમને લાગશે, એ શી રીતે તેમને ખાત્રી થઈ ગઈ ? એ ઈનામ તો પહેલા નંબરવાળાને કો'ક દા'ડો ઈનામ લાગે, કંઈ રોજ ઈનામ લાગતા હશે ?
આ ક્રિશ્ચિયનો ય કોઈ ગાંઠે નહીં. તમે ગમે એટલું કહો ને કે તમે પુનર્જન્મ સમજતા નથી, તો ય એ ગાંઠે નહીં. એ આપણાથી બોલાય જ નહીં. અને એ માનવધર્મની વિરુદ્ધ છે. કશું બોલવાથી સામાને સ્ટેજ પણ દુઃખ થાય, એ માનવધર્મની વિરુદ્ધ છે. તમારે એમને એન્કરેજ કરવું જોઈએ.
માનવધર્મ આમ ચૂક્યા માનવધર્મ ! માનવધર્મ મુખ્ય વસ્તુ છે. માનવધર્મ સરખા નથી હોતા. કારણ કે માનવધર્મ જેને કરણી કહેવામાં આવે છે, તે કરણી છે તે એક યુરોપીયન છે તે, તમારી જોડે માનવધર્મ બજાવે, તમે એની જોડે માનવધર્મ બજાવો એ બેમાં બહુ ડિફરન્સ. કારણ કે એની પાછળ એની ભાવના શું ? અને તમારી ભાવના શું ? કારણ કે તમે ડેવલપ છો, અધ્યાત્મમાં જ્યાં ‘ડેવલપ’ થયેલું છે, તે દેશનાં. એટલે આપણા સંસ્કાર બહુ ઊંચી જાતના છે. જો માનવધર્મમાં આવ્યો હોય તો, આપણા સંસ્કાર તો એટલા બધા ઊંચા છે કે સંસ્કાર તો પાર વગરના છે, પણ માનવધર્મ ચૂકી ગયા છે. આ લોકો. કારણ કે લોભ ને લાલચને માટે આ બધા. આપણે અહીં ક્રોધ, માન, માયા, લોભ ‘ફુલ્લી ડેવલપ’ હોય છે. એટલે આ માનવધર્મ ચૂકી ગયા છે. આ લોકો, પણ મોક્ષના અધિકારી ખરા આ લોકો. કારણ કે મોક્ષનો અધિકારી તો અહીં ડેવલપ થયો ને ત્યારથી થયો, પેલા લોકો મોક્ષના અધિકારી ના કહેવાય. એ ધર્મના અધિકારી, મોક્ષના અધિકારી નહીં.
માનવતાની વિશેષ સમજ ! પ્રશ્નકર્તા : જુદી જુદી માનવતાના લક્ષણ વિશે જરા વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : માનવતાની ગ્રેડ જુદી જુદી હોય. દરેક દેશમાં માનવતા છે ને, તેના ડેવલપમેન્ટના આધારે બધાં ગ્રેડ હોય. માનવતા એટલે પોતાનો ગ્રેડ નક્કી કરવાનો હોય કે આપણે માનવતા લાવવી હોય તો મને જે ફાવતું હોય તો એ સામાના પ્રત્યે હું કરું. મને જે અનુકૂળ આવતું હોય, એ બીજાને માટે એવી જ રીતે અનુકૂળતા બતાવવી, એનું નામ માનવતા કહેવાય. એ સહુ સહુની માનવતા જુદી જુદી હોય. એટલે માનવતા દરેકની સરખી ના હોય, એના ગ્રેડેશન પ્રમાણે એ હોય !
એટલે પોતાને જે અનુકૂળ આવ્યું એવું જ બધા પ્રત્યે અનુકૂળ રાખવું જોઈએ કે મને દુઃખ થાય છે, તો એને દુ:ખ કેમ ના થાય ? આપણું કોઈ