________________
૨૨
માનવધર્મ
૨૧ કહેવાય. પણ એટલું બધું તો ના રહી શકે, પણ માણસ અમુક પ્રમાણનું પાળે તોય બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા: તો એનો અર્થ એ થયો કે જેમ જેમ કષાયરહિત થવું એ માનવધર્મ થયો.
દાદાશ્રી : ના, એમ કહીએ તો પછી એ વીતરાગધર્મમાં આવી ગયો. પણ આ માનવધર્મ એટલે તો બસ આટલું ટૂંકું, બૈરી સાથે રહો, છોકરા સાથે રહો, ફલાણા રહો, તન્મયાકાર થાવ, પૈણાવો બધુંય. આમાં કષાય રહિત થવાનો સવાલ જ નથી, પણ તમને જે દુઃખ થાય એવું બીજાને થશે એવું માનીને તમે ચાલો.
પ્રશ્નકર્તા : હા, પણ એમાં એ જ થયું ને, કે સમજો કે આપણને ભૂખ લાગે છે. ભુખ એક જાતનું દુ:ખ છે. એના માટે આપણી પાસે સાધન છે. આપણે ખાઈએ છીએ, કરીએ છીએ. જેની પાસે એ સાધન નથી એને આપવું. એ આપણને જે દુઃખ થાય છે તે બીજાને દુઃખ ન થાય એવું કરવું એ પણ એક માનવતા ખરી ?
દાદાશ્રી : ના. એ માનવતા નથી. એ તમે જે માનો છોને, એ આપણી આખી ઘોર હત્યા થઈ રહી છે. કુદરતનો નિયમ એવો છે કે ગમે તેને એનો ખોરાક પહોંચાડી દે છે. એક પણ ગામ એવું હિન્દુસ્તાનમાં નથી કે જયાં આગળ કોઈ માણસને કોઈ ખાવાનું આપવા જતું હોય, કપડાં આપવા જતું હોય. એવું કશું છે નહીં. એ તો આ શહેરોમાં જ છે તે આ એક જાતનું ઊભું કર્યું છે તે એ લોકોએ વેપારી રીત કરી કે એ લોકો પૈસા લેવા. અડચણ તો ક્યાં હોય છે ? સામાન્ય પ્રજામાં, જે માગી શકતાં નથી, બોલી શકતાં નથી, કહી શકતાં નથી ત્યાં અડચણ છે. બીજે બધે આમાં શાની અડચણ છે ? આ તો ખોટું લઈ બેઠા છે અમથા !
પ્રશ્નકર્તા : એવાં કોણ?
દાદાશ્રી : આપણો બધો સામાન્ય વર્ગ એ જ રહ્યો છે. ત્યાં જાવ, એમને પૂછો, કે ભઈ, તમને શું અડચણ છે? બાકી આમને, આ જેને તમે
માનવધર્મ કહો છો ને, કે આમને માટે દાન આપવું જોઈએ, એ તો દારુ પીને મઝા કરે છે લોકો.
પ્રશ્નકર્તા : એ બરોબર. પણ આપે જે કહ્યું ને કે સામાન્ય માણસોને જરૂરિયાત છે. તો ત્યાં આપવું એ ધર્મ થયોને ?
દાદાશ્રી : હા, પણ એમાં માનવધર્મને લેવાદેવા શું ? માનવધર્મ એટલે શું ? કે મને જે દુઃખ થયું એ બીજાને પણ થાય, માટે આ દુઃખ ન થાય એવી રીતે વર્તન કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : એવું જ થયું ને ? કોઈને કપડાં ન હોય...
દાદશ્રી નહીં. એ તો દયાળુનાં લક્ષણ હોય. બીજા બધા દયા કેમ કરી શકે ? એ તો જે પૈસાવાળો હોય તે કરે.
પ્રશ્નકર્તા : સામાન્ય માણસને બરોબર મળી રહે, આવશ્યકતાઓ. પૂરેપૂરી મળી રહે, એટલા માટે સામાજિક સ્તર ઉપર અપાવવાનો પ્રયત્ન કરવો એ સારો ? સામાજિક સ્તર ઉપર એટલે આપણે સરકારને પ્રેસર લાવીએ કે તમે આમ કરો, આ લોકોને આપો. એ કરવું માનવધર્મમાં આવે ?
દાદાશ્રી : ના. એ બધું ખોટું ઈગોઈઝમ છે, આ બધા લોકોનું.
આ સમાજ સેવા કરે, એટલે તો લોકોની સેવા કરું છું, એમ કહેવાય. અગર દયા કરું છું, લાગણી કરું છું એમ કહેવાય. પણ માનવધર્મ તો બધાને સ્પર્શ. મારું ઘડિયાળ ખોવાયું એટલે હું જાણું કે કોઈ માનવધર્મવાળો હશે તો મારું પાછું આવશે. અને આ બધી સેવા કર્યા કરતા હોય તે કુસેવા કરી રહ્યા છે. એક ભાઈને મેં કહ્યું, આ શું કરી રહ્યા છો ? તે આ લોકોને શું લેવા આપી રહ્યા છો ? અપાતું હશે આવું? મોટા સેવા કરવા નીકળ્યા ! સેવક આવ્યા ! શું જોઈને સેવા કરવા નીકળ્યા છો ? લોકોના પૈસા ગેરમાર્ગે જાય અને લોકો પણ આપી આવે.
પ્રશ્નકર્તા પણ આજે એને જ માનવધર્મ કહેવામાં આવે છે.