________________
માનવધર્મ
૨૫
એમ થાય કે ‘જો મને જ આટલું દુઃખ થાય છે તો પછી હું ભાંડીશ તો એને કેટલું દુઃખ થશે !' એમ માની તે માંડવાળ કરે તો નિવેડો આવે.
માનવધર્મની પહેલી-ફર્સ્ટ નિશાની આ. ત્યાંથી માનવધર્મ શરૂ થાય છે. બિગિનિંગ માનવધર્મની અહીંથી જ હોવી જોઈએ ને ! બિગિનિંગ જ ના હોય તો એ માનવધર્મ સમજ્યો જ નથી.
પ્રશ્નકર્તા ઃ મને દુઃખ થાય એવું બીજાને દુઃખ થાય એ જે ભાવ છે એ ભાવ જેમ ડેવલપ થાય, એમ પછી માનવ-માનવ પ્રત્યેની એકતા એ વધુ ને વધુ ડેવલપ થયા કરેને ?
દાદાશ્રી : એ તો થયા કરે, આખા માનવધર્મનો ઉત્કર્ષ થાય. પ્રશ્નકર્તા : હા, એ સહજ રીતે ઉત્કર્ષ થયા કરે.
દાદાશ્રી : સહજ રીતે થયા કરે.
પાપ ઘટાડો, તે સાચો માતવધર્મ !
અને માનવધર્મથી તો ઘણાં પ્રશ્ન ઉકેલી જાય અને માનવધર્મ લેવલમાં હોવો જોઈએ. લોક ટીકા કરે, એ માનવધર્મ કહેવાય જ નહીં. મોક્ષની જરૂર નથી કેટલાંક માણસોને, પણ માનવધર્મની તો બધાને જરૂર છે ને ! માનવધર્મમાં આવે તો નર્યા ઘણાં પાપ ઓછાં થઈ જાય.
એ સમજણપૂર્વક હોવો ઘટે !
પ્રશ્નકર્તા : માનવધર્મમાં બીજા પ્રત્યેની આપણી અપેક્ષા હોય કે એણે પણ આમ જ વર્તવું, તો એ અત્યાચાર બની જાય છે ઘણી વખત.
દાદાશ્રી : નહીં, દરેકે માનવધર્મમાં રહેવું જોઈએ. એણે આમ વર્તવું જોઈએ, એનો કોઈ કાયદો જ નથી હોતો. માનવધર્મ એનું નામ કે પોતે
સમજીને માનવધર્મ પાળતા શીખે.
પ્રશ્નકર્તા ઃ પોતે સમજીને હા, પણ આ તો બીજાને કહે કે તમારે આમ વર્તવાનું, આમ કરવાનું, તેમ કરવાનું.
માનવધર્મ
દાદાશ્રી : એવું કહેવાનો કોને અધિકાર છે ? કંઈ ગવર્નર છે ? પણ એવું કહી ના શકાય.
પ્રશ્નકર્તા : હા, એટલે એ અત્યાચાર બની જાય છે.
દાદાશ્રી : અત્યાચાર જ કહેવાયને ! ખુલ્લો અત્યાચાર આમાં આવું કરે, તમે ફરજ નહીં પાડી શકો કોઈને, તમે અત્યારે એને સમજાવી શકો કે ભઈ, આમ કરો તો તમને લાભદાયી થશે, તમે સુખી થશો. ફરજ તો પડાય જ નહીંને કોઈને.
૨૬
આમ મતખો ઉજાળવો...
આ તો કંઈ મનુષ્યપણું કહેવાય ? આખો દા'ડો ખઈને ફર્યા અને બે જણને ટૈડકાવીને આવ્યા અને રાતે ઊંઘી ગયા. એને મનુષ્યપણું કહેવાતું હશે ? મનખો લજવાય, મનુષ્યપણું તો સાંજે સો માણસને ઠંડક આપીને આવ્યા હોય, પાંચ-પચ્ચીસ માણસને, પાંચ માણસને યે ઠંડક આપીને આવ્યા હોય, એ મનુષ્યપણું કહેવાય ! આ તો મનખો લજવ્યો.
પુસ્તકો પહોંચાડો સ્કૂલો-કોલેજમાં !
આ તો શું ય માની બેઠા ? અમે માનવ છીએ. અમારે માનવધર્મ પાળવાનો છે. મેં કહ્યું, હા, પાળજો, બા. અણસમજણપૂર્વક બહુ દહાડા પાળ્યા. હવે સાચું સમજીને માનવધર્મ પાળવાનો છે, બાકી માનવધર્મ તો બહુ શ્રેષ્ઠ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પણ એ માનવધર્મ તો દાદા, ડેફિનેશન જ જુદી જાતની કરે છે ને માણસો. માનવધર્મ એક્ઝેક્ટલી સમજે જ છે જુદી રીતે.
દાદાશ્રી : હા, એનું કોઈ પુસ્તક જ નથી સારું, પેલાં કેટલાંક સંતો ને એ તે બધા લખે, પણ તે એને પૂરી સમજમાં આવતું નથી. એટલે એવું હોવું જોઈએ કે આખું પુસ્તકરૂપે, વાંચે, સમજે ત્યારે એમના મનમાં એમ લાગે કે આ બધું આપણે માનીએ છીએ તે ભૂલ છે આ બધી. એ માનવધર્મનું પુસ્તક બનાવી અને સ્કૂલમાં અમુક ઉંમરના છોકરાઓને શીખવાડવું જોઈએ.