________________
માનવધર્મ
૧૩
૧૪
એક ફેરો કહી દીધું, ‘ભઈ, આ પોઈઝન છે ! એટલે એ જ્ઞાન તમને હાજર જ રહેવું જોઈએ અને જે જ્ઞાન હાજર ના રહેતું હોય એ જ્ઞાન જ નથી, એ અજ્ઞાન જ છે. અહીંથી અમદાવાદનું જ્ઞાન, તમને નકશો ને એ બધું તમને આપી દીધું અને પછી એ પ્રમાણે જો ના નીકળે તો એ ખોટો જ નકશો, એક્કેક્ટ જ આવવું જોઈએ.
ચાર ગતિમાં ભટકવાતા કારણો.. પ્રશ્નકર્તા મનુષ્યના કર્તવ્ય સંબંધી આપ કંઈક બે શબ્દ કહો.
દાદાશ્રી : મનુષ્યના કર્તવ્યમાં, જેણે પાછું મનુષ્ય જ રહેવું હોય તો એની લિમિટ બતાવું. ઊંચે ના જવું હોય કે નીચે ના જવું હોય, ઊંચે છે તે દેવગતિ છે અને નીચે છે તે જાનવરગતિ છે ને એનાથી નીચે નર્કગતિ છે. બધી બહુ જાતની ગતિઓ છે. તે તમારે મનુષ્ય પૂરતું જ કહો છો ?
પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો મનુષ્ય તરીકેના જ કર્તવ્યો બજાવવા પડશે ને ?
દાદાશ્રી : મનુષ્યના કર્તવ્ય બજાવે છે તેથી તો મનુષ્ય થયા. આપણે એમાં પાસ થયા તો હવે શેમાં પાસ થવું છે ? જગત બે રીતે છે. એક તો મનુષ્ય જન્મમાં આવી પછી ક્રેડીટ ભેગી કરે છે, તો ઊંચી ગતિમાં જાય છે. ડેબીટ ભેગી કરે છે તો નીચે જાય છે અને જો ક્રેડીટ-ડેબીટ બેઉનો વેપાર બંધ કરી દે તો મુક્તિમાં જાય, આ પાંચ જગ્યાઓ ખુલ્લી છે. ચાર ગતિઓ છે. દેવગતિ ખૂબ ક્રેડીટમાં, કેડીટ વધારે ને ડેબીટ ઓછી એ મનુષ્યગતિ. ડેબીટ વધારે ને ક્રેડીટ ઓછી એ જાનવરની ગતિ અને સંપૂર્ણ ડેબીટ એ નર્કગતિ. આ ચાર ગતિઓ અને પાંચમી છે તે મોક્ષની ગતિ. આ ચારેય ગતિઓ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે અને પાંચમી ગતિ તો હિન્દુસ્તાનના મનુષ્યો જ પ્રાપ્ત કરી શકે છે. સ્પેશિયલ ફોર ઈન્ડીયા. બીજા લોકોના માટે એ નથી.
હવે એને મનુષ્ય થવું હોય તો એણે વડીલોની, મા-બાપની સેવા
માનવધર્મ કરવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, લોકોની જોડે ઓબ્લાઈઝીંગ નિચર રાખવો જોઈએ. અને વ્યવહાર છે તે દશ આપો ને દશ લ્યો પાછા, દશ આપોને દશ લ્યો. વ્યવહાર ચોખ્ખો રાખો એટલે સામાની સાથે કશું લેણું-દેણું ના રહે એવી રીતે વ્યવહાર સાચવો, સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર. માનવતામાં તો, કોકને માર મારતી વખતે અથવા તો પહેલા ખ્યાલ આવે, માનવતા હોય તો ખ્યાલ આવવો જ જોઈએ કે મને મારે તો શું થાય ? એ ખ્યાલ પહેલો આવવો જોઈએ તો માનવતા, માનવધર્મ રહી શકે, નહીં તો રહી શકે નહીં. એટલે એ ખ્યાલ રહીને બધું જ કામ કરવામાં આવે તો ફરી મનુષ્યપણું થાય. મનુષ્યપણું ફરી મળવું તે ય મુશ્કેલ છે.
નહીં તો જેને ખ્યાલ નથી આનો, આને શું પરિણામ આવશે તેનો ખ્યાલ ના હોય એ માણસ જ ના કહેવાય. ઊઘાડી આંખે ઊંધે એ અજાગૃતિ, એને માણસ કહેવાય નહીં. આખો દહાડો અણહક્કના જ વિચાર કરે, ભેળસેળ કરે, તે બધું જાનવરમાં જાય, અહીંથી મનુષ્યમાંથી સીધો જાનવરમાં ત્યાં જઈને ભોગવે.
અને પોતાનું સુખ બીજાને આપી દે, પોતાના હક્કનું સુખ બીજાને આપી દે તો સુપરહ્યુમન એટલે દેવગતિમાં જાય. પોતાનું સુખ જે ભોગવવાનું છે, પોતાને માટે નિર્માણ થયેલું, તે પોતાને જરૂર છે છતાં બીજાને આપી દે એ છે તે સુપરહ્યુમન એટલે દેવગતિમાં જાય અને જે અનર્થ નુકસાન કરે છે, એને કંઈ ફાયદો ના હોય, પોતાને કંઈ ફાયદો ના હોય ને નુકસાન સામાનું બહુ કરે એ નર્કગતિમાં જાય. આ લોકો તો અણહક્કનું ભોગવે છે. એ તો પોતાના ફાયદા માટે ભોગવે છે. માટે જાનવરમાં જાય છે. પણ જેને કોઈ પણ કારણ સિવાય વગર કારણે લોકોના ઘર બાળી મેલે ને બીજું કરે ને તોફાન કરે એ બધા નર્કગતિના અધિકારી અને જીવો મારી નાખે અગર તો તળાવમાં ઝેર નાખે, કુવામાં ગમે તે નાખે એ બધા ! બધી જવાબદારી પોત પોતાની છે. એક એક વાળ પૂરતી જવાબદારી જગતમાં છે !
ત્યાં કુદરતને ઘેર એક વાળ પૂરતો અન્યાય છે નહીં. અહીં મનુષ્યમાં અન્યાય હોય વખતે, પણ કુદરતને ઘેર તો બિલકુલ ન્યાયસર છે. ક્યારેય