Book Title: Manav Dharma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ માનવધર્મ ૨૩ દાદાશ્રી : મનુષ્યોને ખલાસ કરી નાખો છો, તમે જીવવાયે નથી દેતા. એટલે એ ભઈને ખૂબ વઢ્યો. કઈ જાતના માણસ છો ? કોણે શીખવાડ્યું તમને આવું ? લોકોની પાસેથી પૈસા લાવવા અને આમ એને ગરીબ લાગે, એને બોલાવીને આપવું. અલ્યા એનું થર્મોમીટર ક્યું ? આ ગરીબ લાગ્યો માટે એને આપવા ને આ ન લાગ્યો, એને ના આપવા ? પેલું તે કઠણ બોલતાં ન આવડ્યું, બોલતાં સારું ન આવડ્યું, એને ના આપ્યા અને પેલાં બોલતાં સારું આવડયું તેને આપ્યા. થર્મોમીટરવાળો આવ્યો ! પછી, મને બીજો રસ્તો બતાવો, કહે છે. મેં કહ્યું, આ માણસ શરીરે મજબૂત છે તો એકસો-દોઢસો રૂપિયાની લારી લાવી આપવી, આપણા ખર્ચે અને વીસ રૂપિયા આપીએ, લે આ શાકભાજી લઈ આવ અને વેચવા માંડ. અને લારીના ભાડાના બે-ચાર દિવસે રોજ છે તે પાંચ ભરી જવા. પ્રશ્નકર્તા ઃ મફત નહીં આપવું. એને ઉત્પાદક કરવાના સાધન આપવા. દાદાશ્રી : હા, નહીં તો આ તો બેકાર બનાવો છો તમે. આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ બેકારી નથી, એ બેકારી તમે ફેલાવી છે. આ આપણી ગવર્મેન્ટે ફેલાવી છે. આ બધું કરીને, આ તો વોટ લેવા માટે આ બધું તોફાન છે. અને માનવધર્મ સેફસાઈડ જ બતાવે છે. પ્રશ્નકર્તા : આ વાત સાચી છે કે આપણે દયા કરીએ એટલે પેલામાં એક જાતની એવી ભાવના ઊભી થાય કે એ બીજાની ઉપર જીવે છે. દાદાશ્રી : પેલાને ખાવાનું-પીવાનું મળ્યું ને, એટલે એમાંથી કો’ક દારુ રાખતો હોય તેને ત્યાં જઈને બેસે. ખાઈ, પી અને મઝા કરે. પ્રશ્નકર્તા : તે પીએ છે દાદા, એનો ઉપયોગ થાય છે એવી રીતે. દાદાશ્રી : જો આમ જ હોયને, એવું છે ને સુધારાય નહીં, તો બગાડાય નહીં, જો સુધારી શકતા ના હોય તો બગાડશો નહીં. એટલે શું ? કે એ બીજાની પાસેથી કપડાં લઈ ત્યાં એવાં લોકોને કપડાં આપે છે તે પછી આ માનવધર્મ આપણા લોકો કપડાં આપીને વાસણો લે છે. એને બદલે લોકોને ધંધે ચઢાવી આપવા. ૨૪ બાકી જે કપડાં આપે, એને ખાવાનું આપે એ માનવધર્મ હોય. અલ્યા મૂઆ, ના અપાય. એને ધંધે ચઢાવો. પ્રશ્નકર્તા : આપ જે કહો છો એ વાત તો બધા ય સ્વીકારે છે અને પેલું તો ખાલી દાન આપ્યું ને પંગુ બનાવ્યા. દાદાશ્રી : એનું જ આ પંગુપણું છે. એટલા બધાં દયાળુ લોકો, તે આવી દયા કરવાની જરૂર નથી. એને રીતસર એક લારી લઈ આપો દોઢસો રૂપિયાની અને શાકભાજી આપો, એક દહાડો વેચી આવે, બીજે દહાડે વેચી આવે. ચાલું થઈ ગયું. આવા બધા બહુ રસ્તા છે. માતવધર્મતી તિશાતી ! પ્રશ્નકર્તા : અમે ઘણાં મિત્રોમાં દાદાની આ વાત કરીએ, તો કહે છે, અમે માનવધર્મ પાળીએ એટલે બસ છે, એમ વાત કરીને બેસી જાય. દાદાશ્રી : હા, માનવધર્મ પાળે તો આપણે એને ભગવાન કહીએ. માનવધર્મ એટલે તો જમી આવ્યો, ન્હાયો, ચા પીધી, એને છે તે માનવધર્મ ના કહેવાય. પ્રશ્નકર્તા : નહીં. માનવધર્મમાં લોકો શું કહે કે એકબીજાને મદદ કરવી, કોઈનું સારું કરવું, માનવીને હેલ્પફુલ થવું એ માનવધર્મ લોકો સમજે. દાદાશ્રી : ના હોય એ માનવધર્મ. જાનવરોય મામા-માસીને મદદ કરવામાં સમજે છે બિચારા. માનવધર્મ એટલે હરેક બાબતમાં એને વિચાર આવે કે, મને આમ હોય તો શું થાય ? એ પહેલો વિચાર ના આવે તો એ માનવધર્મમાં છે નહીં. કો’કે મને ગાળ ભાંડી તે ઘડીએ હું એને ગાળ ભાંડું તે પહેલાં મારા મનમાં

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22