Book Title: Manav Dharma Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ માનવધર્મ અહીં આગળ એંસી ટકા મનુષ્યો જાનવરમાં જવાના છે. અત્યારનાં એઈટી પરસન્ટ માણસ. કારણ કે મનુષ્યપણામાં આવી અને શું કરે છે ? ત્યારે કહે, ભેળસેળ કરે છે તે અણહક્કનું ભોગવી લે, અણહક્કનું લૂંટી લે, અણહક્કનું લઈ લેવાની ઈચ્છાઓ કરે, અણહક્કના વિચારો કરે અગર પરસ્ત્રીઓ ઉપર દ્રષ્ટિ બગાડે. પોતાની હક્કની સ્ત્રી ભોગવવાનો રાઈટ છે મનુષ્યને, પણ અણહક્કની પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ પણ ન બગાડાય, એનો પણ દંડ મળે છે. ખાલી દ્રષ્ટિ બગાડી તેનો જ દંડ એનું ય પણ જાનવરપણું મળે છે. કારણ કે પાશવતા થઈ. માનવતા હોવી જોઈએ. ૭ માનવધર્મ એટલે શું ? હક્કનું ભોગવવું, એનું નામ માનવધર્મ. એવું આપ સ્વીકારો છો કે નહીં ? પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : અને અણહક્કનું તે ? પ્રશ્નકર્તા : નહીં સ્વીકારવું જોઈએ. જાનવર યોનિમાં જવાના એની કંઈ સાબિતી ખરી ? દાદાશ્રી : હા, સાબિતી સાથે છે. સાબિતી વગર એમ ને એમ ગણ્યું ના મરાય. મનુષ્યપણું ક્યાં સુધી રહે ? અણહક્કનું કિંચિત્માત્ર ન ભોગવે ત્યાં સુધી મનુષ્યપણું છે. પોતાના હક્કનું ખાય તે મનુષ્ય થાય. અણહક્કનું ખાય તે જાનવર થાય. હક્કનું બીજાને આપી દેશો તો દેવગતિ થાય અને અણહક્કનું મારીને લેશો તો નર્કગતિમાં જાય. માતવતાનો અર્થ માનવતા એટલે મારું હું ભોગવું ને તારું તું ભોગવ. મારે ભાગે આવ્યું તે મારું ને તારે ભાગે આવ્યું તે તારું. પરાયામાં દ્રષ્ટિ ના કરે એ માનવતાનો અર્થ. પછી પાશવતા એટલે મારું એ ય મારું અને તારું એ ય માનવધર્મ મારું ! અને દૈવીગુણ કોને કહેવાય ? તારું એ તારું અને મારું એ ય તારું. પરોપકારી હોય એ પોતાનું હોય, તે ય બીજાને આપી દે. એવા દૈવીગુણવાળા હોય કે ના હોય ? આપને માનવતા બહુ જોવામાં આવે છે બધે ? ८ પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ જોવામાં આવે ને કોઈ જગ્યાએ જોવામાં ના ય આવે. દાદાશ્રી : કોઈ મનુષ્યમાં પાશવતા જોવામાં આવે છે ? એ શીંગડા ઉગામે ત્યારે આપણે ના સમજીએ કે આ પાડો છે, તે શીગડાં મારવા આવે છે ! ત્યારે આપણે ખસી જવું જોઈએ. આ પાડો તો રાજાનેય ન છોડે. સામો જો રાજા આવતો હોય તો ય પણ ભેંસના ભઈ તો એમ છે તે મલકાતા જ હેંડતા હોય ! રાજાને ફરવું પડે, પણ એ ના ફરે. આ છે માતવતાથી ય ઊંચો ગુણ ! પછી માનવતાથી ઉપર ‘સુપર હ્યુમન’ કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનું નુકસાન કરો તો ય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને ‘હેલ્પ’ કરે ! તમે ફરી એમને નુકસાન કરો તો ય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે. એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવું કે આ ભાઈ ‘સુપર હ્યુમન’ છે. એ દૈવીગુણ કહેવાય. એવાં તો કો’ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીંને ! કારણ કે લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે ! માનવતાનાં ધર્મની વિરુદ્ધ કોઈ પણ ધર્મનું આચરણ કરે, જો પાશવી ધર્મનું આચરણ કરે તો પશુમાં જાય. જો રાક્ષસી ધર્મનું આચરણ કરે તો રાક્ષસમાં જાય, એટલે નર્કગતિમાં જાય અને જો સુપર હ્યુમન ધર્મનું આચરણ કરે તો દેવગતિમાં જાય. એવું આપને સમજાયું ? હું શું કહેવા માગું છું તે ? જેટલું જાણે તેટલો ધર્મ શીખવાડે ! અહીં આગળ સંત પુરુષો અને જ્ઞાની પુરુષો જ જન્મ લે છે અને તે લોકોને લાભ આપે છે. પોતે તર્યા હોય અને બીજાને તારવાનો લાભ આપેPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22