Book Title: Manav Dharma
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ ચઢ્યું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર! વીસમે વરસે બાબો જન્મ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, ‘શેની પાર્ટી?’ પૂજ્યશ્રીએ કહ્યું, ‘મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!' અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષનાં દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થૂળ દેહવિલય. સૂક્ષ્મદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીનો સિધ્ધાંત * વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉલ્ટું ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા! આત્મજ્ઞાત પ્રાપ્તિની વર્તમાને પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ-દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને ધન્યતા અનુભવે છે. સંપાદકીય મનુષ્યપણાનું જીવન તો બધા જીવી જ રહ્યા છે. જન્મ્યા, ભણ્યા, નોકરી કરી, પરણ્યા, બાપા બન્યા, દાદા બન્યા ને ઠાઠડીમાં ગયા. જીવનનો આ જ ક્રમ હશે ? આવી રીતે જીવન જીવવાનો હેતુ શો ? શા માટે જન્મ લેવો પડે છે ? જીવનમાં શું પ્રાપ્ત કરવાનું છે ? માનવદેહ મળ્યો તે પોતે માનવધર્મમાં હોવો જોઈએ. માનવતા સહિત હોવો જોઈએ, તો જીવન ધન્ય બન્યું કહેવાય. માનવતાની વ્યાખ્યા પોતાની જાત ઉપરથી જ નક્કી કરવાની છે. મને કોઈ દુ:ખ આપે તો મને નથી ગમતું, તો મારે કોઈને દુઃખ ન આપવું જોઈએ. આ સિદ્ધાંત જીવનનાં દરેક વ્યવહારમાં જેને ફીટ થઈ ગયો, તેનામાં પૂરી માનવતા આવી ગઈ. મનુષ્યપણું એ તો ચાર ગતિનું જંકશન છે. ત્યાંથી ચારે ય ગતિમાં જવાની છૂટ છે. પણ જેવાં કારણો સેવ્યાં હોય તે ગતિમાં જવું પડે. માનવધર્મમાં રહ્યા તો ફરી પાછો મનુષ્યપણું દેખશે અને માનવધર્મ પરવારી ગયા તો જાનવરમાં અવતાર આવી જાય. માનવધર્મથી આગળ સુપરહ્યૂમનના ધર્મમાં આવ્યો અને આખી જિંદગી પરોપકારમાં ગઈ, તો દેવગતિમાં અવતાર થાય અને મનુષ્યમાં આત્મજ્ઞાની પાસેથી આત્મધર્મ પ્રાપ્ત કરી લે તો ઠેઠ મોક્ષગતિ - પરમપદને પ્રાપ્ત કરી શકે. પરમ પૂજ્ય દાદાશ્રીએ તો માનવી પોતાના માનવધર્મમાં પ્રગતિ માંડે તેની સુંદર સમજણ સત્સંગ દ્વારા પ્રાપ્ત કરાવી છે. તે સર્વે પ્રસ્તુત સંકલનમાં અંકિત થઈ છે. જે આજના બાળકો-યુવાનોને પહોંચે તો જીવનની શરૂઆતથી માનવધર્મમાં આવી જાય તો આ મનુષ્યપણું સાર્થક થઈ ધન્ય બની જાય એ જ અભ્યર્થના ! - ડૉ. નીરુબહેન અમીન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22