Book Title: Mahavir Charit Mimansa Author(s): Dalsukh Malvania Publisher: Ramesh Malvaniya View full book textPage 6
________________ પ્રાસ્તાવિક ઈ. સ. ૧૯૭ર માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મારું- “પ્રભુશ્રી મહાવીર સ્વામીને જીવન સંદેશ” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. તે મેં સામાન્ય વાચકને સમક્ષ રાખીને લખ્યું હતું, પણ લખતી વેળાએ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ભ. મહાવીરના જીવનની પ્રત્યેક ઘટના વિષે સંશોધકોને નજર સમક્ષ રાખીને એક પુસ્તક લખવાને વિચાર દઢ થતું ગયો હતો. તેના પરિપાકરૂપે આ પુસ્તક વિદ્વાને સમક્ષ મૂકતા મને આનંદ થાય છે. પ્રત્યેક ઘટના વિશે તે તેના મૂળ સ્વરૂપમાં કેવી હતી, જેણે તેનું સર્વ પ્રથમ નિરૂપણ કર્યું. અને પછી તેમાં કેવાં કેવાં પરિવર્તન પરિવર્ધને થતાં ગયાં–તેની આમાં મીમાંસા છે. આમાં હું કેટલો સફળ થયે છું તે વિદ્વાને જ કહેશે. મારી મીમાંસામાં ક્ષતિઓ હોવાનો પૂરો સંભવ છે. વાચકને તે ધ્યાનમાં આવે તે મારું ધ્યાન દોરે તેવી વિનંતી કરું તે અસ્થાને નહીં ગણાય. તે જાણી મને આનંદ થશે અને બીજી આવૃત્તિને અવકાશ મળશે તે તે ક્ષતિઓ દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. પ્રસ્તુત પુસ્તકનું સમર્પણ મે. ડો. હરિવલ્લભ ભાયાણીને કર્યું છે તે તેમણે સ્વીકાર્યું કે મારે માટે આનંદનો વિષય છે. તેમના જેવા સંશોધકોએ જ મને આવું લખવા પ્રેરણા આપી છે તે જાણવું તે અનુચિત નહીં ગણાય. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશમાં શ્રી નવીનભાઈ શાહે રસ ન દાખવ્યો હોત તો એમને એમ અટાળામાં પડયું રહેત. તેથી તેમને અહીં વિશેષ આભાર માનું છું. ચિત્રકાર હિરેન નાનાલાલ ગજજર તથા મુદ્રક ક્રિશ્ના પ્રિન્ટરીવાળા શ્રી હરજીભાઈને આભારી છું. પ્રફ જોવામાં મારા પુત્ર રમેશે સહાય કરી તેને અહી યાદ કરું છું. પેરા સેસાયટી અમદાવાદ “તા. ૨૫-૮-૯૨ દલસુખ માલવણથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146