________________
પ્રતિના આદિ-અંતના પૃષ્ઠને છોડી બાકીનાં વીસ પૃષ્ઠમાં આ પ્રમાણેના ઓગણપચાસ અક્ષર વંચાય છે. લેખક બરાબર ઘડાયેલ ન હોવાથી જેવા સ્પષ્ટ અને સુધા અક્ષરો દેખાવા જમે તેવા દેખાતા નથી. છતાં લેખકે કેવા કેવા પ્રકારની નવાળા હોય છે એને ખ્યાલ પ્રેક્ષકોને જરૂર આવશે.
આ સિવાય તાડપત્રીય પુસ્તકે, સુંદર સુંદર લિપિનાં કાગળનાં પુસ્તક તેમજ ભંડારની નવી વ્યવસ્થા આદિ પણ દર્શનીય જ ગણાય.
પુસ્તક મેળવનારને માટે–પુસ્તક લઈ જનારની અપ્રામાણિકતાને અનેક વાર કડવો અનુભવ કરી ભંડારના હાલના કાર્યવાહકે એ કેટલાંક વર્ષ થયાં કાયદો કર્યો છે કે–પુસ્તક મંગાવનાર પાસે દર એક પાને એક રૂપીઓ રોકડું ડિપોઝીટ મુકાવવું, અને તે રીતે પણ પુસ્તક અધું જ આપવું. જે બસ. પાનાથી વધારે પાનાને ગ્રંથ હોય તે એક સાથે સો પાનાં જ આપવાં, વધારે નહિ. આ કાયદો એક દર અનુમોદનીય તે છે જ. છતાં કઈક વાર આમાં અપવાન્ની આવશ્યક્તા હોય છે, તેને વિચાર કાર્ય વાહકો સ્વયં કરે એમ આપણે ઈચ્છીશું.
પ્રસ્તુત લીસ્ટ–પ્રસ્તુત લિસ્ટને ભંડારમાં જે ક્રમથી પુસ્તકે ગોઠવેલ છે તે રીતે છપાવ્યું નથી પરંતુ અમારાદિ ક્રમથી છપાવવામાં આવ્યું છે. અંતમાં ચાર પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. તે પૈકી પહેલા પરિશિષ્ટમાં સાધ્વી શ્રીને શ્રીજીનાં પાછળથી ઉમેરેલ પુસ્તકનું લીસ્ટ આપવામાં આવ્યું છે. બીજામાં ગ્રંથર્તાઓના નામની અનુક્રમણિકા આપવામાં આવી છે, જેથી તે તે ગ્રંથíના કેટલા ગ્રંથે આ ભંડારમાં છે આદિ જાણી શકાય. ત્રીજા પરિશિષ્ટમાં વિષયવિભાગવાર ગ્રંથોનું લીસ્ટ આપવામાં આવ્યું છે. જેથી ભિન્ન ભિન્ન વિષયના ગ્રંથો જેવા ઈચ્છનારને વધારેમાં વધારે અનુકુળતા થાય, આ પરિશિષ્ટ કરવામાં સવિશેષ કાળજી રાખવા છતાં કયાંય અસ્તવ્યસ્તપણું દેખાય તે વિદ્વાને તેને દરગુજર કરે. ચોથા પરિશિષ્ટમાં લીંબડીના જૈન મંદિરની પ્રતિમા ઉપરના લેખો અને લગભગ આજથી ૧૫૦ વરસ અગાઉ થઈ ગયેલ ત્યાંના સંઘમાં અને ધાર્મિક કાર્યોમાં આગેવાન શ્રેણિવર્ય ઉપરુ લખેલ જેમમુનિના પત્રની નકલ આપવામાં આવી છે. પ્રસ્તુત લિસ્ટ અને તેનાં પરિશિષ્ટ કરવા માટે સંપાદક. ઘણો શ્રમ કર્યો છે છતાં તેમાં ત્રુટિ જણાય તે વિદ્વાને તેને સહી લે એવી મારી સૌને વિનંતિ છે.
લીંબડીસ્ટેટનું ગૌરવ-કઈ પણ રાજ્યમાં પુરાતન દર્શનીય વસ્તુઓનું હોવું એ તેના ગૌરવમાં ઉમેરે ગણાય. જે લીંબડીસ્ટેટ વસ્તુની કિમત કરી જાણે તે પ્રસ્તુત જ્ઞાનભંડાર એ તેને માટે ઓછા ગૌરવની વસ્તુ નથી.
ઉપસંહાર–અંતમાં જેમણે તન મન અને ધનથી પ્રસ્તુત જ્ઞાનભંડારને વસાવ્યો છે, તેને પુષ્ટ કર્યો છે, તેમજ તેના રક્ષણ અને તેની વ્યવસ્થા માટે શ્રમ સેવ્યો છે. તે સૌને ધન્યવાદ આપી મારા, અવલોકનને પૂર્ણ કરું છું.
પુણ્યવિજય.