Book Title: Kumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Author(s): Jinvijay
Publisher: Singhi Jain Shastra Shiksha Pith Mumbai

View full book text
Previous | Next

Page 6
________________ ગ્રંથના પુનઃ સંપાદનના કાર્યમાં જોડાઈ ગયા. તેમણે ખૂબ જ ચીવટપૂર્વક શુદ્ધિ-વૃદ્ધિ અને પુનઃ સંપાદનના કાર્યમાં સહયોગ આપ્યો. તેમની અથાક મહેનતથી થોડાં સમયમાં જ ગ્રંથે નવું રૂપ ધારણ કર્યું. તેમનો ઉપકાર અવિસ્મરણીય છે. આ ગ્રંથના પ્રકાશનનું કાર્ય ચાલતું હતું ત્યારે વિદુષી સાધ્વી શ્રી ચંદનબાળાશ્રીજી મહારાજ સાથે વાત થઈ, તેમણે જેમ ગ્રંથસંપાદનકાર્યમાં સહયોગ આપ્યો તેમ ગ્રંથપ્રકાશનકાર્ય માટે પણ કહ્યું કે, ગ્રંથપ્રકાશનના આર્થિક બોજની ચિંતા ન રાખતા. આવા ઉત્તમ ગ્રંથો પ્રકાશિત થાય તે આવશ્યક છે. આ ગ્રંથ સારી રીતે તૈયાર થાય તે જ વિચારો અને તેમણે વિ. સં. ૨૦૬૩માં માલેગાંવ ચાતુર્માસ બીરાજમાન સ્વાધ્યાયપ્રેમી વદ્ધમાનતપોનિધિ પૂજય ગણિવર્ય શ્રીનયભદ્રવિજયમહારાજને જણાવ્યું કે, કુમારપાળચરિત્રસંગ્રહ પ્રાચીન ગ્રંથના પુનઃ સંપાદનનું કાર્ય ચાલી રહ્યું છે, તેથી પૂ.શ્રીએ માલેગાંવ ગુજરાતી સંઘના ટ્રસ્ટીઓને આવા ઉત્તમ પ્રાચીન ગ્રંથના પ્રકાશનકાર્યમાં લાભ માટે પ્રેરણા કરી અને પૂ.શ્રીની પ્રેરણાને ઝીલીને શ્રીજૈન શ્વેતાંબરમૂર્તિપૂજક ગુજરાતી પંચ માલેગામના જ્ઞાનખાતામાંથી આ ગ્રંથપ્રકાશનકાર્યમાં ઉદારતાપૂર્વક સંપૂર્ણ લાભ લીધેલ છે. પૂ.શ્રીની પ્રેરણા અને માલેગાંવ ગુજરાતી સંઘની ઉત્તમ ભાવના વંદનીય અને અનુમોદનીય છે. તેમના તરફથી અમને આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં જ અમારી ચિંતા ટળી ગઈ અને આ પ્રકાશનનું મહાકાર્ય સંપન્ન થયું છે. આ ગ્રંથમાં ગુજરાતના ગૌરવ સમાન અને જૈન ધર્મના ઉપાસક અને પરમાતનું બિરુદ પ્રાપ્ત કરનાર કુમારપાળ મહારાજાના જીવનને આલેખતી કથાઓ છે. આ કથાઓમાં ગુજરાતનો ભવ્ય ઇતિહાસ ગૂંથાયેલો છે. જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે તેવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથના પ્રકાશન કાર્યમાં કૉપ્યુટર ક્ષેત્રે શ્રી અખિલેશ મિશ્રા તથા શ્રી મૃગેશભાઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રૂફ રિડીંગ ક્ષેત્રે શ્રી ઉત્તમસિંહનો સહયોગ ઉલ્લેખનીય છે. પ્રૂફો સમયસર પહોંચાડવા અને લાવવા માટે શ્રી રિદ્ધીશભાઈનો સહકાર પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત આ ગ્રંથના પ્રકાશનમાં સહયોગ આપનાર તમામનો આભાર માનવામાં આવે છે. – જિતેન્દ્ર બી. શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 426