Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 13
________________ श्रीकुमारविहारशतकम् શુદ્ધિને માટે પૂર્ણ કાળજી રાખી તેના લેખને જાતે તપાસી ગ્રંથના ગૌરવમાં સારી વૃદ્ધિ થાય તેવી યોજના કરી આપી હતી. નિઃસ્વાર્થ ઉપકાર વૃત્તિને ધારણ કરનારા અને જૈન સાહિત્યને ખીલવવાની અંતરંગ ઈચ્છા રાખનારા એ મહાનુભાવ મુનિવરો કે જેઓ પોતાના ગુરૂના નામથી અંકિત એવી અમારી સંસ્થાને પવિત્રકાર્યમાં સહાયભૂત થાય છે, તેનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. ઉકત મુનિમહારાજાઓ જ્યારે કચ્છ માંડવીમાં ચાર્તુમાસ રહેલા તે વખતે માંડવીના શ્રીસંઘ તરફથી જ્ઞાનખાતાની ઉપજેલી રકમ, તેમજ અમદાવાદની પાંજરાપોળના ઉપાશ્રયના વહીવટ કરનાર શેઠ જેસંગભાઈ હઠીસિંગ તરફથી જ્ઞાનખાતે ઉપજેલ રકમ, મહારાજ સાહેબ શ્રી હંસવિજયજી મહારાજના સદુપદેશથી તે બંને તરફથી આ પુસ્તકની પ્રસિદ્ધિની સહાયમાં અર્પણ કરવામાં આવેલી છે, તેને માટે તે બંનેનો આભાર માનવામાં આવે છે. તે રીતિનું અનુકરણ કરી પ્રાચીન જૈન સાહિત્યના આવા આવા ઉત્તમ ગ્રંથો પ્રગટ કરવા માટે બીજા પણ સ્વધર્મપ્રેમી જૈન ગૃહસ્થો જે વિશેષ ઉમંગી થશે તો આ સંસ્થા તેવું કાર્ય કરવાને સદા વધારે ઉત્સાહી રહેશે.' આ ગ્રંથની એકેક પ્રત મુનિરાજને, સાધ્વીઓને, તથા પુસ્તકભંડારમાં મુકવા માટે સભા તરફથી ભેટ તરીકે અર્પણ કરવાની છે. આવા સંસ્કૃત અને માગધી ભાષાના ગ્રંથો મૂળ, ટીકા (અવચૂરિ) ભાવાર્થ, વિશેષાર્થ, સાથે અનેક શુદ્ધ થઈને બહાર પડે એવી અમારી અંતઃકરણની ઈચ્છા હોવાથી, તેના પ્રથમ પ્રયત્નરૂપે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ખાસ કરીને ચકચકીત ઉચા આર્ટપેપર ઉપર મોટો ખર્ચ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 176