Book Title: Krodh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ દાદાશ્રી : હા, શરીરે ય ના પાડે કે આપણને આ શોભે નહીં. એટલે ક્રોધ તો કેટલી બધી નબળાઈ કહેવાય ! એટલે ક્રોધ ના હોય આપણને ! પડે પર્સનાલિટી નબળાઈ વિતાવી ! પ્રશ્નકર્તા કોઈ માણસ નાના બાળકને બહુ જ મારતો હોય અને એ વખતે આપણે પસાર થતાં હોઈએ, ત્યારે એ માણસને વાળીએ ને ના માને તો છેવટે વઢીને કે ક્રોધ કરીને બાજુએ રાખવો જોઈએ કે નહીં ? દાદાશ્રી : ક્રોધ કરશો તો ય તે માર્યા વગર રહેશે નહીં. અરે, તમને ય મારે ને ! છતાં એની જોડે ક્રોધ શા માટે તમે કરો છો ? એને ધીમે રહીને કહો, વ્યવહારિક વાતચીત કરો. બાકી, સામે ક્રોધ કરો એ તો વિકનેસ છે ! પ્રશ્નકર્તા : તો છોકરાને મારવા દેવાનો ? દાદાશ્રી : ના, ત્યાં આગળ આપણે જઈને કહેવાનું કે, “ભઈ, શા માટે તમે આવું કરો છો ? આ બાળકે તમારું શું બગાડ્યું છે ?” આવું એને સમજાવીને વાત કરાય. તમે એની પર ક્રોધ કરો તો તો આ ક્રોધ એ તમારી નબળાઈ છે. પહેલી નબળાઈ પોતાનામાં ના હોવી જોઈએ. જેનામાં નબળાઈ ના હોય તેની પર્સનાલિટી પડે ને ! એ તો અમથો, સાધારણ જ કહે ને, તો ય બધા માની જાય. પ્રશ્નકર્તા ઃ કદાચ માને નહીં. દાદાશ્રી : માને નહીં, તેનું શું કારણ ? તમારી પર્સનાલિટી પડતી નથી. એટલે નબળાઈ ના હોવી જોઈએ, ચારિત્રવાન હોવું જોઈએ. મેન ઑફ પર્સનાલિટી હોવાં જોઈએ ! લાખો ગુંડાઓ એને જોતાં જ ભાગી જાય ! આ તો ચીડિયા માણસથી તો કોઈ ભાગી ના જાય, ઊલટો મારે હઉં ! જગત તો નબળાઈને જ મારે ને !! એટલે મેન ઑફ પર્સનાલિટી હોવો જોઈએ. પર્સનાલિટી ક્યારે આવે ? ક્રોધ વિજ્ઞાન જાણીએ ત્યારે પર્સનાલિટી આવે. આ જગતમાં જે ભૂલી જવાય એ (રિલેટિવ) જ્ઞાન છે અને ક્યારેય પણ ના ભૂલાય એ વિજ્ઞાન છે ! ગરમી કરતાં હિમ ભારે ! તને ખબર છે, હિમ પડે છે તે ? હવે હિમ એટલે બહુ જ ઠંડી હોય ને ? તે હિમથી ઝાડવા બળી જાય, બધો કપાસ-પાસ બધું જ બળી જાય. એવું તું જાણે છે કે ? એ શાથી ઠંડીમાં બળી જતું હશે ? પ્રશ્નકર્તા: ‘ઓવર લિમિટ’ ઠંડીને લીધે. દાદાશ્રી : હા, એટલે જો તું ઠંડો થઈને રહે તો એવું શીલ ઉત્પન્ન થાય. ક્રોધ બંધ ત્યાં પ્રતાપ ! પ્રશ્નકર્તા: પણ દાદા, વધારે પડતું ઠંડા થવું એ પણ એક નબળાઈ જ છેને ? દાદાશ્રી : વધારે પડતા ઠંડા થવાની જરૂર જ નથી. આપણે તો લિમિટમાં રહેવાનું છે, એને “નોર્માલિટી’ કહે છે. બીલો નોર્મલ ઇઝ ધી ફીવર, એબૉવ નોર્મલ ઈઝ ધી ફીવર, નાઇન્ટી એઇટ ઇઝ ધી નોર્મલ. એટલે આપણને નોર્માલિટી જ જોઈએ. ક્રોધી કરતાં ક્રોધ ન કરનારાથી લોકો વધારે ભડકે. શું કારણ હશે એવું ? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય, કુદરતનો નિયમ છે એવો ! નહીં તો એને રક્ષણ કરનારા જ ના મળે ને ! ક્રોધ તો રક્ષણ હતું, અજ્ઞાનતામાં રક્ષણ ક્રોધથી થતું હતું. ચીડિયાતો નંબર છેલ્લો ! પ્રશ્નકર્તા : સાત્ત્વિક ચીડ અગર તો સાત્ત્વિક ક્રોધ સારો કે નહીં ?

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21