Book Title: Krodh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ છે, ખાલી વિકનેસ છે. આખા જગત પાસે એ વિકનેસ છે. કોઈ તને ટૈડકાવે તો તું ઉગ્ર થઈ જાઉં ને ? પ્રશ્નકર્તા : હા, થઈ જાઉં છું. દાદાશ્રી : તો એ નબળાઈ કહેવાય કે જબરાઈ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ કો'ક જગ્યાએ તો ક્રોધ હોવો જ જોઈએ !! દાદાશ્રી : ના, ના. ક્રોધ એ તો પોતે જ નબળાઈ છે. અમુક જગ્યાએ ક્રોધ હોવો જોઈએ, એ તો સંસારી વાત છે. આ તો પોતાનાથી ક્રોધ નીકળતો નથી એટલે એવું બોલે કે ક્રોધ હોવો જ જોઈએ ! ક્રોધ મત પણ ન બગડે એ બળવાન ! કોણ માતે “હું ખોટો ?” પ્રશ્નકર્તા : આપણે સાચાં હોઈએ છતાં ય આપણું કોઈ ખોટું કરી નાખે, એટલે મહીં એના પર ક્રોધ થાય. તો એ ક્રોધ જલદી ના આવી જાય એ માટે શું કરવું ? દાદાશ્રી : હા, પણ તમે સાચાં હોય ત્યારે ને ? તમે સાચાં હો ખરાં ? તમે સાચાં છો, એવું તમને ખબર પડી ? પ્રશ્નકર્તા : આપણને આપણો આત્મા કહેતો હોય ને, કે આપણે સાચા છીએ. દાદાશ્રી : આ તો તમે ને તમે જજ, તમે વકીલ ને તમે જ આરોપી, એટલે તમે સાચાં જ ને ? તમે પછી જૂઠા થાવ જ નહીં ને ? પેલાને ય એવું હોય કે હું જ સાચો છું. આપને સમજાય છે ? - આ છે બધી નબળાઈઓ ! પ્રશ્નકર્તા : પણ મારે એ પૂછવું હતું કે અન્યાય માટે ચીડ ચઢે, એ તો સારું છે ને ? કોઈ વસ્તુ માટે આપણે દેખીતી રીતે અન્યાય થયેલો જોઈએ ત્યારે જે પ્રકોપ થાય એ યોગ્ય છે ? દાદાશ્રી : એવું છે, કે આ બધું ક્રોધ ને ચીડ, એ બધી નબળાઈઓ પ્રશ્નકર્તા : તો પછી મારું કોઈ અપમાન કરે ને હું શાંતિથી બેસું, તો એ નિર્બળતા ના કહેવાય ? દાદાશ્રી : ના. ઓહોહો ! અપમાન સહન કરવું, એ તો મહાન બળવાનપણું કહેવાય !! અત્યારે અમને કોઈ ગાળો ભાંડે તો અમને કશું જ ના થાય, એને માટે મન પણ ના બગડે, એ જ બળવાનપણું ! અને નિર્બળતા તો, આ બધા કચર્ચ કર્યા જ કરે છે ને, જીવમાત્ર લઢમૂલઢા કર્યા કરે છે, એ બધી નિર્બળતા કહેવાય. એટલે અપમાન શાંતિથી સહન કરવું એ મહાન બળવાનપણું છે અને એવું અપમાન એક જ ફેરો ઓળંગીએ, એક સ્ટેપ ઓળંગેને, તો સો સ્ટેપ ઓળંગવાની શક્તિ આવે. આપને સમજાયું ને ? સામો બળવાન હોય, એની સામે નિર્બળ તો જીવમાત્ર થઈ જ જાય છે, એ તો એનો સ્વભાવિક ગુણ છે. પણ જો નિર્બળ માણસ આપણને છંછેડે તો ય એને આપણે કંઈ પણ ન કરીએ ત્યારે એ બળવાનપણું કહેવાય. ખરી રીતે નિર્બળનું રક્ષણ કરવું જોઈએ ને બળવાનની સામું થવું

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21