Book Title: Krodh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 19
________________ ઉ0 ક્રોધને જીતાય આમ.. દ્રવ્ય એટલે બહારનો વ્યવહાર, એ પલટે નહીં પણ ભાવ પલટે એટલે બહુ થઈ ગયું. એ કહે છે, ક્રોધ બંધ કરવો છે. આજથી ક્રોધ બંધ ના થાય. ક્રોધને તો ઓળખવો પડે, ક્રોધ શું છે ? શાથી ઉત્પન્ન થાય છે ? એનો જન્મ શા આધારે થાય છે ? એમ ને એમ ક્રોધ બંધ કરવો હોય તો શી રીતે થાય ? એની મા કોણ ? બાપ કોણ ? શી રીતે જન્મ થાય છે ? દવાખાનું કયું ? મેટર્નીટી વોર્ડ ક્યો ? બધું તપાસ કર્યા પછી ક્રોધને ઓળખાય. છૂટેલો છોડાવે ! તમારે કાઢવું છે બધું? શું શું કાઢવું છે કહો ? લીસ્ટ કરીને મને આપો. એ બધું કાઢી આપીએ. તમે ક્રોધ-માન-માયા-લોભથી બંધાયેલા છો ? ક્રોધ-માન-માયા-લોભતો ખોરાક ! કેટલાંક માણસો જાગૃત હોય છે, તે બોલે છે ખરાં કે આ ક્રોધ થાય છે એ ગમતું નથી. ગમતું નથી છતાં કરવો પડે છે. અને કેટલાંક તો ક્રોધ કરે છે ને કહે, ‘ક્રોધ ના કરે તો ચાલે જ નહીં મારું ગાડું, મારું ગાડું બંધ થઈ જાય.” એવું ય કહે. ક્રોધ-માન-માયા-લોભ નિરંતર પોતાનું જ ચોરી ખાય છે, પણ લોકોને સમજાતું નથી. આ ચારેય ને જો ત્રણ વરસ ભૂખ્યાં રાખો તો તે ભાગી જાય. પણ તે જ ખોરાકથી જીવી રહ્યાં છે તે કયો ખોરાક ? તે જો જાણો નહીં તો તે શી રીતે ભૂખ્યાં મરે ? તેની સમજણ નહીં હોવાથી તેમને ખોરાક મળે જ જાય છે. એ જીવે છે શી રીતે ? ને ય પાછાં અનાદિકાળથી જીવે છે ! માટે તેનો ખોરાક બંધ કરી દો. આવો વિચાર તો કોઈને ય નથી આવતો ને બધા મારીઠોકીને તેમને કાઢવા મથે છે. એ ચાર તો એમ જાય તેવાં નથી. એ તો આત્મા બહાર નીકળે એટલે મહીં બધું જ વાળીઝૂડીને સાફ કરીને પછી નીકળે. તેમને હિંસક માર ના જોઈએ. તેમને તો અહિંસક માર જોઈએ. આચાર્ય શિષ્યને ક્યારે ટૈડકાવે ? ક્રોધ થાય ત્યારે. તે વખતે કોઈ કહે, “મહારાજ આને શું કામ ટૈડકાવો છો ?” ત્યારે મહારાજ કહે, ‘તેને તો ટૈડકાવવા જેવો જ છે.' બસ ખલાસ, આ બોલ્યા તે ક્રોધનો ખોરાક. કરેલા ક્રોધનું રક્ષણ કરે તે જ તેનો ખોરાક. આ ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ સુધી જો ખોરાક ના મળે તો એની મેળે જ પછી ભાગી જાય, આપણે કહેવું જ ના પડે. કારણ કે દરેક વસ્તુ પોતપોતાના ખોરાકથી જીવતા રહ્યા છે અને આ જગતના લોકો શું કરે છે ? દરરોજ આ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપ્યા કરે છે, રોજ જમાડે છે અને પછી એ તગડા થઈને ફર્યા કરે છે. છોકરાંને મારે, ખૂબ ક્રોધે થઈને મારે, પછી બાઈ કહેશે, “આવું પ્રશ્નકર્તા : એકદમ. દાદાશ્રી : એટલે બંધાયેલો માણસ પોતાની જાતે શી રીતે છૂટો થાય ?! આમ ચોગરદમ હાથ-પગ બધું બંધાયેલું હોય સજજડ તે શી રીતે છૂટો થાય પોતે ? પ્રશ્નકર્તા : એને કોઈનો સહારો લેવો જોઈએ ? દાદાશ્રી : બંધાયેલાની હેલ્પ લેવી જોઈએ ? પ્રશ્નકર્તા : સ્વતંત્ર હોય, એની હેલ્પ લેવી જોઈએ. દાદાશ્રી : આપણે કોઈને પૂછીએ કે ભઈ, કોઈ છો અહીં છૂટા ? મુક્ત છો ? તો અમને આ હેલ્પ કરો. એટલે મુક્ત થયેલો હોય તે કરી આપે. બાકી, બીજું કોઈ ન કરી આપે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21