Book Title: Krodh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ક્રોધ ૧૧ થાય છે માટે જાણતા જ નથી, ખાલી અહંકાર કરો છો કે ‘હું જાણું છું.’ પ્રશ્નકર્તા : ક્રોધ થઈ ગયા પછી ખ્યાલ આવે કે આપણે ક્રોધ ન કરવો જોઈએ. દાદાશ્રી : ના, પણ જાણ્યા પછી ક્રોધ ના થાય. આપણે અહીં બે શીશીઓ મુકી હોય, ત્યાં આગળ કોઈએ સમજણ પાડી હોય કે આ દવા છે અને બીજી શીશીમાં પોઈઝન છે. બેઉ સરખી દેખાય પણ એમાં ભૂલચૂક થાય તો સમજાય કે આ જાણતો જ નથી ? ભૂલચૂક ના થાય તો કહેવાય કે જાણે છે, પણ ભૂલચૂક થાય છે માટે એ જાણતો નહોતો એ વાત નક્કી થઈ ગઈ, એવું ક્રોધ થાય છે ત્યારે કશું જાણતા નથી અને અમથા જાણ્યાનો અહંકાર લઈને ફર્યા કરો છો. અજવાળામાં ઠોકરો વાગે ખરી ? એટલે ઠોકરો વાગે છે ત્યાં સુધી જાણ્યું જ નથી. આ તો અંધારાને જ અજવાળું કહીએ છીએ તે આપણી ભૂલ છે. માટે સત્સંગમાં બેસીને ‘જાણો’ એક વાર; પછી ક્રોધ-માન-માયા-લોભ બધું ય જતું રહે. પ્રશ્નકર્તા : પણ ક્રોધ તો બધાને થઈ જાય ! દાદાશ્રી : આ ભાઈને પૂછો, એ તો ના કહે છે. પ્રશ્નકર્તા : સત્સંગમાં આવ્યા પછી ક્રોધ ના થાય ને ! દાદાશ્રી : એમ ? એમણે શી દવા પીધી હશે ? દૈષનું મૂળ જતું રહે એવી દવા પીધી. પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ક્રોધ બહુ કરો ? પ્રશ્નકર્તા ઃ નહીં, એ તો ‘હેપન' (બની ગયું) છે. દાદાશ્રી : ના, પણ ક્રોધ કેમ કરતાં નથી ત્યાં આગળ ?! એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ક્રોધ કેવી રીતે થાય ? પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી. દાદાશ્રી : અને હમણે બહાર જાય ને એક છોકરો છે તે એ ઢેખાળો (પથ્થર) મારે અને આપણને વાગે ને લોહી નીકળે એટલે આપણે એને ક્રોધ કરીએ, શાથી ? પેલો મને ઢેખાળો માર્યો, માટે લોહી નીકળ્યું ને એટલે ક્રોધ કરે કે કેમ માર્યો તે ? અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો પથ્થર પડે અને માથામાં લોહી નીકળે તો પછી જોઈ લે પણ ક્રોધ ના કરે ! આ તો એના મનમાં એમ લાગે કે આ જ કરે છે. કોઈ માણસ જાણી જોઈને મારી શકતો જ નથી, એટલે ડુંગર ઉપરથી ગબડવું અને આ માણસ પથ્થર મારે એ બેઉ સરખું જ છે. પણ શ્રાંતિથી એવું દેખાય છે કે આ કરે છે. આ વર્લ્ડમાં કોઈ માણસને સંડાસ જવાની શક્તિ નથી. આપણે એમ જાણીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં ક્રોધ નથી કરતો. પછી કહે છે, “મને ક્રોધ આવી જાય છે. મારો સ્વભાવ ક્રોધી છે.' મુઆ સ્વભાવથી ક્રોધ નથી આવી જતો. ત્યાં પોલીસવાળા જોડે કેમ નથી આવતો ? પોલીસવાળા ટેડકાવે તે ઘડીએ કેમ ક્રોધ નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ક્રોધ આવે, પાડોશી પર, “અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ક્રોધ આવે ને ‘બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ક્રોધ એમ ને એમ સ્વભાવથી માણસને આવી શકતો નથી. આ તો એને એનું ધાર્યું કરવું છે. પ્રશ્નકર્તા : કેવી રીતે કંટ્રોલ કરવો ? દાદાશ્રી : સમજણથી. આ જે તમારી સામે આવે છે, એ તો નિમિત્ત છે અને તમારા જ કર્મનું ફળ આપે છે. એ નિમિત્ત બની ગયો સમજણે કરી તે ! પ્રશ્નકર્તા: મારું કોઈ નજીકનું હોય, તેના પર હું ક્રોધીત થઈ જાઉં. એ કદાચ એની દ્રષ્ટિએ સાચો પણ હોય. પણ હું મારી દ્રષ્ટિએ ક્રોધીત થાઉં, તો શા કારણે ક્રોધીત થઈ જાઉં છું ? દાદાશ્રી : તમે આવતાં હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21