Book Title: Krodh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 9
________________ કાવ કહે કે મેં ક્રોધને જીત્યો એટલે પાછું માન વધે. ખરી રીતે ક્રોધ સંપૂર્ણ રીતે નથી જીતાતો. દ્રશ્ય દેખાય તેવા) ક્રોધને જીત્યો કહેવાય. તાંતો એનું નામ ક્રોધ ! ક્રોધમાં તાતો હોય તેને જ ક્રોધ કહેવાય. દા.ત. ધણી-ધણીયાણી રાત્રે ખૂબ ઝઘડ્યા, ક્રોધ જબરજસ્ત ભભૂકી ઊઠ્યો, આખી રાત બેઉ જાગતાં પડ્યાં રહ્યાં. સવારે બૈરીએ ચાનો પ્યાલો સહેજ પછાડીને મુક્યો. તે ભાઈ સમજી જાય કે હજી તાંતો છે ! આનું નામ ક્રોધ. પછી તાંતો ગમે તેટલા વખતનો હોય ! અરે, કેટલાંકને આખી જિંદગીનો હોય ! બાપ બેટાનું મોટું ના જુએ અને બેટો બાપનું મોટું ના જુએ ! ક્રોધનો તાંતો તો બગડી ગયેલા મોઢા ઉપરથી જ જણાઈ જાય. તાંતો એ એવી વસ્તુ છે કે પંદર વર્ષ પહેલાં મારું અપમાન કર્યું હોત તો, તે પંદર વર્ષ સુધી મને ભેગો ના થયો હોય, એ માણસ મને આજે ભેગો થાયને, પણ મને ભેગો થતાની સાથે જ મને બધું યાદ આવી જાય એ તાંતો. બાકી, તાંતો કોઈને જાય નહીં. મોટા મોટા સાધુ મહારાજો ય તાંતાવાળા, રાતે જો તમે કંઈ સળી કરી હોય તો પંદરપંદર દહાડા સુધી બોલે નહીં. એ તાંતો ! ફેર ક્રોધ અને ગુસ્સામાં ! પ્રશ્નકર્તા : દાદા, ગુસ્સા ને ક્રોધમાં શું ફરક ? દાદાશ્રી : ક્રોધ એનું નામ કહેવાય કે જેમાં અહંકાર સહિત હોય. ગુસ્સો ને અહંકાર બે ભેગું થાય ત્યારે ક્રોધ કહેવાય અને છોકરા જોડે બાપ ગુસ્સે થાય એ ક્રોધ ના કહેવાય. એ ક્રોધમાં અહંકાર ના ભળે. માટે એ ગુસ્સો કહેવાય. ત્યારે ભગવાને કહ્યું કે ભઈ, આ ગુસ્સો કરે તો ય એનું પુણ્ય જમે કરજો. ત્યારે કહે છે, આ ગુસ્સો કરે છે તો ય ? ત્યારે કહે, ના, ક્રોધ કરે તો પાપ છે, ગુસ્સાનું પાપ નથી. ક્રોધમાં અહંકાર ભળેલો હોય અને તમારે ગુસ્સો થાય ને, તો મહીં તમને ખરાબ લાગે છે ને ?! ક્રોધ-માન-માયા-લોભ બે જાતનાં : એક વાળી શકાય તેવાં - નિવાર્ય. કોઈની ઉપર ક્રોધ આવ્યો હોય તો તે અંદરને અંદર ફેરવી શકાય અને તેને શાંત કરી શકાય તે વાળી શકાય તેવો ક્રોધ. આ સ્ટેજે પહોંચે તો વ્યવહાર ઘણો જ સુંદર થઈ જાય ! બીજા પ્રકારનો ક્રોધ તે વાળી ના શકાય તેવા અનિવાર્ય. ઘણો પ્રયત્ન કરે પણ કોઠી ફૂટ્યા વગર રહે જ નહીં! તે વાળી ના શકાય તેવો અનિવાર્ય ક્રોધ. આ ક્રોધ પોતાનું અહિત કરે ને સામાનું ય અહિત કરે ! ભગવાને ક્યાં સુધીનો ક્રોધ ચલાવી લીધો છે સાધુઓ માટે, ચારિત્રવાળા માટે કે જ્યાં સુધીનો ક્રોધ સામા માણસને દુ:ખદાયી ન થઈ પડે, એટલા ક્રોધને ભગવાને ચલાવી લીધો છે. મારો ક્રોધ મને એકલાને દુ:ખ આપે પણ બીજા કોઈને દુઃખ ના આપે એટલો ક્રોધ ચલાવી લીધો છે. જાણતારાને ઓળખો ! પ્રશ્નકર્તા : આપણે બધા જ જાણીએ છીએ કે આ ક્રોધ આવ્યો એ ખરાબ છે. છતાં.... દાદાશ્રી : એવું છે ને જે ક્રોધી છે એ જાણે નહીં. લોભી છે એ જાણે નહીં, માની એ જાણે નહીં, જાણનારો જુદો છે. અને આ બધા લોકોને મનમાં એમ થાય છે કે આ જાણું છું છતાં કેમ થાય છે ? હવે ‘જાણું છું' એ કોણ ? તે ખબર નથી. ‘કોણ જાણે છે” એ ખબર નથી એટલું જ શોધવાનું છે. ‘જાણનાર'ને શોધી કાઢીએ તો બધું જાય એવું જ છે. જાણતા નથી, જાણ્યું તો એનું નામ કહેવાય કે જતું જ રહે. ઊભું જ ના રહે. સમ્યક્ ઉપાય, જાણો એકવાર ! પ્રશ્નકર્તા એ જાણવા છતાં ક્રોધ થઈ જાય છે, એનું નિવારણ શું? દાદાશ્રી : કોણ જાણે છે ? જાણ્યા પછી ક્રોધ થાય જ નહીં. ક્રોધPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21