________________
ક્રોધ
કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો, પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમની કબર તો વેરને ખોદી નાખે એવી છે, પણ વેરની કબર કોણ ખોદે ? વેરથી તો વેર વધ્યા જ કરે, એવું નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી ! આ મનુષ્યો શેનાં રઝળે છે ? શું તીર્થંકરો ભેગા નથી થયાં ? ત્યારે કહે, ‘તીર્થકરો તો ભેગા થયા, તેમનું સાંભળ્યું – કર્યું, દેશના ય સાંભળી; પણ કશું વળ્યું નહીં.'
શેની શેની અડચણો આવે છે, ક્યાં ક્યાં વાંધા આવે છે, તે વાંધા ભાંગી નાખીએ ને ! વાંધા પડે છે, એ ટૂંકી દ્રષ્ટિ છે. તો ‘જ્ઞાની પુરુષ' લૉગ સાઇટ આપી દે, એ લોંગ સાઇટના આધારે બધું “જેમ છે તેમ' દેખાય !!
બાળકો પર ગુસ્સો થાય ત્યારે.. પ્રશ્નકર્તા : આ ઘરનાં છોકરાઓ ઉપર ક્રોધ થાય છે તો શું કરવું ?
દાદાશ્રી : અણસમજણથી ક્રોધ થાય છે. એને આપણે પૂછીએ કે તને બહુ મજા આવી હતી ? ત્યારે કહે, મને બહુ ખરાબ લાગ્યું મહીં, મહીં બહુ દુઃખ થતું હતું. એને દુઃખ થાય, આપણને દુઃખ થાય ! છોકરા ઉપર ચિડાવવાની જરૂર જ ક્યાં રહી પછી ? અને ચિડાવાથી સુધરતા હોય, તો ચિડાવું. રિઝલ્ટ સારું આવતું હોય, તો ચિડાયેલા કામનું, રિઝલ્ટ જ ના સારું આવતું હોય તો ચિડાવવાનો શો અર્થ છે ! ક્રોધ કરવાથી ફાયદો થતો હોય તો કરજે અને ફાયદો ના થતો હોય તો ક્રોધ વગર એમ ને એમ ચલાવી લેજે ને !
પ્રશ્નકર્તા આપણે ક્રોધ ના કરીએ તો એ આપણે સાંભળે જ નહીં, ખાય જ નહીં. દાદાશ્રી : ક્રોધ કર્યા પછીએ ક્યાં સાંભળે છે !
વીતરાગોતી ઝીણવટ તો જુઓ ! છતાં આપણાં લોક શું કહેશે કે આ બાપ એના છોકરાં ઉપર એટલો
ક્રોધિત થઈ ગયો છે ને, એટલે આ બાપ નાલાયક માણસ છે અને કુદરતને ત્યાં આનો શું ન્યાય થતો હશે ? આ બાપાને ભાગ પુણ્ય બાંધો. ક્રોધ કરે છે તો ય પુર્વેમાં ગણાય ? હા, કારણ કે છોકરાનાં હિતને માટે પોતાની જાત પર સંઘર્ષણ વહોરે છે ને ! છોકરાના સુખને માટે પોતે સંઘર્ષણ વહોર્યું માટે પુણ્ય બાંધો ! બાકી, દરેક પ્રકારનાં ક્રોધ પાપ જ બાંધે, પણ આ એકલો જ છોકરાંના કે શિષ્યના સુખને માટે જે ક્રોધ કરો એ તમારું સળગાવીને એના સુખને માટે કરો છો, તો એનું પુણ્ય બંધાય. છતાં અહીં તો લોક એને અપજશ જ આપ્યા કરે ! પણ ઈશ્વરને ઘેર સાચો કાયદો છે કે નહીં ?! પોતાના છોકરા ઉપર, છોડી ઉપર ક્રોધ કરે છે ને, પણ એમાં હિંસકભાવ ના હોય, બીજે બધે હિંસકભાવ હોય. છતાં એમાં તાંતો રહ્યા કરે, કારણ કે એ છોડીને જુએ કે મહીં ફરી કકળાટ થયા કરે.
હવે ક્રોધમાં હિંસકભાવ ને તાંતો, એ બે ના હોય તો મોક્ષ થાય. અને એકલો હિંસકભાવ નથી, તાંતો છે તો ય પુણ્ય બંધાય છે. કેવી ઝીણવટથી ભગવાને ખોળી કાઢ્યું છે ને !
ક્રોધ કરે છતાં બાંધે પુણ્ય ! ભગવાને કહ્યું છે કે પારકાને માટે ક્રોધ કરે છે, પરમાર્થ હેતુ માટે ક્રોધ કરે છે, એનું ફળ પુર્વે મળે છે.
હવે આ ક્રમિકમાર્ગમાં તો શિષ્યો ભડક્યા જ કરે કે હમણાં કશું કહેશે, હમણાં કશું કહેશે’ ને પેલાં ય આખો દહાડો સવારના પહોરથી અકળાયેલાં ને અકળાયેલો જ બેઠા હોય. તે ઠેઠ દસમા ગુંઠાણા સુધી આનો આજ વેષ ! તે આંખ લાલ કરે, તે મહીં લ્હાય બળે ! આ વેદના, કેટલી બધી વેદવી પડતી હશે ? ત્યારે ક્યાંથી પહોંચાય ? એટલે મોક્ષ જવું એ કંઈ એમ ને એમ લાડવા ખાવાનો ખેલ છે !! આ તો કોઈક ફેરો અક્રમ વિજ્ઞાન પામે છે !
ક્રોધ એટલે એક પ્રકારનું સિગ્નલ ! જગતનાં લોકો શું કહે કે આ ભાઈએ આની ઉપર ક્રોધ કર્યો, માટે