Book Title: Krodh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ કો દાદાશ્રી : એને લોકો શું કહે ? આ છોકરાંઓ પણ એને શું કહે કે, “આ તો ચીડિયા જ છે !” ચીડ એ મૂર્ખાઈ છે, ફૂલિશનેસ છે ! ચીડને નબળાઈ કહેવાય. છોકરાંઓને આપણે પૂછીએ કે, ‘તારા પપ્પાજીને કેમનું છે ?” ત્યારે એ ય કહે કે, “એ તો બહુ ચીડિયા છે !” બોલો, હવે આબરૂ વધી કે ઘટી ? આ વિકનેસ ના હોવી જોઈએ. એટલે સાત્ત્વિકતા હોય, ત્યાં વિકનેસ ના હોય. ઘરમાં નાનાં છોકરાંઓને પૂછીએ કે, ‘તારા ઘરમાં પહેલો નંબર કોનો ?” ત્યારે છોકરાંઓ શોધખોળ કરે કે મારી બા ચિડાતી નથી, એટલે સારામાં સારી એ, પહેલો નંબર એનો. પછી બીજો, ત્રીજો આમ કરતાં કરતાં પપ્પાનો નંબર છેલ્લો આવતો હોય !!! શાથી ? કારણ કે એ ચિઢાય છે. ચિઢિયા છે તેથી. હું કહ્યું કે, “પપ્પા પૈસા લાવીને વાપરે છે તો ય તેમનો છેલ્લો નંબર ?” ત્યારે એ ‘હા’ કહે, બોલો હવે, મહેનતમજૂરી કરીએ, ખવડાવીએ, પૈસા લાવીને આપીએ, તો ય પાછો છેલ્લો નંબર આપણો જ આવે ને ? ક્રોધ એટલે અંધાપો ! પ્રશ્નકર્તા : માણસની અંદર ક્રોધ થવાનું સામાન્ય રીતે મુખ્ય કારણ શું હોઈ શકે ? દાદાશ્રી : દેખાતું બંધ થઈ જાય એટલે ! માણસ ભીંતને ક્યારે અથડાય ? જ્યારે એને ભીંત દેખાતી ના હોય ત્યારે અથડાઈ પડે ને ? એવું નહીં દેખાતું બંધ થઈ જાય એટલે માણસથી ક્રોધ થઈ જાય. આગળનો રસ્તો જડે નહીં એટલે ક્રોધ થઈ જાય. સૂઝ ના પડે ત્યારે ક્રોધ ! ક્રોધ ક્યારે આવે છે ? ત્યારે કહે, દર્શન અટકે છે એટલે જ્ઞાન અટકે છે, એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. માન પણ એવું છે. દર્શન અટકે છે, એટલે જ્ઞાન અટકે છે એટલે માન ઊભું થઈ જાય છે. પ્રશ્નકર્તા: દાખલો આપીને સમજાવો તે વધારે સરળ થશે. દાદાશ્રી : આપણા લોક નથી કહેતા કે કેમ બહુ ગુસ્સે થઈ ગયા? ત્યારે કહે, ‘કશું મને સૂઝ ના પડી એટલે ગુસ્સે થઈ ગયો.” હા, કંઈ સૂઝ ના પડે ત્યારે માણસ ગુસ્સે થઈ જાય. જેને સૂઝ પડી એ ગુસ્સે થાય ? ગુસ્સે થવું એટલે એ ગુસ્સો પહેલું ઈનામ કોને આપે ? જ્યાં સળગ્યું ત્યાં પહેલું પોતાને બાળે. પછી બીજાને બાળે. ક્રોધાગ્નિ બાળે સ્વ-પરતે ! ક્રોધ એટલે પોતે પોતાના ઘરને દીવાસળી ચાંપવી. પોતાના ઘરમાં ઘાસ ભર્યું હોય અને દીવાસળી ચાંપવી, એનું નામ ક્રોધ. એટલે પહેલાં પોતે સળગે અને પછી પાડોશીને સળગાવે. મોટા મોટા ઘાસનાં પૂડા કોઈના ખેતરમાં બધાં ભેગા કર્યા હોય, પણ એક જ દિવાસળી નાખવાથી શું થાય ? પ્રશ્નકર્તા : બળી જાય. દાદાશ્રી : એવું એક ફેરો ક્રોધ કરવાથી આપ્યું છે તે, બે વર્ષમાં કમાયો હોય તે ધૂળધાણી કરી નાખે. ક્રોધ એટલે પ્રગટ અગ્નિ. એને પોતાને ખબર ના પડે કે મેં ધૂળધાણી કરી નાખ્યું. કારણ કે બહારની વસ્તુઓ ઓછી ના થઈ જાય, અંદર બધું ખલાસ થઈ જાય, આવતા ભવની બધી તૈયારી હોય ને, તેમાં થોડું વપરાય જાય. અને પછી બહુ વપરાઈ જાય તો શું થાય ? અહીં મનુષ્ય હતા, ત્યારે રોટલી ખાતો'તો, પાછો ત્યાં રાડાં(ઘાસ) ખાવા (જાનવરમાં) જવું પડે. આ રોટલીમાંથી રાડાં ખાવા જવું પડે, એ સારું કહેવાય ? વર્લ્ડમાં કોઈ માણસ ક્રોધને જીતી શકે નહીં. ક્રોધના બે ભાગ, એક કઢાપા રૂપે અને બીજો અજંપા રૂપે. જે લોકો ક્રોધને જીતે છે તે કઢાપા રૂપે જીતે છે. આમાં એવું હોય છે કે એકને દબાવે તો બીજો વધે અને

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21