Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧પ૦ જિનતાને તેમ છતાં સાધનો બાહ્ય વેશ અને મુંડન દ્વારા બાહ્ય દેખાવ સાધુજીવનને અવશ્ય ઉપકારક થાય છે. જોકે દંભી, ઢોંગી સાધુઓ માટે કહેવાય છે : શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાને શિરકી ખાજ ! ખાનેકો લડુ મિલે ઔર લોક કહે મહારાજ || આંતર અને બાહ્ય દેખાવની એટલે કે સમગ્ર જીવનની એકરૂપતા હોવી તે ઘણી અઘરી વાત છે. છતાં જેઓ એ સિદ્ધિ મેળવે છે તેઓના પતન માટે ભયસ્થાનો ઓછાં રહે છે. બાહ્ય વેશ અંતરના તેવા ભાવોને પોષણ આપે છે, અને ન હોય તો તેવા ભાવો જગાડે છે. અનેક વ્યક્તિઓના, સૈકાઓ સુધીના અનુભવ પરથી પરંપરા સર્જાય છે. ભારતીય સંસ્કૃતિમાં મસ્તક-મુંડનની પરંપરા સાધુઓ માટે એટલે જ ઇષ્ટ ગણવામાં આવી છે. જૈન સાધુઓના કેશલોચનું મહત્ત્વ તો એથી પણ વિશેષ છે. સંયમપાલનની અને અહિંસાધર્મની દૃષ્ટિ લક્ષમાં લેતાં એ મહત્ત્વ સમજાય એવું છે. લોચ ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) ઉત્તમ, (૨) મધ્યમ અને (૩) કનિષ્ઠ. (૧) દર બે મહિને એટલે કે વર્ષમાં કુલ છ વખત લોચ કરવામાં આવે તો તેને ઉત્તમ લોચ કહેવામાં આવે છે, કારણ કે બે મહિના જેટલા સમયમાં માણસના મસ્તકના વાળ ગોલોમ જેટલા, ગાયની રુવાંટી જેટલા (એક-બે ઇંચ જેટલા) વધી જાય છે. (૨) દર ત્રણ મહિને લોન્ચ કરવામાં આવે તેને મધ્યમ લોચ કહેવામાં આવે છે. (૩) દર ચાર મહિને લોન્ચ કરવામાં આવે તેને કનિષ્ઠ લોચ કહેવામાં આવે છે. દિગમ્બર મુનિઓમાં દર બે, ત્રણ કે ચાર મહિને લોન્ચ કરવાની પરંપરા ચુસ્તપણે ચાલી આવે છે. શ્વેતામ્બરોમાં દર ચાતુર્માસે અથવા દર બાર મહિને, પર્યુષણ પર્વ પહેલાં લોન્ચ કરવાની પરંપરા ચાલી આવે છે. સામાન્ય રીતે કેશ-લોચ કરવાના દિવસે સાધુએ ઉપવાસ કરવાનો રહે છે. કેશ લોચની ક્રિયા દિવસ દરમિયાન કરવાની હોય છે. કોઈના વાળ આંગળીમાં તરત ન આવે કે છટકી જાય એવા હોય તે તે માટે ભસ્મ અથવા રાખનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. વાળ ખેંચતી વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8