Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ 154 જિનતત્ત્વ નહિ જેવા જ ઊગે છે, આ સૂક્ષ્મ આંતરિક પ્રક્રિયા બધાની એકસરખી હોતી નથી. તીર્થંકર પરમાત્માના પરમ દારિક દેહમાં એવી અતિશયયુક્ત પ્રક્રિયા થતી હશે કે જેથી એમના વાળ વધતા નથી. કેશ-લોચમાં કષ્ટ સહન કરવાનું હોય છે, પરંતુ એનો સમાવેશ બાવીસ પ્રકારના પરીષહમાં કરવામાં આવ્યો નથી, કારણ કે પરીષહ એટલે આવી પડેલી પરિસ્થિતિમાં મનથી સહન કરવાનું કષ્ટ, જ્યારે કેશ-લોચમાં તો પોતે પોતાની અનુકૂળતા અનુસાર સ્વેચ્છાએ કષ્ટ ભોગવવાનું હોય છે. માથા ઉપરના વાળ હાથે તોડવાથી કષ્ટ અનુભવાય છે. શરીરને સ્વેચ્છાએ આપેલું કષ્ટ એક પ્રકારની તપશ્ચર્યા બની જાય છે. એટલા માટે કેશ-લોચનો સમાવેશ કાયક્લેશ નામની તપશ્ચર્યામાં કરવામાં આવે છે. સાધુઓ પોતે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચય કરીને કેશલોચ કરે છે. માટે આ કાયક્લેશ નામની તપશ્ચર્યા કર્મની નિર્જરાનું કારણ બને છે. કેશ-લોચથી કષ્ટ સહન કરવાનો અભ્યાસ થાય છે; સહિષ્ણુતા વધે છે; ઇન્દ્રિયોના સુખમાંથી આસક્તિ નીકળી જાય છે; દેહાભિમાન ઓગળી જાય છે; દેહની મમતા દૂર થાય છે, સારા દેખાવાની વાસના ચાલી જાય છે; સરળતા, સ્વાભાવિકતા અને નિર્દોષતાના ગુણો ખીલે છે; સંયમપાલનમાં દઢતા આવે છે; આત્માને સ્વવશ કરી શકાય છે; કર્મની નિર્જરા થાય છે; અને સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય એટલી કોટિ સુધી અહિંસાના મહાવ્રતનું પાલન થાય છે. એટલે જ કેશ-લોચનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8