Book Title: Keshloach Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 7
________________ કેશ-લોચ ૧૫૩ ઉંમર, રોગ, વેદના સહન કરવાની અશક્તિ ઇત્યાદિને કારણએ અપવાદરૂપ સંયોગોમાં કેશ-લોચને બદલે “સુરમુંડન” (અસ્ત્રાથી મુંડન) અથવા કર્તરીમુંડન (કાતરથી મુંડન)ની છૂટ આપવામાં આવે છે. પરંતુ જેઓ કુરમુંડન કરતા હોય તેમણે દર મહિને અને કર્તરીમુંડન કરતા હોય તેમણે દર પંદર દિવસે મુંડન કરાવવું જોઈએ, કારણ કે મુનિઓના વાળ ગોલોમ કરતાં ન વધવા જોઈએ. જે સાધુઓના વાળ ઝડપથી વધી જતા હોય તેમને વચ્ચે વચ્ચે પણ લોન્ચ કરવાનું કહેવામાં આવ્યું છે. તીર્થંકર પરમાત્મા જ્યારે ગ્રહવાસ છોડીને, ઉપવનમાં જઈને સ્વયં દીક્ષિત થાય છે ત્યારે તેઓ પોતાને હાથે જ પોતાના મુખ અને મસ્તક ઉપરના વાળનો લોચ કરે છે. એ ચોથા આરામાં એમનું શરીરબળ એટલું મોટું હોય છે કે એક સાથે ઘણા બધા વાળ મૂઠીમાં લઈ એક ઝાટકે ખેંચીને તેઓ કાઢી નાખે છે. ભગવાન મહાવીરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો હતો. એટલે કે મુખ અને મસ્તક પરના તમામ વાળ પાંચ વખત મુઠ્ઠીમાં ભરાવીને એમણે ખેંચી કાઢ્યા હતા. ભગવાન ઋષભદેવે ચતુર્મુષ્ટિ લોચ ર્યો હતો. ભગવાન ઋષભદેવ માટે એમ કહેવાય છે કે એમણે ચારમુષ્ટિ લોચ કર્યો, તે પછી ઇન્દ્ર મહારાજે તેમને બાકીનો એકમુષ્ટિ લોચ ન કરવા વિનંતી કરી. ભગવાને એમની વિનંતી માન્ય રાખી. એટલે એમના મસ્તક પરના પાછળના બાકીના વાળ ખભા અને પીઠ ઉપર ઝૂલતા રહ્યા હતા. આથી જ ઋષભદેવ ભગવાનની કેટલીક પ્રાચીન પ્રતિમાઓમાં ખભા ઉપર વાળની લટ કોતરેલી જોવા મળે છે. જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર પરમાત્માના જે અતિશયો બતાવવામાં આવે છે તેમાં દેવકૃત અતિશય અનુસાર તેમના વાળ અને નખ વધતા નથી. એક માન્યતા અનુસાર તીર્થકર ભગવાન ગૃહવાસ છોડીને ઉપવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરે તે પછી એમના વાળ વધતા નથી, કારણ કે ઇન્દ્ર એમના મસ્તક ઉપર વજ ફેરવે છે. વાળ એ શરીરની એક પ્રક્રિયાનો ભાગ છે. કેટલાક માણસોનાં શરીરમાં એવા ફેરફારો થાય છે કે જેથી અકાળે વાળ ખરી પડે છે. આખે માથે ટાલ પડે છે અને ફરી ક્યારેય વાળ ઊગતા નથી. બ્રહ્મચર્યના સંનિષ્ઠ પાલનથી શરીરમાં એવી આંતરિક પ્રક્રિયા થાય છે કે જેથી વાળની વૃદ્ધિ ઓછી થઈ જાય છે, અટકી જાય છે. કેટલીક વખત કેશ-લોચ કર્યા પછી ફરી ત્યાં વાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8