Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૫ર જિનતત્ત્વ એ વખતે મતક-મુંડન હાથથી લોચ દ્વારા કરાય તો તે ઉત્તમ છે. કેટલેક ઠેકાણે તે પ્રમાણે જ કરાય છે, પરંતુ સમય અને સંજોગાનુસાર તથા વ્યવહારદષ્ટિએ કાતર કે અસ્ત્રાથી પણ મુંડન કરાય છે, દીક્ષા લેતી વખતે વ્યક્તિનું વૈર્ય જો ઓછું હોય તો લોચના કષ્ટથી પહેલા દિવસે જ દીક્ષા પ્રતિ અભાવ થઈ જવાનો સંભવ રહે છે. લોચની વેદના જેવી-તેવી નથી. મસ્તક કરતાં મૂછ-દાઢીના વાળ ખેંચવામાં વધુ વેદના થાય છે. એથી મોઢા ઉપર સોજો આવી જાય કે ગૂમડાં થાય છે. સ્વેચ્છાએ વેદના સહન કરવાની છે. વેદના જે પ્રમાણે સહન થાય તે ગતિએ લોન્ચ કરાય છે. ક્યારેક પોતાને હાથે ન ફાવે તો સાધુઓ એકબીજા પાસે પણ લોચ કરાવી લે છે. ક્યારેક લોચની વેદના અતિશય વધી જાય તો સાધુ કે સાધ્વીને આંખે તમ્મર પણ આવી જાય છે. કેટલાંક દઢ મનના અને સહિષ્ણુ ચિત્તવાળાં સાધુસાધ્વીઓ તમ્મર આવી ગયા પછી પાછા જેવા સ્વસ્થ થાય કે તરત પોતાના લોચની ક્રિયા ચાલુ રખાવે છે. એટલા માટે જ કેશલોચની ક્રિયા એ જૈન ધર્મની મહિમાવંતી અદ્વિતીય ક્યિા ગણાય છે. લોચ કરાવવાને બદલે વાળ જેમ વધતા જાય તેમ તેમ કાતર કે અસ્ત્રાથી હજામ દ્વારા અથવા જાતે કાપી નાખવામાં આવે તો તેમાં શો વાંધો છે ? – એવો પ્રશ્ન કદાચ કોઈકને થાય, એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ અપરિગ્રહી, અકિંચન હોય છે. હજામ દ્વારા મુંડનમાં પૈસાનો વ્યવહાર આવે છે, જે સાધુઓ માટે સ્વીકાર્ય નથી. સાધુઓ અલ્પતમ એવાં અનિવાર્ય ઉપકરણો પોતાની પાસે રાખે છે. કાતર કે અસ્ત્રાની એવી અનિવાર્યતા નથી. પોતાની પાસે કાતર કે અસ્ત્રો ન રાખે પણ જરૂર પડે ત્યારે કોઈની પાસે મંગાવીને વાપરે તેમાં શો વાંધો ? એનો ઉત્તર એ છે કે ઘરબાર અને બધાંનો ત્યાગ કરનાર સર્વ વિરતિવાળા સાધુઓને તેમ કરવા જતાં આ બાબતમાં પરાધીન રહેવું પડે. માગવાનો અને પાછા આપવાનો વ્યવહાર વખતોવખત કરવો પડે. સાચા જૈન સાધુઓ તો અયાચક વૃત્તિવાળા હોય છે, એટલે લોચ કરવાથી સ્વાધીનપણાની ભાવનાને અને અયાચકવૃત્તિને પોષણ મળે છે. વળી કાતર-અસ્ત્રો વાપરવાથી વાળ સરખા કાપવાનો અને સારા દેખાવાનો ભાવ જાગવાનો સંભવ છે. સાધુને જ્યાં અરીસામાં મોટું જોવાનું વર્ષ છે ત્યાં કાતરઅસ્ત્રા વાપરવા કરતાં લોચની ક્રિયા જ એમને માટે ઉત્તમ સંયમપોષક છે એમ મનાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8