Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 5
________________ કેશ-લોચ ૧૫૧ મસ્તકની ત્વચામાંથી લોહીની ટશર ફૂટે તો તે અટકાવવા ને મટાડવા માટે પણ ભસ્મ ઉપયોગી બને છે. કેશ-લોચ મન ફાવે તેમ જમણી કે ડાબી બાજુ, આગળ કે પાછળ ગમે ત્યાંથી કરાતો નથી. નિયમ પ્રમાણે કપાળની ઉપરના મધ્ય ભાગથી શરૂ કરી જમણી બાજુથી ડાબી બાજુ એમ નજીક-નજીકના વાળના લોગ આવર્ત પ્રમાણે કરાય છે. જે જગ્યાએ વાળનો લોચ થઈ ગયો હોય તેની આજુ બાજુમાં મસ્તકની ત્વચામાં થોડી ઓછી સંવેદના રહે છે કે જેથી ત્યાંથી લોચ કરવાનું સરળ પડે છે. વારંવાર લોચ કરવાથી મસ્તકની ચામડી એવી થઈ જાય છે કે જેથી સમય જતાં લોચની વેદના ઓછી રહે છે. શ્વેતામ્બર પરંપરા પ્રમાણે જૈનોના સાધુના નીચે પ્રમાણે સત્તાવીસ ગુણ બતાવવામાં આવે છે : પાંચ મહાવ્રતોને પાળનાર (૫), રાત્રિ-ભોજનનો ત્યાગ (૧), છકાય જીવની રક્ષા (ક), પાંચ ઇન્દ્રિયો ઉપર સંયમ (૫), ત્રણ ગુપ્તિનું પાલન (૩), લોભ રાખે નહિ (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્તને નિર્મળ રાખે (૧), પડિલેહણ કર (૧), સંયમમાં રહે (૧), પરીષહો સહન કરે (૧) અને ઉપસર્ગ સહે (૧). દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના ગુણોની ગણતરી થોડી જુદી રહી છે. શ્વેતામ્બર પરંપરામાં કેશ-લોચને સાધુના મૂળ ગુણમાં ગણવામાં આવ્યો નથી. દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના અઠ્ઠાવીસ ગુણ ગણવામાં આવે છે, અને કેશલોચનો સમાવેશ સાધુના મૂલ ગુણમાં કરવામાં આવેલ છે. સાધુના અઠ્ઠાવીસ મૂલ ગુણ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક, કેશ-લોચ, અચેલકત્વ, અસ્તાન, ભૂમિશયન, અદંતધાવન, ઊભાં ઊભાં આહાર અને ૨૪ કલાકમાં એક વખત આહાર. આમ શ્વેતામ્બર પરંપરા કરતાં દિગમ્બર પરંપરાના સાધુઓમાં કેશલોચનું મહત્ત્વ ઘણું વધારે છે. તેઓ કેશ-લોચ જાહેરમાં અને કેટલીક વાર ઉત્સવપૂર્વક કરે છે. કોઈ પણ વ્યક્તિ દીક્ષિત થઈ જૈન સાધુ બને છે ત્યારે પ્રથમ તેનું મસ્તક મુંડવામાં આવે છે; અને ત્યારપછી એને સાધુનાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8