Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કેશ-લોચ ૧૪૯ એમની આ જટા પરથી દેખાઈ આવતું. આજે પણ ઘણા સાધુ-સંન્યાસીઓ જટા રાખે છે. પરંતુ જટા રાખનારે માથામાં જૂ, લીખ, ખોડો વગેરે ન થાય એની સતત કાળજી રાખવી પડે છે. સ્ત્રીઓ (શીખોમાં તો પુરુષો સુધ્ધાં) લાંબા વાળ રાખે છે, ચોટલો, અંબોડો ગૂંથે છે. પરંતુ તેમણે પણ બહુ સાવધ રહેવું પડે છે. એ માટે તેલ, સાબુ કે તેવાં ઔષધોનો ઉપયોગ પણ વખતોવખત કરવો પડે છે. - સાધુ જ લાંબા વાળ રાખે તો વાળની વખતોવખત માવજત કરવાની જરૂર પડે. એ માટે સ્નાન કરવું પડે; તેલ-સાબુ વગેરેનો ઉપયોગ પણ જરૂરી બને. વળી માથામાં છૂ કે લીખ પડે અને તીવ્ર ખંજવાળ દિવસમાં ઘણી વાર આવે તો ચીડ, કંટાળો, ઉદ્વેગ, ગુસ્સો વગેરે અશુભ ભાવો અને સંકલેશ પરિણામો રહ્યા કરે. વારંવાર માથામાં ખંજવાળને કારણે સ્થૂલ કે સૂક્ષ્મ જીવહિંસા પણ થયા કરે. અહિંસાના મહાવ્રતનું અત્યંત સૂક્ષ્મ પાલન કરનારા, સ્નાનાદિ ક્રિયા ન કરનારા જૈન સાધુઓ એટલા માટે જ જટા રાખતા નથી, અને સમયે સમયે વાળનો લોચ કરે છે. કેશલોચની પ્રથા દુનિયામાં એક માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. વ્યક્તિગત રીતે કોઈ પણ ધર્મની કોઈ કોઈ વ્યક્તિ કેશલોચ કરતી હોય તે જુદી વાત છે, પણ શાસ્ત્રની આજ્ઞા કે ધાર્મિક પરંપરા અનુસાર બધાં જ સાધુસાધ્વીઓ કેશલોચ કરતાં હોય તેવું માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. અસ્ત્રા કે કાતરથી મુંડન કરવાની પ્રથા વિભિન્ન નિમિત્તે કેટલાક ધર્મોમાં જોવા મળે છે. કેટલાક સંન્યાસીઓ નિયમિત મુંડન કરાવે છે; પણ પોતાના મસ્તક અને ચહેરા પરના વાળ આંગળીઓ વડે ખેંચીને કાઢી નાખવાની લોચની પદ્ધતિનો મહિમા અનોખો છે. સ્વાનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે. શું સંયમ ધારણ કરવા માટે અર્થાત્ સાધુ બનવા માટે મુંડાવવાની જરૂર ખરી ? મસ્તકનું મુંડન ન કરાવ્યું હોય છતાં માણસમાં સાધુના ગુણો ન હોઈ શકે ? હોઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું છે કે મસ્તક મુંડાવવાથી માણસ મુનિ થઈ જતો નથી, પણ મુનિએ મસ્તક ન જ મુંડાવવું જોઈએ એવું પણ ભગવાને કહ્યું નથી. જેમ મસ્તકના મુંડનની બાબતમાં તેમ વેશની બાબતમાં પણ કહી શકાય. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી સાધુ થઈ જવાતું નથી. અન્ય પક્ષે વેશ ધારણ ન કર્યો હોય તેવી વ્યક્તિમાં પણ સાધુના ઉત્તમ ગુણો હોઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8