Book Title: Keshloach
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૪૮ જિનતત્ત્વ મનુષ્યના શરીરમાં મસ્તક પરના વાળ સૌથી વધુ વધે છે. નાનું બાળક જન્મે છે ત્યારે મસ્તક ઉપર વાળ સાથે જન્મે છે, અથવા જમ્યા પછી તરત એના માથાના વાળ વધે છે. બાળકના શરીરના અન્ય ભાગો ઉપર વાળ હોતા નથી. સમય જતાં શરીર પર રુવાંટી થાય છે. કિશોરાવસ્થામાં મૂછ-દાઢી વગેરેના વાળ ઊગે છે, પણ તે બધામાં મસ્તક પરના વાળનું વધવું સૌથી ઝડપી હોય છે. વાળ દેહલાવણ્યનું અંગ છે. વિવિધ પ્રસાધનો વડે અને વિવિધ પદ્ધતિએ વાળનું ગુંફન કરીને એ લાવણ્યને વધારી શકાય છે. પુરુષ કરતાં સ્ત્રી વાળથી વધુ આકર્ષક દેખાય છે. વાળની સરખી માવજત જો કરવામાં ન આવી હોય તો તેની રુક્ષતા ચહેરાની વિરૂપતામાં ઉમેરો કરે છે. અલબત્ત, એમાં અપવાદ હોઈ શકે છે. સાધુ-સાધ્વીએ પોતાના શરીરનું આકર્ષકપણું પ્રયત્નપૂર્વક ટાળવાનું હોય છે. એટલા માટે મસ્તકમુંડનની, માથાના વાળા ઉતરાવવાની પ્રણાલિકા હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મમાં, ભારતીય સંતપરંપરામાં જોવા મળે છે. ગૃહસ્થોમાં પણ વાળ ઉતરાવવાની માનતા મનાય છે. સ્વજનના, વડીલના અવસાન નિમિત્તે પણ મુંડન કરાવાય છે. મસ્તક ઉપર વાળ ન હોય અને જે હોય તેની જરા પણ માવજત કરવામાં ન આવી હોય તો લાવણ્યની દૃષ્ટિએ સાધુ-સાધ્વીઓમાંથી ગૃહસ્થ જીવનનું આકર્ષકપણું નીકળી જાય છે. કેશનું મુંડન, ગુંફન, પુષ્પાદિ અલંકારોથી સુશોભન રાગ જન્માવે છે, ચિત્તમાં વિકાર આણે છે. સ્વમુખનું પ્રતિબિંબ જોવાની લાલસા જાગે છે. કેશના અમુંડનથી કે મુંડનથી ચિત્તમાં ક્રમે ક્રમે નિર્વિકારતા આવે છે. આ નિર્વિકારતા બ્રહ્મચર્યના પાલનમાં સહાયરૂપ થાય છે. મુંડિત મસ્તક એ સંયમની શોભા છે. પરંતુ કેશલોચ દ્વારા મુંડિત થયેલું મસ્તક ઇન્દ્રિયો અને ચિત્તને વિશેષપણે વશ રાખે છે. કેશલોચ અહિંસા ધર્મના અને સંયમના પાલન માટે હેતુરૂપ થવા ઉપરાંત કર્મની નિર્જરાન હતુરૂપ બને છે. ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પ્રાચીન સમયથી શરીર પરના વાળ ન કાપવાની એક પરંપરા પણ ચાલી આવી છે. તાપસી પોતાના મસ્તક પરના વાળ જેટલા વધે એટલા વધવા દેતા અને લાંબા વાળની જટા બાંધતા. સામાન્ય ગૃહસ્થો કરતાં પોતે ભિન્ન છે અને કેશ-સુશોભનમાં પોતે રાચતા નથી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8