Book Title: Keshloach Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 1
________________ કેશ-લોચ પર્યુષણ પર્વ આવે એટલે અનેક જૈન સાધુ-સાધ્વીઓ કેશલોચ કરે એટલે કે પોતાના મુખ-મસ્તક પરના વાળ ખેંચીને કાઢી નાખે. કેશ એટલે વાળ. સંસ્કૃતમાં જે કેટલાક એકાક્ષરી શબ્દો છે તેમાં ‘કુ’ શબ્દના પણ જુદા જુદા અર્થ થાય છે. ‘ક’નો એક અર્થ થાય છે ‘માથું’. ‘કેશ’ એટલે માથા પર જે રહેલા છે તે વાળ. જે શેતિ કૃતિ ઠેશ ! –– એમ કહેવાય છે. લોચ સંસ્કૃત શબ્દ છે. ‘લુચ્’ ધાતુ પરથી તે આવેલો છે. ‘લુંચ’ એટલે તોડવું, ઉખાડી નાખવું, ખેંચી કાઢવું, ‘કેશલોચ’ એટલે મુખ અને મસ્તક પરના વાળ ખેંચીને ઉખાડી નાખવાની ક્રિયા. એ માટે ફક્ત ‘લોચ' શબ્દ પણ રૂઢ થયો છે. મનુષ્યના શરીરમાં વાળનું અનોખું સ્થાન છે. વાળ સતત વૃદ્ધિ પામે છે. એની વૃદ્ધિ નખની વૃદ્ધિ જેવી વરવી લાગતી નથી. વાળ શરીરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વાળથી માણસ હોય તેના કરતાં વધુ દેખાવડો લાગે છે. વાળ મુખનું મંડન છે. સુસંસ્કૃત માનવજાતે કેશગૂંફણની અને કેશકર્તનની કલા ઘણી વિકસાવી છે. વાળના લાંબા કે ટૂંકા કદ દ્વારા વિવિધ કલા ખીલવી શકાય છે. સ્ત્રીઓના લાંબા કે ટૂંકા વાળ દ્વારા કેશકલાપનો ઘણો વિસ્તાર થયો છે. કુદરતી વાળવાળી વિગ-(Wig)ની સગવડ પછી તો એક વ્યક્તિના વાળ બીજી વ્યક્તિને કેવા કામ લાગે છે અને માણસ પોતાનું કુદરતી રૂપ કેટલું ફેરવી શકે છે તે જોવા મળે છે. એટલે જ ફક્ત વાળના પણ વિવધ વ્યવસાયો દુનિયામાં વિકસ્યા છે. વાળ કાઢી નાખવા, વાળ વધતા અટકાવવા, વાળ વધારવા, વાળના રંગ બદલવા, વાળથી થતા રોગો નિવારવા કે તેના ઉપચાર ક૨વા – એમ વાળની માવજત માટે પાશ્ચાત્ય દેશોમાં લૅબોરેટરીમાં સંશોધનો થતાં રહે છે. મનુષ્ય અને પ્રાણીઓના વાળનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8