Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની સ્મૃતિમાં આયોજિત વ્યાખ્યાનમાળામાં સને ૨૦૦૪-૦૫માં સંસ્કૃત સાહિત્ય અને ભારતીય દર્શનના આરૂઢ વિદ્વાન શ્રી નીતિનભાઈ ૨. દેસાઈને ત્રણ વ્યાખ્યાન આપવા આમંત્રિત કર્યા હતા. તેમણે કૌટિલીય અર્થશાસ્ત્ર : દાર્શનિક અને સાંસ્કૃતિક પરીક્ષણ' એ વિષય ઉપર ત્રણ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યા હતા. આ વ્યાખ્યાનો વિદ્વાનોએ આવકાર્યા હતા. તે વ્યાખ્યાનોને અહીં ગ્રંથરૂપે પ્રકાશિત કરતા અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનું એક અણમોલ રત્ન છે. આ ગ્રંથે ભારતીય ચિંતનને એક નવી દિશા આપી છે, પરંતુ તેનું સાચું મૂલ્યાંકન અદ્યાવધિ થયું નથી, તેથી પ્રા.નીતિનભાઈ દેસાઈએ આપેલો વિષય અમે તરત જ સ્વીકારી લીધો હતો. આ ગ્રંથમાં મૂલ્યવાન ચિંતન સમૃદ્ધિ છે, ઉપરાંત વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ખીલે તેવી અનેક બાબતો છે. તેને દાર્શનિક અને સાંસ્કૃતિક એમ બે દૃષ્ટિકોણથી મૂલવવાનો પ્રયાસ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. નીતિનભાઈ કૌટિલ્ય વિરચિત અર્થશાસ્ત્રના ઊંડા અભ્યાસુ છે અને અનેકવાર પ્રસ્તુત ગ્રંથનું પારાયણ કર્યું છે. તેઓ સ્વયં લખે છે કે નબળો-નબળો તો એ તારા ચરણનો ઉપાસક વિદ્યાર્થી છું અર્થાત્ તેઓ કૌટિલ્યના ચાહક છે. છતાં આ અધ્યયનમાં તેમણે માત્ર કોટિલ્યનું ગૌરવગાન નથી કર્યું, નિષ્ઠાપૂર્વક ચિંતન કર્યું છે. ચિંતન અને મૂલ્યાંકનમાં સમગ્રતા અને સચ્ચાઈ આવે તે માટે સંપૂર્ણ જાગૃત રહ્યા છે, તેથી કૌટિલ્યને જાણવા અને સમજવાની નવી દષ્ટિ આ ગ્રંથમાં જોવા મળે છે. આ માટે સંસ્થા તેમની આભારી છે. આ ગ્રંથ જિજ્ઞાસુઓને અને અધ્યેતાઓને ઉપયોગી થશે તેવી અમને શ્રદ્ધા છે. ગ્રંથ પ્રકાશનમાં સહયોગ આપનાર તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમદાવાદ જિતેન્દ્ર બી. શાહ ૨૦૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 374