Book Title: Katha Manjari Part 01 Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 7
________________ સંશોધનાદિ કાર્ય કરવા માટે મારા એકના એક પુત્ર ચિ. જગદચંદ્રને પણ મારે ભૂલવા ન જોઈએ. મેં આ ગ્રંથમાળાનું નામ કથામંજરી આપવાનું યોગ્ય ધાર્યું છે, અને પ્રસ્તુત ગ્રંથના પૂઢા ઉપર આપેલ ચિત્રમાં દર્શાવ્યા મુજબ જૈન સાહિત્યરૂપી વિશાળ આમ્રવૃક્ષમાંથી કથાઓ રૂપી મંજરીઓ મેં અને મારી ધર્મપત્નિએ વીણેલી છે. હાલમાં તે કથામંજરીના બાર ભાગો દર વરસે ત્રણના હિસાબે આપવાની યેજના છે. ચાલુ વર્ષમાં આ પ્રથમ ભાગમાં ૭૫ નીતિ કથાઓ તથા બીજા ભાગમાં ૬૦ ધર્મ કથાઓ તથા ત્રીજા ભાગમાં શ્રી શ્રીપાલ કથા આપવામાં આવશે. આ દરેક ગ્રંથ ચિત્ર સહિત જ હશે અને તે બધા અષાડ સુદી પૂણિમા સુધીમાં પ્રસિદ્ધ થઈ જશે. આ ગ્રંથને માત્ર અગિયારસે જ નકલે છપાવેલ હોવાથી લગભગ પડતર જ કિંમત રાખવામાં આવી છે; અને આશા રાખું છું કે જો જનતા મારા આ સાહસની કદર કરશે તો આવતા વરસે વધારે નકલે છપાવીને બને તેટલી ઓછી કિંમત રાખવામાં આવશે. ઓછી કિંમત રાખવાનો અમલ તે જ શક્ય બને કે જનતા મારા આ સાહસને વધાવી લે અને બને તેટલી વધારે નકલો ખરીદ કરીને મને ઉત્તેજન આપે. પ્રાતે, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજ સુધી અવિછિન્ન ચાલુ રાખવાને મુખ્ય યશ શ્રીમાન માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ના ફાળે જાય છે. તેઓ સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 276